|
બ્રિટનમાં ભારતીય યુવકની ચાકુના ઘા મારીને હત્યા |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 31 જુલાઇ 2010 |
|
(પીટીઆઈ) લંડન,
ઈસ્ટ મીડલેન્ડસમાં થયેલા સ્ટેબીંગમાં ઇજાગ્રસ્ત થયેલા ભારતીય મૂળના એક
યુવકનું આજે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેને ચાકુ મારનાર બે પુરૃષો
સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
હુમલો કરનારા બે બ્રિટિશ નાગરિકોની ધરપકડ ઃ ખૂનના હેતુ અંગે રહસ્ય
નીતુ બાબુદાસ (૨૩)ના પિતા ઈસ્ટ મીડલેન્ડસમાં ટેક્સી ડ્રાઈવર છે. છવ્વીસમી જુલાઈના દિવસે વહેલી સવારે ૨.૪૫ કલાકે ચાકુના ઘા સાથે તેને લાઊબરોની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. પણ તેને બચાવી શકાયો ન હતો. એન્ડ્રુ સ્મિથ (૩૮) અને એલેન પેન્ડેરી (૪૫) નામના બે પુરુષો પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમને શુક્રવારે મેજીસ્ટ્રેટની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતાં. તેમને રીમાન્ડ પર કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.
લેસ્ટર ખાતેની લેસ્ટર ક્રાઉન કોર્ટમાં તેમની સુનાવણી ચાલશે. નીતુ બાબુ દાસના મૃત્યુને કારણે લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. દાસના માતાપિતા જન્ટુ અને રીનાએ કહ્યું, ''નીતુ લાડકો પુત્ર હતો. હાલની ઘડી અમારે માટે કપરી છે અને આવા સમયે અમને હુંફ આપનારાઓનો હું આભાર માનું છું.''
|