|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 30 જુલાઇ 2010 |
વિદેશી હુંડિયામણમાં એક અબજ ડોલરનો વધારો
દેશની વિદેશી હુંડિયામણોમાં જુલાઇની ૨૩મી તારીખે પુરા થતાં સપ્તાહે ૧.૦૩૭
અબજ ડોલરનો વધારો થયો હતો અને તે ૨૮૨.૯ અબજ ડોલર થઇ હતી. વિદેશી
હુંડિયામણનો મુખ્ય ભાગ ફોરેન કરન્સી એસેટ પણ વધીને ૨૫૬.૭૧૪ અબજ ડોલર થઇ
હતી. તેમ સાપ્તાહિક આંકડામાં જણાવ્યું હતું. સોનાનો અનામત જથ્થો કોઇપણ
ફેરફાર વિના ૧૯.૮૦ અબજ ડોલરની સપાટીએ રહ્યો હતો. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં
ભારતની રીઝર્વ પોઝીશન યથાવત રહી હતી.
આંધ્રની પેટા ચૂંટણી TRS ને છ બેઠકો
(પીડીઆઈ) હૈદરાબાદ,
આંધ્રમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં અલગ તેલંગણા ચળવલને પ્રોત્સાહન મળે તેલંગણા ક્ષેત્રમાંથી ટીઆરએસ પક્ષને ૧૨માથી ૬ બેઠકો પર વિજય મળ્યો હતો. અને અન્ય પાંચ બેઠકો પર વિજય તરફ આગેકૂચ કરી રહ્યો હતો. સવારે શરૃ થયેલી મતગણતરીમાં જ ટીઆરએસ વિજય તરફ આગળ વધી રહ્યો હતો. અને કોંગ્રેસને જબરજસ્ત પછડાટ આપી હતી. કોંગ્રેસના સભ્ય પ્રમુખ શ્રીનિવાસ નિઝામાબાદ બેઠક પર પરાજીત થયા હતા.
પ્રાથમિક તબક્કાના પરિણામો જોતાં ટીઆરએસના તમામ ઉમેદવારો આગળ રહ્યાં હતાં. ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ થયો હોવાથી પરિણામો મળવામાં વિલંબ થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
માતા બિમાર પડતાં સોનિયા અમેરિકા દોડયાં
નવી દિલ્હી,
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના માતા બિમાર હોવાથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અમેરિકા દોડી ગયા હતા. સોનિયા ગાંધીના ૮૦ વર્ષીય માતા પાઓલા માઈનો વૃદ્ધાવસ્થા સંબંધી બિમારીને કારણે હોસ્પીટલમાં હતાં. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સંસદમાં તેમજ બ્રિટનના વડાપ્રધાન કેમરોનની મુલાકાતમાં હાજર રહી શક્યા નહોતા. તેનું કારણ પણ તેમના માતાની બિમારી હતું. સોનિયા અને રાહુલની ગેરહાજરી બદલ અનેક અટકળો થતી હતી પરંતુ સોનિયા રાહુલ અને પ્રિયંકા વાઢેરા ઉતાવળે અમેરિકા પહોંચી ગયા હતા.
રશિયામાં વિનાશક દાવાનળ, ૨૩નાં મોત
(પી.ટી.આઇ.) મોસ્કો,
મધ્ય રશિયામાં જંગલ વિસ્તારમાં લાગેલી ભીષણ આગને કારણે ૨૩ જણાના મોત થયાં હતાં અને સંખ્યાબંધ મકાનો તારાજ થયા હતા. આ દુર્ઘટનાને પગલે સહાય કામગીરી માટે લશ્કરને બોલાવાયું હતું. સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ રશિયાના નોલગોરીક, વોરીનેઝ, મોસ્કો અને રયાઝાન પ્રાંતોમાં આવેલા જંગલોમાં દાવાનળ લાગ્યો હતો જેમાં હજારો મકાનો નાશ પામ્યા હતા. જંગલમાં લાગેલી આગ ગામડાઓનો નાશ કરતી આગળ વધી હતી. સંખ્યાબંધ લોકોએ સ્થળાંતર કરવું પડયું હતું. ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઇ હતી. આજ સવાર સુધીમાં વોરીનેઝ ગામના ૨૭૦ અને નોવોગોટોડ પ્રાંતના ૫૫૦ મકાનોનો નાશ થયો હતો.
|