Last Updated:19 ડિસેમ્બર 2011

કોમનવેલ્થ ગેમ્સને ૧૦૦ કરોડનું ડોનેશન આપવા BCCIનો ઇનકાર છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 31 જુલાઇ 2010
(પી.ટી.આઇ.)    મુંબઈ,
વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખરડાયેલી કોમનવેલ્થ ગેમ્સને રૃા. ૧૦૦ કરોડનું દાન આપવાનો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)  દ્વારા સ્પષ્ટ ઇનકાર કરાયો છે. કારોબારી સમિતિની બેઠક પછી BCCI એ જણાવ્યું કે, કોમનવેલ્થ ગેમ્સની આયોજક કમિટીને નાણાંકીય મદદ તે આપી નહિ શકે. ગેમ્સના લીડ પાર્ટનર બનવા BCCI ને વિનંતી કરાઈ હતી.

બાંધકામમાં વિલંબ તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખરડાયેલી ગેમ્સ માટે વધુ એક માઠા સમાચાર

ઓક્ટોબર ૩થી ૧૪ દરમિયાન યોજાનારા રમતોત્સવની યોજના અગાઉ બાંધકામોમાં વિલંબ અને હવે ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખરડાયેલી છે. બીસીસીઆઇના સેક્રેટરી એન. શ્રીનિવાસને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બોર્ડની કારોબારી સમિતિએ કોમનવેલ્થ ગેમ્સ માટે રૃા. ૧૦૦ કરોડના દાન સાથે લીડ પાર્ટનર બનવાની વિનંતી સાથે સંમત થવાની પોતાની અસમર્થતા દર્શાવી છે. આ નાણાંકીય સહાય બોર્ડ આપી શકશે નહિ. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ICC ના ઉપપ્રમુખપદ માટે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ચેરમેન એલાન ઇઝાકની ઉમેદવારીને ટેકો આપવાનો પણ નિર્ણય લીધો હતો. આફ્રો- એશિયન બ્લોક દ્વારા ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન જ્હોન હોવાર્ડની ઉમેદવારીને ફગાવી દેવાયા પછી ઇઝાકનું નામ આવ્યું હતું.

અન્ય મુદ્દાઓ અંગે બીસીસીઆઇએ જણાવ્યું હતું કે, વર્લ્ડ એન્ટિડોપિંગ એજન્સીની વિવાદાસ્પદ 'વ્હેરએબાઉટ્સ' જોગવાઈ બાબતે મડાગાંઠનો ઉકેલ લાવી દેવાયો છે. ભારતીય બોર્ડે એન્ટિડોપિંગ અધિકારી તરીકે હોકીના દંતકથારૃપ ખેલાડી વેઇસ પેસની નિમણૂક કરવાની દરખાસ્તને બહાલી આપી હતી. ભૂતપૂર્વ ઓલિમ્પિક ખેલાડીની નિયુક્તિ અંગેના ધોરણો ઘડાઈ રહ્યા છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની વિનંતી અનુસાર રૃા. ૨૫ કરોડની ગ્રાન્ટ સામે બાકીના ૧૨.૫ કરોડ નહિ ચૂકવવાનો પણ બોર્ડે નિર્ણય લીધો હતો. કારણ કે આવકવેરા વિભાગ દ્વારા બોર્ડને હવે કોઈ છૂટછાટ અપાતી નથી. બેઠકમાં આગામી ક્રિકેટ કાર્યક્રમોના ટેલિવિઝન અધિકારો બાબતે પણ ચર્ચા હાથ ધરાઈ હતી, જે અંગે નિમ્બસ સાથે વાટાઘાટો ચાલે છે. બોર્ડે સ્ટેડિયમોના નવીનીકરણ માટે મુંબઈ ક્રિકેટ એસોસીએશને રૃા. ૨૦ કરોડ અને તમિલનાડુ ક્રિકેટ એસોસીએશનને રૃા. ૨૫ કરોડની એડવાન્સ ગ્રાન્ટ આપવાનો નિર્ણય લીધો હતો.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી