|
લાલુને ફટકો ઃ RJD ની રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા પાછી ખેંચાઈ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 30 જુલાઇ 2010 |
બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ
(પી.ટી.આઇ.) નવી દિલ્હી,
ટૂંક સમયમાં બિહારની ચૂંટણી યોજાવાની છે તે પહલાં ચૂંટણી પંચે લાલુપ્રસાદ
યાદવના રાષ્ટ્રીય જનતા દળની માન્યતા રાષ્ટ્રીય પક્ષ તરીકે પાછી ખેંચી લીધી
છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ
(પી.ટી.આઇ.) નવી દિલ્હી,
ટૂંક સમયમાં બિહારની ચૂંટણી યોજાવાની છે તે પહલાં ચૂંટણી પંચે લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળની માન્યતા રાષ્ટ્રીય પક્ષ તરીકે પાછી ખેંચી લીધી છે.
છેલ્લી ચૂંટણીમાં ખરાબ દેખાવને કારણે દરજજો ગુમાવ્યો ઃ કેટલાક રાજ્યોમાં મુલાયમના સપાની માન્યતા પણ રદ
પાંચ અન્ય પક્ષોની પણ રાજ્યના પક્ષ તરીકેની માન્યતા પાછી ખેંચવામાં આવી છે. આ પક્ષો તેમનું નિશાન જાળવી શકશે પણ ઓલ ઇન્ડિયા રેડિયો પરથી અને દૂરદર્શન પરથી ચૂંટણીની પૂર્વસંધ્યાએ તમનું ભાષણ પ્રસારિત થઈ શકશે નહિ. મતદાર યાદીની નકલો પણ આ પક્ષોને મફતમાં મળશે નહીં. બિહાર, ઝારખંડ, મણિપુર અને નાગાલેન્ડમાં રાષ્ટ્રીય જનતાદળ (રાજદ) માન્ય પક્ષ હતો પણ ઝારખંડમાં નબળો દેખાવ કર્યો હોવાથી રાજદએ રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા ગુમાવી છે અને ઝારખંડમાં રાજ્ય પક્ષ તરીકે પણ માન્યતા ગુમાવી છે. રાષ્ટ્રીય પક્ષની લાયકાત મેળવવા જે તે પક્ષ, રાજ્ય પક્ષ તરીકે ઓછામાં ઓછા ચાર રાજયોની માન્યતા ધરાવતો હોવો જોઈએ.
તમિલનાડુ જ્યાં આગામી મે મહિનામાં ચૂંટણી યોજાવાની છે ત્યાં વાયકોના એમડીએમકેએ રાજ્ય પક્ષ તરીકે માન્યતા ગુમાવી છે. તે જ રીતે ચૂંટણી પંચે કેટલાક રાજ્યોમાં જનતા દળ (યુ), સમાજવાદી પક્ષ, પીએમકે અને અરુણાચલ કોંગ્રેસની માન્યતા પાછી ખેંચી લીધી છે. આ પક્ષોએ ચૂંટણીમાં નબળો દેખાવ કર્યો હતો. અરુણાચલ કોંગ્રસે (અરુણાચલ પ્રદેશમાં) પીએમકેએ પોંડિચેરીમાં, સમાજવાદી પક્ષે ઉત્તરાંચલ અને મધ્યપ્રદેશમાં માન્યતા ગુમાવી છે. જે.ડી. (યુ) બિહાર અને ઝારખંડમાં માન્ય પક્ષ હતો પણ હવે ઝારખંડમાં જે.ડી. (યુ) માન્ય પક્ષ નથી. રાજ્ય પક્ષ તરીકે તમિલનાડુમાં પીએમકેની અને ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષની માન્યતા ચાલુ રહેશે.
ંમાન્યતા મેળવવા ચૂંટણી પંચની શરત હોય છે કે, લોકસભાની અથવા ધારાસભાની છેલ્લી ચૂંટણીમાં જે તે પક્ષે મેળવેલ મત કુલ મતના છ ટકાથી ઓછા ન હોવા જોઈએ.
|