|
ચાંદીના ભાવો રૃ.૩૮૫ ઉછળતાં રૃ.૨૯ હજારની સપાટી કૂદાવાઈ |
|
|
|
કોમોડિટીઝ્
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 31 જુલાઇ 2010 |
સોનાના બિસ્કીટ રૃ.૧૨૦૦ વધ્યાઃ વિશ્વબજારમાં સોનાના
ભાવોમાં દસ ડોલરનો ચમકારો
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે ચાંદીમાં આંચકા પચાવી ભાવો કિલોના રૃ.૩૮૫
ઉછળી રૃ.૨૯ હજારની સપાટી પાર કરી ગયા હતા સામે સોનામાં સુધારો આગળ વધતાં
ભાવો ૧૦ ગ્રામદીઠ રૃ.૧૦૦થી ૧૦૫ વધ્યા હતા. ચાંદીના ભાવો ૯૯૯ના રૃ.૨૮૮૨૫
વાળા રૃ.૨૯૨૧૦ રહ્યા હતા જ્યારે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૧૭૭૭૦ વાળા
રૃ.૧૭૮૭૦ અને ૯૯.૯૦ના રૃ.૧૭૮૬૦ વાળા રૃ.૧૭૯૬૫ બંધ રહ્યા હતા. વિશ્વબજારમાં
આજે સોનાના ભાવો ૧૧૬૯થી ૧૧૭૦ વાળા વધીને ૧૧૮૧.૫૦ ડોલર તથા ચાંદીના ભાવો
૧૭.૬૬ વાળા ઉછળીને ૧૮.૦૦ ડોલર રહ્યાના સમાચારો હતા.
વિશ્વબજાર વધી આવતાં અને ઘરઆંગણે આવકો ધીમી પડતાં કિંમતી ધાતૂઓમાં નીચા ભાવોએ નવી વેચવાલી અટકી હતી. જોકે વરસાદી માહોલ વચ્ચે આજે બજારમાં નવી માંગ પણ ધીમી રહેતાં કામકાજો છૂટાછવાયા રહ્યા હતા. ચાંદીના ભાવો છેલ્લે રૃ.૨૯૧૭૫થી ૨૯૨૦૦ અને કેશમાં રૃ.૨૮૯૭૫થી ૨૯૦૦૦ રહ્યા હતા. દરમિયાન, સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવો જે શુક્રવારે મોડી સાંજે ઘટીને રૃ.૨૦૯૦૦૦ રહ્યા હતા તે આજે ઉછળી રૃ.૨૧૦૨૦૦ રહ્યા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના છેલ્લે ૯૯.૫૦ના રૃ.૧૭૯૦૦ અને ૯૯.૯૦ના રૃ.૧૮૦૦૦ રહ્યા હતા.
રૃમાં મિલોની સક્રિયતા વચ્ચે મજબૂતાઈઃ ન્યુયોર્ક વાયદામાં પણ ઉછાળો
મુંબઈ રૃ બજારમાં આજે ભાવોમાં મજબૂતાઈ ચાલુ રહી હતી. વિવિધ મથકોએ મિલોની ખરીદી જળવાઈ રહી હતી. વિશ્વબજારના સમાચારો તેજી બતાવતા હતા પરંતુ ઘરઆંગણે સ્પોટ પર નિકાસકારોની નવી ખરીદી પાંખી રહ્યાના સમાચારો હતા. સ્પોટ પર આજે ભાવો ગુજરાત સંકર-ચારના રૃ.૨૯૭૦૦થી ૩૦૦૦૦ રહ્યા હતા જ્યારે ગુજરાત કલ્યાણના ભાવો રૃ.૨૦૦૦૦થી ૨૧૦૦૦ રહ્યા હતા. મહારાષ્ટ્ર અને એમ.પી. બાજુ ભાવો રૃ.૨૯૫૦૦થી ૨૯૭૦૦ અને ઉંચામાં રૃ.૩૦૦૦૦ રહ્યા હતા. નોર્થ બાજુ નરમાના ભાવો મણના રાજસ્થાન બાજુ રૃ.૨૯૪૦થી ૩૧૦૦, હરિયાણા બાજુ રૃ.૩૧૦૦થી ૩૧૩૦ તથા પંજાબ બાજુ રૃ.૩૧૩૦થી ૩૨૦૦ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, ન્યૂયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો આજે ૧૬૮, ૧૮૫, ૧૦૮ તથા ૧૦૦ પોઈન્ટનો ઉછાળો દર્શાવી રહ્યા હતા.
ખાંડના ભાવો વધૂ તૂટતાં નાકા ડિલીવરી નીચામાં રૃ.૨૫૦૦ બોલાઈ ગઈ
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો. ઘટતા ભાવોએ નવી માંગ ધીમી રહી હતી. મિલોના સમાચારો નરમાઈ બતાવી રહ્યા હતા. ભાવો હાજરમાં આજે કિવ.દીઠ વધૂ રૃ.૨૦થી ૨૫ ઘટયા હતા જ્યારે નાકા ડિલીવરીના ભાવો રૃ.૪૦થી ૬૦ ઘટયા હતા. હાજરમાં ભાવો રૃ.૨૫૫૦થી ૨૬૨૫ અને સારાના રૃ.૨૫૯૦થી ૨૬૭૫ રહ્યા હતા જ્યારે નાકાના ભાવો રૃ.૨૫૦૦થી ૨૫૩૦ અને સારાના રૃ.૨૫૩૦થી ૨૫૮૦ રહ્યા હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૨૫૧૦થી ૨૫૩૦ તથા સારાના રૃ.૨૫૩૫થી ૨૬૦૦ રહ્યા હતા અને મિલો પર ભાવો છેલ્લે નાકાના ભાવોથી રૃ.૭૫ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા.
એરંડા વાયદા તથા સોયાતેલ વાયદામાં સામસામા રાહઃ સિંગતેલના ભાવો તૂટવા માંડયા
મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવોમાં નરમ હવામાન ચાલુ રહ્યું હતું. મથકોએ સારો વરસાદ થતાં ગુજરાત- સૌરાષ્ટ્ર બાજુ એરંડામાં સ્ટોકના માલો હવે બજારમાં આવતા થતાં આજે એરંડાની આવકો ત્યાં વધીને ૩૦ હજાર ગુણી આવ્યાની ચર્ચા હતી. મુંબઈમાં આજે એરંડા ઓગસ્ટના ભાવો રૃ.૩૬૫૯ વાળા રૃ.૩૬૬૩ ખુલી ઉંચામાં રૃ.૩૬૬૮ રહ્યા પછી રૃ.૩૬૫૦ રહી રૃ.૩૬૫૫ બંધ રહ્યા હતા. ૪૦ ટનના વેપારો થયા હતા જે શુક્રવારે ૬૦ ટનના થયા હતા. દરમિયાન, મુંબઈ એરંડા ઓક્ટોબરના ભાવો રૃ.૩૭૫૫ વાળા રૃ.૩૭૫૫ ખુલી રૃ.૩૭૬૦ રહ્યા પછી રૃ.૩૬૪૫ રહી રૃ.૩૬૫૦ બંધ રહ્યા હતા. ૪૦ ટનના વેપારો થયા હતા અને મથકો પાછળ મુંબઈ એરંડા વાયદામાં આજે માનસ ઉછાળે વેંચવાનું રહ્યું હતું. દરમિયાન, મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૩૭૨૦ વાળા રૃ.૩૭૧૫ રહ્યા હતા જ્યારે દિવેલના ભાવો રૃ.૧થી ૩ ઘટી અનુક્રમે કોમર્શિયલના રૃ.૭૭૩, બીએસએસના રૃ.૭૮૩ તથા એફએસજી કંડલાના રૃ.૭૭૫ રહ્યા હતા. ગુજરાત- સૌરાષ્ટ્ર બાજુ એરંડાના હાજર ભાવો આજે રૃ.૭૧૪થી ૭૧૫ વાળા રૃ.૭૧૩થી ૭૧૪ રહ્ય હતા. હૈદ્રાબાદ બાજુ ૨૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો રૃ.૩૨૦૦ અને દિવેલના રૃ.૭૪૦ રહ્યાના સમાચારો હતા. ઈન્દોર બાજુ જોકે સોયાતેલ વાયદો રૃ.૪૮૩.૫૦ વાળો આજે ઉંચામાં રૃ.૪૯૦.૫૦ થઈ છેલ્લે રૃ.૪૮૯.૪૦ આસપાસ બોલાઈ રહ્યાના સમાચારો હતા. વિશ્વબજારના સમાચારો પ્રોત્સાહક હતા. મુંબઈમાં આજે સોયાતેલના હાજરભાવો રિફાઈન્ડના રૃ.૪૬૮ વાળા રૃ.૪૭૨ રહ્યા હતા જ્યારે પામતેલના ભાવો રૃ.૪૪૦ વાળા રૃ.૪૪૨ રહ્યા હતા.
