Last Updated:19 ડિસેમ્બર 2011

અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 30 જુલાઇ 2010
(પી.ટી.આઇ.)    મુંબઈ,
આ વર્ષે અભ્યાસ માટે પરદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓનો ધસારો અમેરિકા કરતા બ્રિટન તરફ વધુ જોવા મળ્યો છે. ઘણા વર્ષો બાદ ભારતીય વિદ્યાર્થીઓની પસંદગીના સંદર્ભે યુરોપ અમેરિકાને પાછળ રાખી દીધું છે.

બ્રિટન તરફી ઝોક ઃ ૩૨ હજારે અમેરિકાના જ્યારે ૫૭ હજારે બ્રિટનના વિઝા મેળવ્યા

વર્ષ ૨૦૧૦ માટે કોલેજમાં પ્રવેશ અંગેના તાજેતરના આંકડા પ્રમાણે અમેરિકાએ ૩૨ હજાર સ્ટુડન્ટ વિઝા આપ્યા છે. જ્યારે યુ.કે. દ્વારા અપાયેલા વિઝાની સંખ્યા ૫૭,૫૦૦ છે. વર્ષ ૨૦૦૯માં આ આંકડો અમેરિકા અને યુ.કે. માટે અનુક્રમે ૩૪ હજાર અને ૨૭ હજાર હતો. વંશીય હુમલાઓની ઘટનાઓને પગલે ઓસ્ટ્રેલિયા જનારા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાનું સૂત્રોનું કહેવું છે. આ વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના હવે અમેરિકા કરતા યુ.કે. ઉપર વધુ પસંદગી ઉતારી રહ્યા છે.

શિક્ષણ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૦૯-૧૦ માટે અમેરિકાની સંસ્થાઓમાં ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા લેવનારા પ્રવેશમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. અમેરિકી શૈક્ષણિક સંસ્થાઓની પરિષદના અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારતીય સ્નાતકોની સંખ્યામાં ૪ ટકાનો જ્યારે ૨૦૦૯- ૧૦ માટે નવા પ્રવેશ મેળવનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. જેની પાછળ યુરોપ કરતા અમેરિકા હજુ પણ મોંઘુ હોવાનું કાણભૂત માનવામાં આવે છે. આ ઉપરાંત અમેરિકા સિવાયના દેશોમાં ટૂંકા ગાળાના અભ્યાસક્રમોની સુવિધા વધારે હોવાથી લોકો હવે યુરોપ તરફ વળ્યા હોવાનું માનવામાં આવે છે. ુયુ.કે.માં એક વર્ષની બિઝનેસ મેનેજમેન્ટ અભ્યાસક્રમ તેમજ ઇજનેરી અને ટેકનોલોજી ક્ષેત્રે પી.જી. અભ્યાસક્રમોમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જણાયો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૪-૦૫માં યુ.કે. માટે ૧૫ હજાર વિદ્યાર્થીઓને વિઝા અપાયા હતા જ્યારે ૨૦૦૬-૦૭માં આ સંખ્યા વધીને ૧૬,૨૨૭ સુધી પહોંચી ગઈ હતી. આ આંકડો ૨૦૦૭માં ૨૩,૫૦૦ અને ૨૦૦૮માં ૨૭ હજાર સુધી પહોંચ્યો હતો. જો કે, અમેરિકામાં હાલ ૧ લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવાનું પણ સૂત્રોનું કહેવું છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી