Last Updated:19 ડિસેમ્બર 2011

ભારતભરની વિવિધ કોર્ટોમાં ત્રણ કરોડથી વધુ કેસ પેન્ડિંગ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 31 જુલાઇ 2010
(પી.ટી.આઇ.)    નવી દિલ્હી,
દેશની વિવિધ અદાલતોમાં પેન્ડિંગ (પડતર) કેસોનો આંકડો ૩ કરોડ સુધી પહોંચતા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે આંકડાઓનો સમીક્ષા અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. અદાલતોના કેસના ભરાવાનો નિકાલ કરવા નવતર ઉપાયો શોધવા પર તેમણે ભાર મૂક્યો હતો.

કેસોના જંગી ભરાવાના ઝડપી નિકાલ માટે નવા માર્ગો શોધવા રાષ્ટ્રપતિની અપીલ

દેશના મુખ્ય ન્યાયાધીશ એસ. એચ. કાપડિયાએ થોડા સમય પહેલાં જણાવ્યું હતું કે, 'બાકી' ગણાતા કેસોમાંથી ૫૦ ટકા જેટલા તો છેલ્લા એક વર્ષમાં જ દાખલ થયા છે. આવા કેસોને 'બાકી' નહિ પણ 'પડતર' કેસો તરીકે ધ્યાનમાં લેવા જોઈએ. ન્યાયાધીશ કાપડિયાના આ નિવેદનને પગલે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે પડતર કેસો અંગે સમીક્ષા અહેવાલ રજૂ કરવા કહ્યું હતું.

નવી દિલ્હી ખાતે 'ન્યાયતંત્રમાં સુધારા' વિશ્વ પર યોજાયેલા પરિસંવાદમાં ઉદ્ઘાટન સમારોહમાં પ્રતિભા પાટિલે અદાલતોમાં પડતર કેસોની સંખ્યા ઘટાડવા માટે કોઈ વધારાના રસ્તાઓ શોધવા તાકીદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, અદાલતમાં દાવો લડનાર વ્યક્તિનું જીવન સીમિત છે જ્યારે મુકદ્દમો વર્ષો સુધી ચાલ્યા જ કરે છે. કાપડિયાએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સરકારે ક્રિમીનલ પ્રોસિજર કોડની કલમ ૨૯ અંતર્ગત સત્તા પાછી ખેંચી લીધા પછી સરકારી વકીલોની ગુણવત્તા નીચી આપી છે. આ અગાઉ આ સરકાર વકીલોની નિમણૂક કરતા પહેલાં વડી અદાલતોના મુખ્ય ન્યાયાધીશ સાથે  મસલત કરવાની સત્તા આપવામાં આવી હતી. જો કે આ સત્તા શા માટે પાછી ખેંચી લેવાઈ તે અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી