|
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે ભાવોમાં નવા ગાબડાં પડયા હતચા.
હાજરમાં આજે કિવ.દીઠ ભાવો વધુ રૃ.૧૦૦થી ૧૬૦ તૂટી ગયા હતા. હાજર ભાવો ઘટી
રૃ.૨૫૪૦થી ૨૬૩૦ અને સારાના રૃ.૨૬૧૦થી ૨૭૦૦ રહ્યા હતા. નાકા ડિલીવરીના ભાવો
રૃ.૧૦૦થી ૧૩૦ તૂટી રૃ.૨૫૪૦ થી ૨૫૭૦ અને સારાના રૃ.૨૫૯૦થી ૨૬૩૦ રહ્યા હતા.
ઘરાકી પાંખી રહી હતી. સામે મિલોની એકધારી વેચવાલી વચ્ચે મિલો પર ભાવો તૂટી
ગયાના સમાચારો વચ્ચે નાકા તથા હાજર ડિલીવરીમાં ભાવો દબાણ હેઠળ રહ્યાની
ચર્ચા હતી. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૨૫૩૦થી ૨૫૭૦ તથા સારાના રૃ.૨૫૭૦થી
૨૬૩૫ રહ્યા હતા જયારે મિલો પર ભાવો ઘટી રૃ.૨૪૩૦થી ૨૪૫૦ અને સારાના
રૃ.૨૫૦૦થી ૨૫૨૦ રહ્યાના નિર્દેશો હતા. ખાંડમાં આયાત જકાત લાગુ પડશે એવી
ચર્ચા બપોરે ચાલી હતી પરંતુ આયાત જકાતનો નિર્ણય પાછો ઠેલાયાની ચર્ચા થયાના
નિર્દેશોએ પણ બજાર પર નરમાઈની અસર રહી હોવાનું બજારમાં બતાવાયું હતું.
રૃ માં ચાલુ પાક વર્ષના અંતે ૩૯.૫૦ લાખ ગાંસડી સિલ્લક સ્ટોક રહેવાનો અંદાજો
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો મક્કમ રહ્યા હતા. ગુજરાત બાજુ તાજેતરમાં મિલોની ખરીદી ધીમી પડયા પછી મળતા નિર્દેશો મુજબ ગોંડલ બાજુ મિલોએ રૃ.૩૦૦૦૦ના ભાવોએ ગુજરાત સંકર-૪ની આશરે ૫થી ૬ હજાર ગાંસડી ખરીદયાની ચર્ચા હતી. ગુજરાત કલ્યાણના ભાવો રૃ.૨૦૦૦૦થી ૨૧૦૦૦ રહ્યા હતા. નોર્ત બાજુ નરમાના ભાવો મણના રાજસ્થાન બાજુ રૃ.૨૯૪૦થી ૩૧૦૦, હરિયાણા બાજુ રૃ.૩૧૦૦થી ૩૧૩૦ અને પંજાબ બાજુ રૃ.૩૧૨૦થી ૩૧૯૦ રહ્યાના સમાચારો હતા. ન્યૂયોર્ક વાયદા બજારના ઓવરનાીટ સમાચારો ૧૧, ૬૦, ૫૯ અને ૪૯ પોઈન્ટનો ચમકારો બતાવી રહ્યા હતા દરમિયાન, મુંબઈમાં આજે મળેલી રૃ સલાહકાર બોર્ડની મિટિંગમાં ૨૦૦૯-૧૦ના ચાલુ રૃ વર્ષના પાકનો અંદાજો ૨૯૫ લાખ ગાંસડીનો રજૂ કરવામાં આવ્યાના સમાચારો હતા. આ પૈકી ગુજરાતનો પાક ૯૮ લાખ ગાંસડીનો, નોર્થ રિજનનો ૪૦ લાખનો મહારાષ્ટ્રનો ૬૩ લાખનો, આંધ્રનો ૫૨ લાખનો, કર્ણાટકનો ૯ લાખનો, તામિળનાડુનો પાંચ લાખનો, અન્યત્ર ૧ લાખનો અને લુઝ સ્વરૃપમાં ૧૨ લાખ ગાંસડીનો રજૂ કરાયો છે. ૨૦૦૯-૧૦ના રૃ વર્ષનો આંરભ ૭૧.૫૦ લાક ગાંસડીના ખુલતા સ્ટોક સાથે થયો હતો અને વર્ષ દરમિયાન ૭ લાખ ગાંસડીની આયાત ગણતાં ૨૦૦૯-૧૦ના રૃ વર્ષમાં કુલ પુરવઠો ૩૭૨.૫૦ લાખ ગાંસડીનો ઉપલબ્ધ રહ્યો છે. આની સામે મિલોમાં વપરાશ ૨૩૦ લાખનો, સ્મોલ સ્પીન વપરાશ ૨૦ લાખની અને નિકાસ ૮૩ લાખની ગણતાં ૨૦૦૯-૧૦ના રૃ વર્ષના અંતે સિલ્લક સ્ટોક ૪૦.૫૦ લાખ ગાંસડી રહી જવાનો અંદાજો સલાહકાર બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.
કોપર, ટીન, નિકલ, જસત તથા સીસાના ભાવોમાં ચમકારો ઃ એલ્યુ.માં શાંત વલણ
મુંબઈ ધાતુ બજારમાં આજે કોપર, ટીન, નિકલ, જસત તથા સીસાના ભાવો ઉછળ્યા હતા જયારે એલ્યુ.ના ભાવો શાંત રહ્યા હતા. કોપર વાયર બારના ભાવો કિવ.દીઠ રૃ.૧૦૦ વધી રૃ.૪૦૫૦૦ રહ્યા હતા જયારે કોપર સ્ક્રેપ અને બ્રાસ સ્ક્રેપના ભાવો જાતવાર રૃ.૧૦૦થી ૩૦૦ વધ્યા હતા. લંડન મેટલ એક્સ.માં આજે કોપરનો સ્ટોક ૧૯૭૫ ટન વધ્યો હતો અને ત્યાં ભાવો ૩ મહિનાના વાયદાના ૭૨૦૦ ડોલર રહ્યાના સમાચારો હતા. દરમિયાન, મુંબઈમાં આજે ટીનના ભાવો રૃ.૫૦૦ વધી રૃ.૧૦૭૦૦૦ રહ્યા હતા. જસતના ભાવો રૃ.૨૦૦ વધી રૃ.૧૧૬૦૦ અને સીસાના રૃ.૧૦૦ વધી રૃ.૧૦૮૦૦ રહ્યા હતા. એલ્યુ. ઈન્ગોટના ભાવો રૃ.૧૧૫૦૦ અને સ્ક્રેપના રૃ.૮૯૦૦ આસપાસ ટકેલા રહ્યા હતા.
