Last Updated:19 ડિસેમ્બર 2011

મોંઘવારી મુદ્દે ચોથા દિવસે પણ સંસદની કાર્યવાહી ઠપ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 30 જુલાઇ 2010
(પીટીઆઇ)    નવી દિલ્હી,
મોંઘવારી મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચેની મડાગાંઠ વણઉકેલાયેલી રહેતા સતત ચોથા દિવસે પણ સંસદના બન્ને ગૃહની કામગીરી ઠપ રહી હતી. ભાજપે આજે મતદાનની જોગવાઇ હેઠળ મોંઘવારી મુદ્દે ચર્ચાની માગણી કરતી વધુ એક નોટિસ આપી હતી.

મતદાનની જોગવાઇ હેઠળ ચર્ચા માટે ભાજપે વધુ એક નોટિસ આપી ઃ UPAને બહારથી ટેકો આપતા પક્ષો પણ જોડાયા

લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે ભારે શોરબકોર વચ્ચે જણાવ્યું હતું કે મોકૂફીના પ્રસ્તાવ અથવા નિયમ ૧૮૪ (મતદાનની જોગવાઇ) હેઠળ અમે સતત ચાર દિવસથી મોંઘવારી મુદ્દે ચર્ચાની માગણી કરી રહ્યા છીએ પણ મતદાનની જોગવાઇ હેઠળના કોઇપણ નિયમ હેઠળ ચર્ચા નહિ કરવા સરકાર મક્કમ છે. સ્પીકર મીરા કુમારે જણાવ્યું હતું કે નિયમ ૧૮૪ હેઠળ ચર્ચાની નોટિસ હાલ વિચારણા હેઠળ છે. રાજ્યસભામાં ભાજપના નાયબ નેતા એસ.એસ.અહલુવાલિયાએ જણાવ્યું હતું કે લોકસભામાં નિયમ ૧૮૪ હેઠળ લોકસભામાં તથા નિયમ ૧૬૮ હેઠળ રાજ્યસભામાં મોંઘવારી મુદ્દે ચર્ચા કરવા અમે નોટિસ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ માગણી સ્વીકારવામાં નહિ આવશે તો સોમવારે પણ સંસદની કાર્યવાહી નહિ ચાલવા દેવામાં આવે.

આ તબક્કે સંસદીય બાબતોના પ્રધાન પવનકુમાર બંસલે દરમિયાનગીરી કરતા જણાવ્યું હતું કે મોંઘવારી મુદ્દે ચર્ચાથી સરકાર દૂર ભાગતી નથી તેમણે છલ્લા ચાર દિવસથી પ્રશ્નકાળ નહિ ચાલવા દેવાનો વિપક્ષ પર આરોપ મૂક્યો હતો. બંસલે ઉમેર્યું હતું કે 'તેઓ (વિપક્ષ) નિયમોની વાત કરે છે પણ અમે ચર્ચા માટે તૈયાર છીએ.' દરમિયાન સ્પીકર મીરા કુમારે પ્રશ્નકાળ શરૃ કરવા જણાવતા રોષે ભરાયેલા ભાજપના સભ્યોએ વેલમાં ધસી આવીને સરકાર વિરોધી સુત્રોચ્ચારો કરીને ગૃહ ગજવી દીધું હતું. બાદમાં સ્પીકરે મધ્યાહન સુધી ગૃહની કામગીરી સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. રાજ્યસભામાં પણ બેઠક શરૃ થતાની સાથે જ તોફાની દ્રષ્યો સર્જાયા હતા. ચેરમેન હામિદ અન્સારીએ સૂચિબદ્ધ પ્રશ્નો હાથ પર લેવાનું શરૃ કરતા જ ભાજપના નેતૃત્વ હેઠળ વિપક્ષના તમામ સભ્યો પોતાની બેઠક પરથી ઉભા થઇને સરકાર વિરોધી સુત્રોચ્ચારો શરૃ કરી દીધા હતા, જેમાં સરકારને બહારથી ટેકો આપી રહેલા આરજેડીના સભ્યો પણ સામેલ હતા. પ્રશ્નકાળ ચાલવા દેવાની અન્સારીની વિનંતી વિપક્ષે નહિ ગણકારતા અંતે તેમણે બપોરે ૧૨ વાગ્યા સુધી કાર્યવાહી મોકૂફ રાખી હતી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી