|
અમદાવાદ એરપોર્ટ પરથી દેશ વિદેશની મુસાફરી મોંઘી બની |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 30 જુલાઇ 2010 |
|
(પીટીઆઈ) નવી દિલ્હી,
અત્યાધુનિક હવાઈમથકોનો ઉપયોગ કરનારા પ્રવાસીઓને હવે આ સુવિધા માટે વધારે
રકમ ચુકવવી પડશે. ઓગસ્ટ મહિનાથી અમદાવાદ ખાતેના હવાઈમથકે મુસાફરોને 'યુઝર
ડેવલપમેન્ટ ફી (યુડીએફ)' ભરવી પડશે. સરકારે 'યુડીપી' વસુલવાની 'એરપોર્ટસ
ઓથોરિટી ઓફ ઈન્ડિયા'ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત
ત્રિવેન્દ્રમ ખાતેના હવાઈ મથકે પણ 'યુડીએફ' વસુલવામાં આવશે.
૧૬ ઓગસ્ટથી ડોમેસ્ટિક ટિકિટ પર રૃા. ૧૧૦ અને વિદેશની ટિકિટ પર રૃા. ૪૧૫ની યુઝર ડેવલપમેન્ટ ફી લદાશે
સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં ડોમેસ્ટિક પ્રવાસીઓને રૃા. ૧૧૦ જ્યારે આંતરરાષ્ટ્રીય ફલાઈ માટે રૃા. ૪૧૫ યુડીએફ ચૂકવવાની રહેશે. આ નિર્ણયનો અમલ અમદાવાદમાં ૧૬ ઓગસ્ટથી કરાશે.
બીજી બાજુ થિરૃવનંતપુરમથી ઉપડતી ફલાઈટના ડોમેસ્ટિક મુસાફરોને ફી ચૂકવવાની રહેશે નહીં પણ આ હવાઈમથકેથી પરદેશ જનારા લોકોને ટિકિટની કિંમત અને કરવેરા ઉપરાંત રૃા. ૭૫૫ ચૂકવવા પડશે.
થિરૃવનંતપુરમમાં યુડીએફ ૧ ઓગસ્ટથી અમલી બનશે. 'એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ)' એ અનેક હવાઈમથકો પર યુડીએફ પહેલેથી જ લાગુ કરી દીધી છે. જેમાં અમૃતસરમાં ડોમેસ્ટિક માટે રૃા. ૧૫૦ અને આંતરરાષ્ટ્રીય માટે રૃા. ૯૧૦, ઉદેપુરમાં ડોમેસ્ટિક માટે રૃા. ૧૫૦ યુડીએફનો સમાવેશ થાય છે. આ હવાઈમથકો પર ૧૫મી જુનથી યુડીએફ લાગુ કરી દેવાઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એએઆઈ દ્વારા જયપુરમાંથી બહાર જતા પ્રવાસી પાસેથી યુડીએફ વસુલવાનું શરૃ કરી દેવાયું છે. જ્યારે બેંગલોર અને હૈદરાબાદ ખાતે હવાઈમથકનો વિકાસ કરનારી ખાનગી કંપની દ્વારા યુડીએફ વસુલવામાં આવે છે.
|