Last Updated:19 ડિસેમ્બર 2011

IAS દંપતીનું શેરબજારમાં રૃા. ૩૦૦ કરોડનું જંગી રોકાણ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 31 જુલાઇ 2010
મ.પ્રદેશમાં સસ્પેન્ડ કરાયેલા

(પી.ટી.આઇ.)    ભોપાલ,
થોડા મહિનાઓ પહેલાં જ ભ્રષ્ટાચારના કેસમાં પકડાયેલા આઇ.એ.એસ. દંપતીની અમર્યાદ સંપતી અંગે ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી રહી છે. આવકવેરા વિભાગના જણાવ્યા પ્રમાણે આ દંપતી ટીનુ જોષી અને અરવિંદ જોષી-એ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન શેરબજારમાં રૃા. ૩૦૦ કરોડ જેટલી જંગી રકમનું રોકાણ કર્યું છે.
ભ્રષ્ટાચાર મારફતે મેળવેલા નાણાં છેલ્લા ત્રણ વર્ષમાં સ્ટોક માર્કેટમાં ઠાલવ્યા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જોષી દંપત્તી એસટીટીઆઇ કેપિટલ માર્કેટ લી. નામની કંપની દ્વારા પોતાનો આ 'વહીવટ' ચલાવતા હતા. આ અગાઉ ફેબુ્રઆરી મહિનામાં આવકવેરા વિભાગે દંપતીના મકાનો પર દરોડા પાડયા હતા અને તે સમયે ઘરમાંથી રૃા. ૩ કરોડ જેટલી રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન આઇએએસ દંપતીના ઘરેથી રોકડ ઉપરાંત કરોડોની કિંમતના ઘરેણા પણ મળી આવ્યા હતા. આવકવેરા વિભાગની તપાસમાં જોષી દંપતીના બેંક ખાતામાં પણ કરોડોની રકમ હોવાનું બહાર આવ્યું હતું. અમર્યાદ સંપતીના કેસમાં આ બન્ને અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે ટીનુ જોષી મહિલા અને બાળ વિકાસ વિભાગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી હતા જ્યારે તેમના પતિ અરવિંદ જોષી જેલ અને સંસદીય બાબતોના વિભાગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી