Last Updated:19 ડિસેમ્બર 2011

ભારત આખરી ટેસ્ટ હારવા છતાં પણ નંબર વન રહેશે છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 30 જુલાઇ 2010
આઇસીસીના નિયમનો ભારતને ફાયદો મળશે

કોલંબો,
ભારત શ્રીલંકા સામેની શ્રેણીની ત્રીજી અને આખરી ટેસ્ટમાં હારી જાય તો પણ તેનો ટેસ્ટની વર્લ્ડ નંબર વન ટીમ તરીકેનું સ્થાન એકદમ સલામત છે. આઇસીસીના નિયમ પ્રમાણે ૧લી ઓગસ્ટના રોજ અપડેટ થતાં રેન્કિગમાંથી ઓગસ્ટ ૨૦૦૬ થી જુલાઇ ૨૦૦૭ સુધી રમાયેલી તમામ ટેસ્ટના પરિણાંમોને દૂર કરવામાં આવશે. જેના પરિણાંમે ભારત આખરી ટેસ્ટ હારી જાય તો પણ તેના રેન્કિગમાં છ પોઇન્ટનો વધારો થશે. જ્યારે શ્રીલંકા ૨-૦થી શ્રેણી જીતે તો પાંચમા સ્થાનેથી આગળ વધીને બીજા સ્થાને આવશે.
શ્રીલંકા પાંચમાંથી બીજા ક્રમે આવી શકશે

આઇસીસીના નિયમ મુજબ જે સમયગાળાને દૂર કરવાનો છે તેમાં ભારત બે ટેસ્ટ જીત્યું હતું અને બે ટેસ્ટ હાર્યું હતુ. જેના પરિણાંમે ભારતના હાલના ૧૨૪ રેટિંગ પોઇન્ટ વધીને ૧૩૦ થઇ જશે. જ્યારે શ્રીલંકાના રેટિંગ પોઇન્ટ ૧૧૧થી વધીને ૧૧૫ થશે. શ્રીલંકા તે સમયગાળામાં પાંચ ટેસ્ટ જીત્યું હતુ અને એક હાર્યું હતુ. જો કે હવે તે ધ્યાનમાં લેવામા આવનાર ન હોવાથી શ્રીલંકાને ફટકો પડશે, જ્યારે ભારતને ફાયદો થશએ. ટેસ્ટ રેન્કિંગની ગણતરી ત્રણ થી ચાર વર્ષના સમયગાળાને ધ્યાનમાં રાખીને થતી હોય છે. હાલ જે ટેસ્ટ રેન્કિગ પ્રસારિત કરવામાં આવે છે તેમાં ઓગસ્ટ ૨૦૦૭થી લઇને અત્યાર સુધી રમાયેલી તમામ શ્રેણીઓના પરિણાંમને આધારે પોઇન્ટ આપેલા હોય છે.
 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી