|
મરે અને ક્યુરી લોસ એંજલસ ટુર્નામેન્ટની સેમિ ફાઇનલમાં |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 31 જુલાઇ 2010 |
ટોપ સીડ મરેએ ફાલાને ૭-૬, ૬-૧થી હરાવ્યો
લોસ એંજલસ,
બ્રિટનના એન્ડી મરે અને અમેરિકાના સેમ ક્યુરીએ લોસ એંજલસ એટીપી
ટુર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ટુર્નામેન્ટના ટોપ સીડ
અને બ્રિટનના નંબર વન ખેલાડી મરેએ બે બ્રેક પોઇન્ટ બચાવતા કોલંબિયાના ફાલા
સામે ૭-૬, ૬-૧થી હરાવ્યો હતો. હવે સેમિ ફાઇનલમાં તેનો મુકાબલો સ્પેનના
લોપેઝ સામે થશે.
ટીપ્સેરોવિચે સાયપ્રસના બૈઘડાટિસને હરાવ્યો
લોપેઝે હાઇપ્રોફાઇલ ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાના જેમ્સ બ્લેક સામે ૩-૬, ૭-૬, ૬-૪થી વિજય મેળવ્યો હતો. બીજો સીડ ધરાવતા અને ગત વર્ષના ચેમ્પિયન સેમ ક્યુરીએ પણ જર્મનીના વેટરન ખેલાડી શટલરને ભારે સંઘર્ષ બાદ ૬-૨, ૩-૬, ૭-૬થી પરાજીત કરતાં આગેકૂચ કરી હતી. અમેરિકન ખેલાડી ક્યુરી મેચ દરમિયાન પોતાની રમતથી ભારે નારાજ જણાતો હતો અને તેણે ગુસ્સામાં આવી જઇને બે વખત ટેનિસ રેકેટ પણ તોડી નાંખ્યા હતા.
હવે સેમ ક્યુરીનો સામનો છઠ્ઠો સીડ ધરાવતા સર્બિયાના ટીપ્સેરોવિચ સામે થશે. ટીપ્સેરોવિચે અપસેટ સર્જતાં સાયપ્રસના બૈઘડાટિસ સામે ૬-૩, ૭-૫થી વિજય મેળવ્યો હતો. સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યા બાદ મરેએ કહ્યું કે, આજની મેચ મુશ્કેલ હતી. છેલ્લા કેટલાક સમયથી ફાલાની રમતમાં ઘણો સુધારો આવ્યો છે. બ્રિટનના એન્ડી મરેએ એક કલાક અને ૩૭ મિનિટના મુકાબલામાં વિજય મેલવ્યો હતો. ટેનિસની સિઝનમાં હવે વર્ષની ચોથી અને આખરી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયશીપ યુએસ ઓપન હાર્ડકોર્ટ પર રમાવાની છે, જેની તૈયારીના ભાગ રૃપે હવે હાર્ડકોટ સિઝનની ટુર્નામેન્ટ શરૃ થઇ છે. વર્લ્ડ નંબર વન નડાલ, સ્ટાર ખેલાડી ફેડરર સહિતના ખેલાડીઓ પણ હવે ટુંક સમયમાં જ હાર્ડકોર્ટ સિઝનની ટુર્નામેન્ટમાં રમવાનું શરૃ કરશે.
|