કપાસિયા તેલના ભાવો રૃ.૪૮૭ વાળા રૃ.૪૯૦ રહ્યા હતા. સિંગતેલના ભાવો રૃ.૮૬૦ વાળા રૃ.૮૫૦ રહ્યા હતા સામે રાજકોટ બાજુ ભાવો રૃ.૮૭૦ વાળા રૃ.૮૫૫ અને ૧૫ કિલોના ભાવો રૃ.૧૩૪૦ વાળા રૃ.૧૩૨૦ રહ્યાના સમાચારો હતા. સિંગદાણામાં મથકોએ નવી નિકાસમાંગ ધીમી પડતાં તથા સરકારી એજન્સીઓ (દક્ષિણ તરફ) વેંચવા આવતાં દાણાના ભાવો ઘટાડા પર રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, મુંબઈમાં આજે સનફલાવરના ભાવો રૃ.૪૬૦ તથા રિફાઈન્ડના ભાવો રૃ.૫૨૦ના મથાળે ટકેલા રહ્યા હતા જ્યારે કોપરેલના ભાવો રૃ.૫૬૫ આસપાસ અથડાતા રહ્યા હતા. ખોળબજારમાં પણ વધઘટ સંકડાઈ ગઈ હતી. શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૫૬ પોઈન્ટ વધ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે પામતેલમાં ૭૦૦થી ૮૦૦ ટનના વેપારો થયા હતા અને બજાર ભાવો છેલ્લે પામતેલના રૃ.૪૩૮, સીપીઓના રૃ.૪૦૦, સોયાતેલ ડિગમના રૃ.૪૪૨, રિફાઈન્ડના રૃ.૪૭૨ રહ્યા હતા. મસ્ટર્ડ છેલ્લે રૃ.૪૪૮ અને સનફલાવર રૃ.૪૬૫ તથા રિફાઈન્ડના રૃ.૫૧૫ રહ્યું હતું. રાજકોટ કોટન વોશ્ડ છેલ્લે રૃ.૪૭૫થી ૪૮૦ રહ્યું હતું. જ્યારે ઈન્દોર બાજુ સોયાતેલના છેલ્લે રૃ.૪૩૬થી ૪૪૦ અને રિફાઈન્ડના રૃ.૪૫૮થી રૃ.૪૬૦ રહ્યા હતા. સોયાસીડની આવકો આજે ત્યાં ૬૦ હજાર ગુણી આવી હતી અને સીડના ભાવો રૃ.૧૯૪૦થી ૧૯૮૦ રહ્યા હતા. મુંબઈમાં માલની અછત જોતાં આગામી સપ્તાહમાં વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવોમાં તેજીનું હવામાન ચાલુ રહેવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. સિંગદાણામાં મથકોએ છેલ્લે નવી વેચવાલી ઘટાડે અટકી રહ્યાના નિર્દેશો હતા.
નિકલમાં રૃ.૧૫૦૦નો ઉછાળોઃ હિન્દુસ્તાન ઝીંકે જસત અને સીસાના ભાવો વધાર્યા
મુંબઈ ધાતૂ બજારમાં આજે કોપર, ટીન, નિકલ તથા જસતના ભાવોમાં તેજી ચાલુ રહી હતી જ્યારે એલ્યુમિનિયમ અને સીસાના ભાવો ટકેલા રહ્યા હતા. હિન્દુસ્તાન ઝીંકે આજે જસતના ભાવો ટનના રૃ.૨૯૦૦ અને સીસાના ભાવો રૃ.૨૭૦૦ વધાર્યાના સમાચારો હતા. કેડમિયમના ભાવો ફેરફાર વિનાના રાખવામાં આવ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે કિવ.ના ભાવો જસતના રૃ.૩૦૦ વધી રૃ.૧૧૯૦૦ રહ્યા હતા જ્યારે સીસાના ભાવો રૃ.૧૦૮૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા. કોપર વાયર બારના ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૪૦૬૦૦ રહ્યા હતા જ્યારે કોપર સ્ક્રેપ અને બ્રાસ સ્ક્રેપના ભાવો જાતવાર રૃ.૧૦૦થી ૫૦૦ વધ્યા હતા. ટીનના ભાવો રૃ.૫૦૦ વધી રૃ.૧૦૨૫૦૦ અને નિકલના ભાવો રૃ.૧૫૦૦ વધી રૃ.૧૦૮૫૦૦ રહ્યા હતા.
એમસીએક્સ પર વિવિધ કોમોડિટીઝના વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિત
એમસીએક્સે વિવિધ ધાતુઓના ૩૦ જુલાઈના રોજ પાકેલા વાયદાના કોન્ટ્રેક્ટસના પાકતી તારીખના ભાવોની જાહેરાત કરી હતી અને તે હેઠળ કિલોદીઠ એલ્યુમિનિયમના ભાવ રૃ.૯૮.૮૦, સીસું અને સીસું-મિનીના રૃ.૯૫.૮૦, નિકલના રૃ.૯૫૫.૧૦, ટિનના રૃ.૯૦૮.૨૫, જસત તથા જસત-મિનીના રૃ.૯૧.૭૦ નિર્ધારિત કર્યા હતા. આ ઉપરાંત એક્સચેન્જે એલ્યુમિનિયમ, સીસું, સીસુ-મિની, નિકલ, ટિન, જસત અને જસત-મિનીમાં ઓક્ટોબર-૨૦૧૦ ઉપરાંત આયાતી થર્મલ કોલમાં સપ્ટેમ્બર-૨૦૧૦ના નવા કોન્ટ્રેક્ટ વાયદાનાં કામકાજ માટે આજથી ખૂલ્લાં મૂક્યાં હતાં.
|