|
પ્લીઝ, મારી ઊંમર વિશે કોમેન્ટ કરવાનું બંધ કરો |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 31 જુલાઇ 2010 |
તેંડુલકરે કારકિર્દી લંબાવવાનો સંકેત આપ્યો
કોલંબો,
ટેસ્ટ ક્રિકેટમાં ૪૮મી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ મળીને ૯૪ સદી પુરી
કરવાની અનોખી સિધ્ધિ મેળવ્યા બાદ તેંડુલકર હજુ પણ તના આગામી લક્ષ્ય તરફ
મીટ માંડી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી જોરદાર ફોર્મ દર્શાવનારા
તેંડુલકરે તેના ટીકાકારો પર નિશાન સાધતા કહ્યું કે, મહેરબાની કરીને હવે
મારી ઊંમર વિશે કોઇએ કોમેન્ટ કરવી જોઇએ નહીં. મારી ફિટનેસ અને ફોર્મ પહેલા
જેવા જ છે.
ત્રેવડી સદી ફટકારવાની મને કોઇ ઊતાવળ નથી
તેંડુલકરની આ કોમેન્ટ દર્શાવે છે કે તેંડુલકર હજુ પણ તેની કારકિર્દીને લંબાવવા માંગે છે. કેટલાક ટીકાકારો તેંડુલકરની ઊંમરનું કારણ આગળ ધરીને તેને નિવૃત્તિ લઇ લેવી જોઇએ તેવો ઇશારો કરતાં રહેતા હોય છે. જો કે શ્રીલંકા સામેની ક્લાસિક બેવડી સદી ફટકારી તેંડુલકરે તેનું ફોર્મ અને ફિટનેસની સાબિતી આપી દીધી છે.
ટેસ્ટ અને વન ડેમાં સૌથી વધુ રન અને સદી સહિતના અનેક રેકોર્ડ ધરાવતા તેંડુલકરને હજુ તેની કારકિર્દીની પ્રથમ ત્રેવડી સદીની તલાશ છે. જોકે કારકિર્દીની પ્રથમ ત્રેવડી સદી નોંધાવવાની તેને કોઇ ઉતાવળ નથી. તેંડુલકરે કહ્યું કે, મેં કરેલા રનને હું ક્યારેય ગણતો નથી. હું માત્ર બેટિંગની મજા માણવા જ રમું છું. જ્યારે ત્રેવડી સદી પુરી થવી હશે ત્યારે થશે. મને કોઇ ઉતાવળ નથી.
કોલંબોમાં ફટકારેલી કારકિર્દીની પાંચમી બેવડી સદી અંગે તેંડુલકરે કહ્યું કે, અહીં ધીરજથી રમવું ખુબ જ જરૃરી છે. આ મહત્વની ઇનિંગ છે. આ પ્રકારની પીચ પર જબરદસ્ત શોટ ફટકારવાની લાલચ પર કાબુ રાખવો મુશ્કેલ હોય છે. મેં મારા પર નિયંત્રણ રાખ્યું અને એટલે હું બેવડી સદી ફટકારી શક્યો. હું જ્યારે બેટીંગમાં ઊતર્યો ત્યારે અમારી ટીમ મુશ્કેલીમાં હતી અમારે મોટી ભાગીદારી કરવાની જરૃર હતી અને સમય પસાર કરવાનો હતો.
|