|
સંસદમાં ધાંધલ ધમાલને પગલે કરદાતાઓના રૃા. ૪૦ કરોડ પાણીમાં |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 31 જુલાઇ 2010 |
|
નવી દિલ્હી,
સંસદના ચોમાસુ સત્રના પહેલા સપ્તાહમાં ગૃહમાં કોઈ કામકાજ ન થવાથી કરદાતાઓને
રૃા. ૪૦ કરોડનું નુકસાન ભોગવવું પડયું છે. મોંઘવારી સામે વિરોધ વ્યક્ત
કરતાં વિરોધ પક્ષોને કારણે સમગ્ર સપ્તાહમાં ગૃહનું કામકાજ ખોરવાઈ ગયું
હતું.
મોંઘવારી પર ચર્ચાને મુદ્દે સરકાર અને વિરોધ પક્ષો વચ્ચેની મડાગાંઠને કારણે ચોમાસુ સત્રમાં હજુ સુધી કોઈ કામગીરી થઈ નહિ
એક બાજુ સંયુક્ત વિરોધ પક્ષ મોંઘવારીના મુદ્દે સભામોકૂફીની માગ કરે છે. બીજી બાજુ સરકાર આ મુદ્દે મતદાન થવા દેવા તૈયાર ન હોવાથી ગૃહની કામગીરી લગભગ સ્થગિત થઈ ગઈ છે. લોકશાહીમાં કોઈ પણ મુદ્દે નાસમંત થવું લોકશાહીનું હાર્દ છે પણ તેમાં કરદાતાઓને કરોડો રૃપિયાનું નુકસાન ભોગવવું પડે છે. સંસદના કામકાજ માટે રોજ લગભગ રૃા. ૭.૬૫ કરોડનો ખર્ચ કરવામાં આવે છે. એક સપ્તાહનો ખર્ચ રૃા. ૩૮.૨ કરોડ થાય છે. બંને ગૃહના કામકાજ માટે અને સંસદીય બાબતોના મંત્રાલય માટે કુલ રૃા. ૫૩૫ કરોડ ફાળવવામાં આવે છે.
સંસદ સભ્યો કહે છે કે, આટલું નુકસાન વધુ ન કહેવાય પણ આ જ સંસદસભ્યો મોંઘવારીના મુદ્દે કેટલા ગંભીર છે તે સંસદમાંની તેમની પાંખી હાજરીથી જોઈ શકાય છે. લગભગ ૧૦૦ જેટલા સાંસદો રોજ ગેરહાજર રહે છે ૨૬મી જુલાઈના દિવસે ૧૩૨ સભ્યો ગેરહાજર હતા અને ૨૭મી જુલાઈના દિવસે ૧૦૧ સભ્યો ગેરહાજર હતા. ૨૮મી જુલાઈએ ૯૧ અને ૨૯મી જુલાઈના દિવસે ૯૨ સભ્યો ગેરહાજર હતા. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને પક્ષના મહામંત્રી રાહુલ ગાંધી પણ પુરા સપ્તાહમાં ગેરહાજર હતા. સરકારને ગૃહમાં ઘેરવા વધુ બને તેટલી સંખ્યા ધરાવવી વિરોધ પક્ષો માટે પણ મહત્ત્વનું હતું પણ તેમના પણ કેટલાક સભ્યો ગેરહાજર હતા.
|