Last Updated:19 ડિસેમ્બર 2011

સોહરાબ કેસ ગુજરાત બહાર ખસેડોઃ CBI છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 30 જુલાઇ 2010
બનાવટી એન્કાઉન્ટરમાં ટોચના પોલીસ અધિકારીઓની સંડોવણીના પુરાવા સુપ્રીમમાં રજૂ

(પીટીઆઇ)    નવી દિલ્હી,
સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ છેલ્લા છ મહિનાની તપાસનો અહેવાલ આજે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો. તપાસ એજન્સીએ ગુજરાતમાં મુક્ત અને નિષ્પક્ષ ટ્રાયલ સામે શંકા દર્શાવતા કેસ રાજ્ય બહાર ખસેડવા જણાવ્યું હતું. સીબીઆઇએ જણાવ્યું હતું કે એવું માનવા પાછળ મજબુત કારણો છે કે વગદાર રાજકારણીઓ અને અધિકારીઓ કેસને આડે પાટે ચઢાવવા શક્ય તમામ પ્રયાસો કરી શકે એમ છે. સીલબંધ અહેવાલમાં સીબીઆઇએ અમિત શાહની ધરપકડ સુધીની તમામ વિગતો રજૂ કરી હતી. અહેવાલમાં નરેન્દ્ર મોદીનો સીધો ઉલ્લેખ નથી પણ સાથે જોડવામાં આવેલા ઇન્ટર્નલ મેમોમાં પી.સી.પાંડે સાથે મોદીનો સંદર્ભ આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં મુકત અને નિષ્પક્ષ ટ્રાયલ અંગે શંકાઃ અહેવાલ સાથેના ઇન્ટરનલ મેમોમાં મોદી અને પી.સી. પાન્ડેનાં નામોનો ઉલ્લેખ

ગુજરાતમાં મુક્ત અને નિષ્પક્ષ તપાસ માટે 'સાનૂકુળ વાતાવરણ'નો અભાવ હોવાનું જણાવતા સીબીઆઇએ કેસ રાજ્યની બહાર ખસેડવા વિનંતી કરી હતી. સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટમાં કેસના સંદર્ભમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સીધો ઉલ્લેખ કર્યો નથી, પણ પરિશિષ્ટમાં જોડેલા 'ઇન્ટર્નલ મેમો'માં તપાસ એજન્સીએ મોદી તથા રાજ્યના તત્કાલીન ડીજીપી પી.સી.પાંડેનો સંદર્ભ આપ્યો છે, તેથી સોહરાબુદ્દીન કેસમાં નરેન્દ્ર મોદીની પણ પૂછપરછ કરવામાં આવશે એવી શક્યતા પ્રબળ બની છે. સીબીઆઇએ પૂછપરછ માટે પાંડેને સમન્સ પાઠવ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઇ દ્વારા રજૂ કરવામાં આવેલી એફીડેવીટ સહિતના અન્ય દસ્તાવેજોના સાથે ઇન્ટર્નલ મેમો છે.

સીબીઆઇએ જણાવ્યું હતું કે એવું માનવા પાછળ મજબુત કારણો છે કે વગદાર રાજકારણીઓ અને અધિકારીઓ કેસમાં અવરોધ પેદા કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે. જ્યુડિશ્યલ કસ્ટડીમાં રાખવામાં આવેલા અમિત શાહની પૂછપરછ કરનાર મુખ્ય તપાસ અધિકારી અમિતાભ ઠાકુરે સ્ટેટસ રિપોર્ટ તથા એફીડેટીટ રજૂ કરી હતી. આ સાથે સીબીઆઇએ તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસની તપાસ માટે વધુ મુદ્તની માગણી કરી હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગત ૧૨મી જાન્યુઆરીએ સોહરાબુદ્દીન કેસની તપાસ સીબીઆઇને સોંપી હતી તથા ૩૧મી જુલાઇ સુધીમાં તપાસનો અહેવાલ સોંપવા જણાવ્યું હતું. ગીતા જૌહરીના વડપણ હેઠળની ગુજરાત પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની તપાસ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરતા સુપ્રીમે સીબાીઆઇને તપાસ સોંપી હતી. એક વખત ચાર્જશીટ રજૂ થઇ ગયા પછી તપાસ અન્ય એજન્સીને સોંપી શકાય નહિ એવી ગુજરાત સરકારની દલીલ સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી.

સુપ્રીમ સમક્ષ CBIની 5 માગણી


સોહરાબુદ્દીન કેસ ગુજરાત બહાર ખસેડો

ગુજરાતમાં કેસની ટ્રાયલ નિષ્પક્ષપણે ચાલી શકે એમ નહિ હોવાનો મત વ્યક્ત કરતા સીબીઆઇએ તત્કાળ કેસ રાજ્ય બહાર ખસેડવાની માગણી કરી છે. સુપ્રીમમાં સીબીઆઇએ રજૂ કરેલા અહેવાલમાં જણાવાયું છે કે વરિષ્ઠ રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓઓ કેસને અસર પહોંચાડી શકે એમ હોવાથી તથા વધુ તપાસ માટે સાનૂકુળ વાતાવરણ મળે એ હેતુસર કેસ અન્યત્ર ખસેડવો જરૃરી છે.


તપાસ માટે વધુ મુદ્દતની માગણી
સોહરાબુદ્દીનની હત્યા કેસની તપાસ માટે સીબીઆઇએ વધુ ત્રણ મહિનાનો સમય માગ્યો છે, અહેવાલમાં સીબીઆઇએ તપાસ ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અમિત શાહથી પણ આગળ જઇ શકે એમ હોવાનું જણાવી વધુ મુદ્દત માગી છે. તપાસ એજન્સીનું માનવું છે કે ગીતા જૌહરી, પાંડે અને માથુર જેવા પોલીસ અધિકારીઓ આ કેસમાં અમિત શાહથી આગળની રાજકીય ભૂમિકા પર પ્રકાશ ફેંકી શકશે.


તપાસનો દોર રાજસ્થાન સુધી લંબાવવો
સોહરાબુદ્દીનના એન્કાઉન્ટરના કાવતરામાં ગુજરાત અને રાજસ્થાનના રાજકીય નેતાઓ સામેલ હોવાનું સીબીઆઇનું માનવું છે. વધુમાં તુલસી પ્રજાપતિને રાજસ્થાનમાંથી ઉઠાવવામાં આવ્યો હોવાથી રાજ્યના નેતાઓ પણ સીબીઆઇના સ્કેનર હેઠળ છે, ખાસ કરીને તુલસી કેસમાં રાજસ્થાનના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન ગુલાબચંદ કટારિયા તથા માર્બલના વેપારીઓની પૂછપરછ માટે સીબીઆઇની તપાસ રાજસ્થાન સુધી લંબાશે.


તુલસી એન્કાઉન્ટર કેસમાં તપાસ
તપાસ એજન્સીએ સોહરાબુદ્દીનની હત્યાના સાક્ષી તુલસી પ્રજાપતિના નકલી એન્કાઉન્ટરની તપાસ કરવાની પણ ઇચ્છા વ્યક્ત કરી છે. સોહરાૂબુદ્દીન અને કૌસરને બસમાંથી ઉતારીને લઇ જવાયા ત્યારે તુલસી પણ તેમની સાથે હતો તેથી સીબીઆઇના મતે સોહરાબુદ્દીન અને તુલસીના એન્કાઉન્ટરની ઘટનાને જુદી પાડી શકાય નહિ તથા બન્નેની હત્યા એક જ કાવતરાના ભાગરૃપ થઇ હતી.


ભમ્ૈંના રડારમાં હવે કોણ ?
તપાસ એજન્સીના સ્કેનર હેઠળ હવે ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી પી.પી.પાંડે, વરિષ્ઠ પોલીસ અધિકારી ગીતા જૌહરી અને જેમના સુપરવિઝન હેઠળ સોહરાબુદ્દીન કેસની તપાસ કરવામાં આવી હતી એ સીઆઇડી ક્રાઇમના તત્કાલીન વડા ઓ.પી.માથુર આવશે એવી શક્યતા છે. આ સાથે તુલસી પ્રજાપતિના એન્કાઉન્ટરના સંદર્ભમાં રાજસ્થાનના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન ગુલાબચંદ કટારિયા પણ સીબીઆઇના સકંજામાં આવી શકે એમ છે. તુલસી સાથે જેલમાં રહેલા આઝમ ખાને પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે સોહરાબની હત્યા માટે માર્બલના વેપારીએ ગુલાબચંદ કટારિયાને રૃ.૧૦ કરોડ આપ્યા હોવાનું તુલસીએ તેને જણાવ્યું હતું.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી