Last Updated:19 ડિસેમ્બર 2011

ખોરાકથી થતા ચેપીરોગ વખતે હળદરથી દૂર રહેવાની સલાહ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 30 જુલાઇ 2010
(પીટીઆઇ)    મુંબઇ,
ખાદ્ય પદાર્થોને કારણે સર્જાતા રોગો (સેલમોનેલા ઇન્ફેક્શન) દરમિયાન હળદરનું સેવન નહિ કરવાની સલાહ બેંગલોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઑફ સાયન્સ (આઇઆઇએસ)ના વિજ્ઞાાનીઓએ આપી છે. આઇઆઇએસમાં કરવામાં આવેલા સંશોધનના તારણો મુજબ ટાયફોઇડ તથા ખોરાકને કારણે થતા અન્ય રોગો માટે જવાબદાર સેલમોનેલા નામના બેક્ટેરીયા હળદરના કારણે ત્રણ ગણી ઝડપથી વૃદ્ધિ પામે છે.

હળદરને કારણે ટાયફોઇડ જેવા રોગ માટે જવાબદાર બેક્ટેરીયાનો વિકાસ ત્રણ ગણો વધી જતો હોવાનું બેંગલોર સ્થિત વિજ્ઞાાનીઓનું તારણ

વિજ્ઞાાનીઓના જણાવ્યા પ્રમાણે હળદરમાં સામેલ કરક્યુમીન નામનું મુખ્ય તત્વ રોગચાળો પેદા કરતા બેક્ટેરીયાના વિકાસની ઝડપ વધારે છે. આઇઆઇએસ ખાતે સેન્ટર ફૉર ઇન્ફેક્શસ ડિસિઝ રિસર્ચના એસોસીએટ પ્રોફેસર દિપશીખા ચક્રવર્તી તથા પીએચડીના સ્કોલર સંધ્યા મરાઠેએ જણાવ્યું હતું કે કરક્યુમીનને કારણે સેલમોનેલા બેક્ટેરીયાની વૃદ્ધિ પામવાની ઝડપ ત્રણ ગણી વધી જાય છે એવું પ્રથણ વખત પુરવાર થયું છે. અમેરિકામાંથી પ્રસિદ્ધ થતા સાયન્ટીફીક જર્નલમાં આ બન્ને ભારતીય વિજ્ઞાાનીઓએ કરેલા સંશોધનના તારણો પ્રસિદ્ધ થયા હતા.
ભારતીય પરિવારોના રસોડામાં હળદર અનિવાર્યપણે સામેલ તત્વ છે. પણ વિસ્તૃત પ્રયોગોના આધારે થયેલા સંશોધનના તારણો દર્શાવે છે કે હળદરનો વધુ પડતો વપરાશ ખાસ કરીને ખોરાકને કારણે થતા રોગ દરમિયાન ઓછો કરવો જોઇએ. જો કે કેન્સર, હાયપરટેન્શન અને અલ્ઝેમર સહિતના અનેક રોગોમાં હળદર અત્યંત ફાયદાકારક છે.

વિજ્ઞાાનીઓનું માનવું છે કે એશિયન દેશોમાં સેલમોનેલા બેક્ટેરીયાને કારણે ફાટી નીકળતા ચેપી રોગચાળા પાછળ કરક્યુમીનનો વધુ પડતો વપરાશ પણ જવાબદાર હોઇ શકે છે. એશિયન દેશોમાં ટાયફોઇડના કારણે દરવર્ષે અંદાજે પાંચ લાખ લોકોના મોત નિપજે છે. એશિયાના કેટલાક દેશોમાં તો પ્રત્યેક વ્યક્તિ દરરોજ સરેરાશ ૧.૫ ગ્રામ હળદરનું સેવન કરે છે. સેલમોનેલા બેક્ટેરીયાના ચોક્કસ જીન્સ કરક્યુમીનના કારણે સક્રિય થાય છે અને તેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. સેન્ટર ફૉર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકન દેશોમાં સેલમોનેલા ઇન્ફેક્શનના કારણે થતા રોગોનું પ્રમાણ વધારે છે. માત્ર એશિયામાં જ વર્ષ ૨૦૦૦માં ટાયફોઇડના કારણે ૨,૧૬,૦૦૦ લોકોનાં મોત નિપજ્યા હતા.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી