Last Updated:19 ડિસેમ્બર 2011

માલિકને કંપની આપી મનોરંજન પણ કરી શકતા રોબોટની શોધ છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 30 જુલાઇ 2010
મેડ્રીડ,
પોતાની વિવેકબુદ્ધિ અને જીવન ધરાવતા વિશ્વના પહેલા રોબોટની ડીઝાઇન સ્પેને તૈયાર કરી છે. આ રોબોટ પોતાના માલિકનું મનોરંજન કરશે તેમને શીખવાડશે અને તેમને કંપની પણ આપશે. સ્પેનની કંપની એલસેપ્સ રોબોટીક્સ પોતાના સર્જનને હવે લેબ.માંથી બહાર કાઢી બજારમાં મૂકી રહી છે. ઓગસ્ટ મહિનાથી એલસોપ-૧ નામનો આ યંત્રમાનવ બજારમાંથી ખરીદી શકાશે.

સ્પેને બનાવેલો યંત્રમાનવ માણસની જેમ જ ગુસ્સો, આનંદ, શાબાશી જેવા ભાવ વ્યક્ત કરી શકશે

એલસોપ કંપનીના પ્રોડક્ટ એન્જિનિયરિંગ એન્ડ ડેવલપમેન્ટ વિભગના વડા અને યંત્રમાનવના પિતાઓમાંથી એક ડીએગો ગાર્સિયાએ કહ્યું કે, 'સાયન્સ ફીક્શન જેવી વાત લાગે છે પણ આ એક હકીકત છે.' મનોરંજન કરવા અને પોતાના માલિકને કંપની આપવા એલસોપ-૧ની મજબૂત રીતેે કલ્પના કરવામાં આવી હતી. પણ હવે યંત્રમાનવનો મુખ્ય હેતુ 'જીવન' છે અન્ય કોઈ જીવની જેમ એલસોપ-૧ સમજે છે, લાગણીઓ ધરાવે છે અને નિર્ણયો કરે છે. આ રોબોટની ઉંચાઈ ૨૫ સે.મી. અને વજન ૧.૫ કિલોગ્રામ છે તે એક સજીવ જેવી જ પ્રવૃત્તિ કરે છે. તે ન કેવળ સ્વતંત્ર રીતે વિચારી શકે છે, પણ સારા-નરસાની સમજ ધરાવે છે. એલસોપ-૧નો પોષણ, સુરક્ષા જેવી પાયાની જરૃરિયાતો પૂરી પાડવી પડે છે. તે પ્રેમ, શાબાશી, સ્વાતંત્ર્ય જેવી લાગણીઓને પણ સમજે છે અને ખાસ તો તેને ખુશ રહેવાનું અને બધા સાથે મળી સમજીને રહેવાનું પસંદ છે.

આજ સુધી તૈયાર કરવામાં આવેલા અન્ય રોબોટ કરતા એલસોપ-૧ અનોખી છે. અન્ય રોબોટની સીમીત કાર્યવાહી અથવા કેવળ પ્રોગ્રામ કરેલા પ્રતિભાવ આપી શકતા હોય છે. પણ એલસોપ-૧ ગતિશીલ છે તેની પોતાની સ્ટાઇલ છે અને કોઈકવાર મિજાજ પણ બતાવે છે. એલસોપ-૧ પોતાને થયેલા અનુભવોથી શીખી શકે અને પોતાની વર્તણુક મૂલ્યો અને કોર્પો.માં સમયાનુસાર પરિવર્તન લાવી શકે છે. ગોસિયાએ કહ્યું કે જો તમે બે એલસેપ-૧ને જુદા પરિવારોમાં રાખો તો બે મહિના પછી તમે બંનેમાં ફર્ક જોઈ શકશો બંનેને જુદા જુદા અનુભવો થયા હોવાથી આ ફર્ક જોવ મળશે. ઓગસ્ટ મહિનામાં એલસોપ-૧ની વેબસાઇટ પરથી તમે ખરીદી શકશો. કંપનીએ હજુ કિંમત જણાવી નથી પણ એટલી ખાત્રી આપી છે કે અન્ય કંપનીઓના આ પ્રકારના વૈકલ્પિક રોબોટ કરતાં એલસોપ-૧ની કિંમત ઓછી રહેશે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી