|
કાશ્મીર ખીણમાં ફરી હિંસા ગોળીબારમાં ત્રણનાં મોત |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 30 જુલાઇ 2010 |
|
(પીટીઆઇ) શ્રીનગર,
કાશ્મીર ખીણમા પ્રવર્તી રહેલી તંગ પરિસ્થિતિએ વરવું રૃપ ધારણ કર્યું છે.
પથ્થરમારો કરી રહેલા ટોળાને વિખેરવા માટે સલામતી દળોએ કરેલા ગોળીબારમાં
ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે જ્યારે ૫૦થી વધુને ઇજા પહોંચી છે.
ભાગલાવાદીઓની ઉશ્કેરણીને પગલે સેંકડો લોકોએ રસ્તા પર આવી તોફાન મચાવ્યું
કાશ્મીરમાં અલગતાવાદી જૂથોએ શહેરના મુખ્ય સ્થળ મૈસુમા સુધીની રેલી કાઢવાનું એલાન કરતા તંત્રએ લોકોને રસ્તા પર ઉતરવા સામે કડક નિયંત્રણો લાદી દીધી હતા. આ જૂથો સલામતી દળોના ગોળીબારમાં યુવકોના કથિત મૃત્યુનો વિરોધ કરી રહ્યા હતા. આ ગોળીબારમાં માર્યા ગયેલા યુવકોની ઓળખ શૌકત અહમદ ચોપાન અને મોહમ્મદ અહસાન ગનાનિ તરીકે થઇ છે.
પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારની નમાઝ બાદ લોકો રસ્તાપર ઉતરી આવ્યા હતા અને તેમણે સોપોર શહેર તરફ આગળ વધતા અટકાવવા માટે સલામતી દળોએ તેમને વિખેરાઇ જવાની ચેતવણી આપી હતી. જોકે વિરોધ કરી રહ્લા લોકો અચાનક હિંસા પર ઉતરી આવ્યા હતા અને સીઆરપીએફ પર પથ્થરમારો શરૃ કરી દેતા જવાનોએ ગોળીબાર કર્યો હતો.
આ અથડામણમાં ઘવાયેલા ૫૦ લોકોમાંથી ૧૦ને ગોળી વાગવાથી ઇજા પહોંચી હતી અને તેમની હાલ સારવાર ચાલી રહી છે. જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું તબિબોનું કહેવું છે. આ અગાઉ આજે દિવસની શરૃઆતથી જ શ્રીનગરમાં તંગદિલી પ્રસરવાની શરૃઆત થઇ હતી. અને ચનાપોર ખાતે પથ્થરમારો કરી રહેલા ટોળા પર સલામતી દળોએ ગોળીબાર કરતા સ્થિતિ વણસી હતી. જોત જોતામાં અથડામણ આસપાસના રામબાગ અને બુર્ઝુલ્લા સહિતના વિસ્તારોમાં પ્રસરી ગઇ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અશ્રુવાયુના શેલ અને લાઠીચાર્જની કોઇ અસર ન જણાતા અંતે સીઆરપીએફના જવાનોએ ચેતવણી માટે ગોળીબાર કર્યો હતો. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
|