Last Updated:19 ડિસેમ્બર 2011

પાકિસ્તાનમાં પૂર અને ભેખડો ધસી પડવાથી ૩૦૦નાં મોત છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 30 જુલાઇ 2010
(પી.ટી.આઇ.)    ઇસ્લામાબાદ/ પેશાવર,
છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનના વિભિન્ન પ્રાંતોમાં મુશળધાર વરસાદ સતત પડી રહ્યો હોવાથી ઘોડાપુર આવવાના અને ભેખડો ધસી પડવાના સંખ્યાબંધ બનાવો બન્યા હતા જેમાં લગભગ ૩૦૦ વ્યક્તિઓનું મૃત્યુ થયું છે. દેશના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં સૌથી વધુ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. છેલ્લા એંસી વર્ષોમાં પુરની પરિસ્થિતિ આટલી ખરાબ ક્યારેય જોવા મળી નથી.

ઉત્તર- પશ્ચિમ પ્રાંતમાં છેલ્લા ૮૦ વર્ષનું સૌથી પ્રચંડ પૂર સ્વાત સહિતની નદીઓ ગાંડીતૂર થતાં ૪ લાખ વિસ્થાપિત

છેલ્લા ત્રણ દિવસમાં ખૈબર- પઢતુનખવા પ્રાંતમાં ૨૯૧ વ્યક્તિઓના મૃત્યુ થયા છે આ જ પ્રાંતના ઓલન્દર ગામમાં ભેખડો ધસી પડવાના એક જ બનાવમાં ૪૯ લોકો મૃત્યુ પામ્યા હતા. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ૨૦ અને પંજાબ પ્રાંતમાં ૩૪ વ્યક્તિઓનાં મૃત્યુ થયા છે. ખૈબર- પખ્થુનક્વા, પંજાબ, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના સિંઘ અને બલોચીસ્તાનમાં આવેલા ઘોડાપુરથી રહેઠાણના વિસ્તારોમાં પાણી ફરી વળતા સેંકડો લોકો ઘાયલ થયા હતા અને સંખ્યાબંધ લોકો ગુમ થયા હતા. સેંકડો ઘર, પુલ, રસ્તાઓ ધોવાઈ ગયા હતા. ૧૯૨૯ના વર્ષ પછી ખૈબરપખ્થુનકવામાં પહેલીવાર આટલું વિનાશક પૂર આવ્યું કે ૧૯૨૯માં અહીંની સ્વાટ નદીમાં ૧૭૦,૦૦૦ ક્યુસેક પાણી નોંધાયું હતું. જે આ વખતે ૨૫૦,૦૦ ક્યુસેક પાણી નોંધાયું હતું જે આ વખતે ૨૫૦,૦૦૦ જેટલું હતું.

ઉત્તર પશ્ચિમી ક્ષેત્રમાં પેશાવર, સ્વાટ, ચારસદદા અને નૌશેરામાં સૌથી વધુ તારાજી થઈ હતી પ્રાંતના માહિતી ખાતાના પ્રધાન મિયા ઇફ્તીખાર હુસેને કહ્યું કે લગભગ ૪૦૦,૦૦૦ લોકો બેઘર થઈ ગયા છે. ઉત્તર પશ્ચિમી પ્રાંતના સંખ્યાબંધ શહેરોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું અને મકાનો તૂટી પડયા હતા. ઘરમાં પુરના પાણી પ્રવેશી જતાં લોકો હાથમાં જે આવ્યું તે લઈને સલામત સ્થળે ભાગી રહ્યા હતા. ઘૂંટણસમાન પાણીમાં યુવાનો પોતાના વડીલોને ઉંચકીને સલામત સ્થળે લઈ જતા હતા. પલંગ અને ટાયરોમાંથી તરાપા બનાવી લોકો બચવાના પ્રયત્નો કરતા હતા. ઘરના છાપરા પર અથવા મસ્જિદના મિનારા પર લોકોએ આશ્રય લીધો હતો.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી