Last Updated:19 ડિસેમ્બર 2011

ઓસ્ટ્રેલિયાએ હોવર્ડને પડતા મૂકીને ન્યુઝીલેન્ડના આઇસેકનું સમર્થન કર્યું છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 30 જુલાઇ 2010
આઇસીસીના ઊપપ્રમુખના પદ માટે

મેલબોર્ન,
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે આઇસીસીના ઊપપ્રમુખપદ માટે તેમના નકારાયેલા ઊમેદવાર અને ભૂતપૂર્વ વડાપ્રધાન હોવર્ડને પડતા મુકીને હવે ન્યુઝીલેન્ડના આઇસેકનું સમર્થન કર્યું છે. હોવર્ડની ઊમેદવારી નકારાતા નારાજ ઓસ્ટ્રેલિયાએ તેમના સ્થાને અન્ય કોઇના નામ પર ચર્ચા કરવાનો પણ ઈન્કાર કરી દીધો હતો અને આ કારણથી જ તેઓ ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના ચેરમેન આઇસેકને ટેકો આપવા તૈયાર થયાં હતા.

ઓસી. બોર્ડ હોવર્ડને નકારવાનુ કારણ માંગ્યું

સિંગાપોરમાં મળેલી આઇસીસીની એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં આફ્રો-એશિયન બ્લોકે હોવર્ડના નામ સામે વિરોધ નોંધાવતા તેમને પડતા મુકવામાં આવ્યા હતા. આ પછી આઇસીસીએ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડને અન્ય કોઇ નામ સૂચવવાની ભલામણ કરી હતી. ઓસ્ટ્રેલિયન બોર્ડે તેના નિવેદનમાં કહ્યું કે, અમે અગાઉ લીધેલા નિર્ણય અનુસાર આ પદ માટે શ્રેષ્ઠ ઊમેદવાર હોવર્ડ જ છે અને એટલે જ અમે આ ઊમેદવારી માટે અન્ય કોઇના નામ પર વિચારણાં કરી જ નથી. ન્યુઝીલેન્ડ ક્રિકેટે આ પદ માટે આઇસેકની ઊમેદવારી રજુ કરી છે, જેને અમે સમર્થન આપવાના છીએ.

ઓસ્ટ્રેલિયાના બોર્ડે એમ પણ કહ્યું કે, અમે આઇસીસીના એક્ઝિક્યુટિવ બોર્ડના નિર્ણયથી ખુબ જ નારાજ છીએ અને અમને ચિંતા એ વાતની છે કે હોવર્ડની ઊમેદવારીને કેમ નકારવામાં આવી તે અંગે કોઇ કારણ પણ રજુ કરવામાં આવ્યું નથી. તેઓ આ અંગે હજુ કોઇ સ્પષ્ટતાં કરતાં નથી. અમે અમારા નિર્ણય પર અફર છીએ કે હોવર્ડ જ અમારા તરફથી આઇસીસીના ઉપપ્રમુખના શ્રેષ્ઠ ઊમેદવાર છે. જો તેઓ તેમને નથી ઇચ્છતાં તો અમે બીજા કોઇ ઊમેદવારને ઊભો રાખળાના નથી. હોવર્ડે પોતાને ક્રિકેટની કરૃણતાં ગણાવ્યા હતા. હોવર્ડને તેમની વિવાદિત રાજકિય નિતીઓને કારણે આઇસીસીના ઊપપ્રમુખ તરીકેના નોમિનેશનને ગુમાવવું પડયું હતુ. આઇસીસીમાં ૧૦માંથી ૬ સભ્ય દેશોએ તેમની વિરૃદ્ધમાં મત આપ્યો હતો.

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી