|
મુરલીધરન જેવી એકશન સાથે બેદી પણ વર્લ્ડ રેકોર્ડ કરી શક્યાં હોત |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 30 જુલાઇ 2010 |
આઇસીસીની કૃપાથી મુરલીધરન પાસે રેકોર્ડ છેઃમનીન્દર
નવી દિલ્હી,
ટેસ્ટ ક્રિકેટમાં ૮૦૦ વિકેટો ઝડપવાની સાથે નિવૃત્તિ લેનારા શ્રીલંકાના બોલર
મુરલીધરને તેના લાંબા સમયના ટીકાકાર અને ભારતના લેજન્ડરી સ્પિનર બિશનસિંઘ
બેદીને સાધારણ કક્ષાના બોલર ગણાવતા ભારે વિવાદ સર્જાયો છે. બેદીની તરફેણમાં
હવ પ્રસન્ના અને મનિન્દર સિંઘ આગળ આવ્યા છે. તેમણે કહ્યું હતુ કે, આઇસીસીએ
માત્ર મુરલીધરન માટે જ બોલીંગ એકશન અંગેના નિયમોમાં ફેરફાર કર્યા હતા.
મુરલીધરનની બેદી જેવા મહાન બોલર અંગેની આ પ્રકારની ટીપ્પણી ખુબ જ બાલીશ અને
નિમ્ન કક્ષાની છે.આખાબોલા સ્વભાવ માટે જાણીતા બેદી વર્ષોથી મુરલીધરનને ચકર
(થ્રો-બોલર) જ માને છે. તેમની આ કોમેન્ટ પર નારાજ થયેલા મુરલીધરને વિવાદ
જન્માવતા કહ્યું હતુ કે, જો તેઓ હાલ બોલીંગ નાંખતા હોત તો તેમના દરેક બોલ
પર બેટસમેન આસાનીથી શોટ ફટકારત અને મારા મતે તેઓ સાવ સાધારણ બોલર હતા.
બેદીના એક સમયના સાથી અને ભારતના મહાન સ્પિનરોમાં સ્થાન ધરાવતા પ્રસન્નાએ
કહ્યું કે, મુરલીધરનની બોલીંગ એકશન યોગ્ય છે કે નહીં તે મામલો હજુ આઇસીસી
પાસે જ પડયો છે અને આઇસીસીએ તેના જ માટે બોલીંગ અંગેના નિયમો બદલ્યા હતા.
મુરલીધરનની એકશન બોલીંગ એકશનના માપદંડોમાં આવતી નહતી ઃ પ્રસન્ના
પ્રસન્નાએ કહ્યું કે, મુરલીધરનની એકશન યોગ્ય બોલીંગ એકશનના માપદંડોમાં આવતી નહતી. હવે આઇસીસીએ જ બોલરોને ૧૫ ડિગ્રીનો લાભ ઉઠાવવાની છુટ આપી દીધી છે, તેથી તેની એકશન યોગ્ય છે. મુરલીધરનની કોમેન્ટને પ્રસન્નાએ નિમ્ન સ્તરની, બિન જરૃરી ગણાવતા ઉમેર્યું હતુ કે, તેના જેવા બોલર પાસેથી આવી અપેક્ષા કોઇને નહીં હોય. બેદીના વખાણ કરતાં પ્રસન્નાએ કહ્યું કે, બેદી તો ક્રિકેટના ઇતિહાસના સૌથી મહાન લેફ્ટ આર્મ બોલરોમાંના એક છ. ભારત ભાગ્યશાળી છે કે બેદીએ તેનું પ્રતિનિધિત્વ કર્યું.ભારતના ભૂતપૂર્વ સ્પિનર મનિન્દર સિંઘે કહ્યું કે, મુરલીધરનના આવા શબ્દો સાંભળીને મારા મનમાંથી તે ઉતરી ગયો છે. જો બેદીને તેમનો હાથ વાળવાની છુટ આપવામાં આવી હોત તો તેઓ તેમણે રમેલી તમામ ૬૭ ટેસ્ટમાં ૧૦ કે તેથી વધુ વિકેટો ઝડપી શક્યાં હોત, એટલે મુરલીધરને તેનું મ્હોં બંધ રાખવું જોઇએ. આઇસીસીએ તેને ચકિંગનું લાયસન્સ આપી દીધું પછી તેણે શા માટે દૂસરા નાંખવો શરૃ કર્યો કારણ કે તે જાણતો હતો કે હવે તેને કોઇ અટકાવી શકે તેમ નથી.
સ્વાભાવિક છે કે આ પ્રકારે તેણે વિકેટોની સંખ્યા વધારી દીધી. બેદી જેવા મહાન બોલર અંગે આવી કોમેન્ટ કરવી યોગ્ય નથી. હું અગાઉ કહી ચુક્યો છું કે મુરલીધરન માનસિક રીતે ઘણો મજબુત છે પણ હવે મારે મારા શબ્દો પાછા ખેંચવા પડે છે. તે મારા મનમાંથી ઉતરી ગયો છે.
|