એરંડા વાયદામાં તેજીના વળતા પાણી ઃ વિવિધ ખાદ્યતેલો પણ વધ્યા ભાવથી ઘટાડો
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો. મુંબઈ એરંડા ઓગસ્ટના ભાવો રૃ.૩૬૭૬ વાળા રૃ.૩૬૭૧ ખુલી રૃ.૩૬૭૫ રહ્યા પછી નીચામાં રૃ.૩૬૫૦ રહી રૃ.૩૬૫૯ બંધ રહ્યા હતા.મુંબઈ ઓકટો.ના ભાવો રૃ.૩૭૭૫ વાળા રૃ.૩૭૬૫ ખઉલી રૃ.૩૭૫૦ રહ્યા પછી રૃ.૩૭૫૫ બંધ રહ્યા હતા. મુંબઈ એરંડા હાજર ભાવો રૃ.૩૭૨૫ વાળા રૃ.૩૭૨૦ રહ્યા હતા. જયારે દિવેલના ભાવો રૃ.૧થી ૨ ઘટી અનુક્રમે કોમર્શિયલના રૃ.૭૭૪, બીએસએસના રૃ.૭૮૪ અને એફએસજી કંડલાના રૃ.૭૭૮ રહ્યા હતા. મુંબઈ સિંગતેલના ભાવો રૃ.૮૬૦ના મથાળે ટકેલા રહ્યા હતા જયારે રાજકોટ બાજુ ભાવો રૃ.૮૭૦ અને ૧૫ કિલોના રૃ.૧૩૪૦ રહ્યાના સમાચારો હતા.મુંબઈ પામતેલના ભાવો રૃ.૪૪૨ વાળા રૃ.૪૪૦ રહ્યા હતા. જયારે સોયાતેલ રિફા.ના ભાવો રૃ.૪૭૦ વાળા રૃ.૪૬૮ રહ્યા હતા. કપાસિયા તેલના ભાવો રૃ.૪૮૫ વાળા રૃ.૪૮૭ રહ્યા હતા સામે કોપરેલના ભાવો રૃ.૫૭૦ વાળા રૃ.૫૬૫ રહ્યા હતા. સનફલાવરના ભાવો રૃ.૪૫૫ વાળા રૃ.૪૬૦ અને રિફા.ના રૃ.૫૧૫ વાળા રૃ.૫૨૦ રહ્યા હતા. ખોળ બજારમાં આજે કપાસિયા ખોળના ભાવો રૃ.૨૦૦ વધી રૃ.૧૨૨૦૦ રહ્યા હતા જયારે અન્ય ખોળોના ભાવો ટકેલા રહ્યા હતી.
એરંડાની આવકો આજે વધીને ગુજરાત-સૌરાષ્ટ્ર બાજુ ૩૫થી ૩૬ હજાર ગુણી આવી હતી અને ત્યાં મથકોએ એરંડાના ભાવો હાજરમાં ગામડાના રૃ.૭૧૪થી ૭૧૫ રહ્યાના સમાચારો હતા. ઉંચા ભાવોના આકર્ષણે એરંડામાં સ્ટોકનો માલ હવે બજારમાં વધુ વેંચાવા આવી રહ્યાની ચર્ચા હતી. રાજકોટ વાયદો રૃ.૩૭૦૧ ખુલી છેલ્લે રૃ.૩૬૯૦ આસપાસ રહ્યાના નિર્દેશો હતા. રાજસ્થાન અને એમ.પી. બાજુ વરસાદના સમાચારો હતા. ઈન્દોર સોયાતેલ વાયદો રૃ.૪૯૧ થઈ છેલ્લે રૃ.૪૮૩.૫૦ આસપાસ રહ્યાના નિર્દેશો હતા.
વિશ્વ બજારમાં સોનું વધી ૧૧૭૨.૯૫ ડોસર બોલાયું
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવોમાં ધીમો સુધારો ચાલુ રહ્યો હતો જયારે ચાંદીના ભાવો નરમ રહ્યા હતા. સોનાના ૧૦ ગ્રામના ભાવો ૯૯.૫૦ના રૃ.૧૭૭૪૫ વાળા રૃ.૧૭૭૪૦ ખુલી રૃ.૧૭૭૭૦ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૧૭૮૩૫ વાળા રૃ.૧૭૮૩૫ રૃ.૧૭૮૩૫ ખુલી રૃ.૧૭૮૬૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ાવો ૧૧૬૧.૭૦ વાળા ઉંચામાં ૧૧૭૨.૯૫ થ ૧૧૭૧.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો વધી રૃ.૨૦૯૫૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવો ૧૭.૫૩ વાળા ૧૭.૫૧ રહ્યા પછી વધીને ૧૭.૬૭ થઈ ૧૭.૬૬ ડોલર રહ્યા હતા. મુંબઈમાં ચાંદીના ભાવો આજે શરૃઆતમાં નરમ ખુલ્યા પછી વિશ્વ બજાર પાછળ ભાવો વધી આવ્યા હતા. ચાંદીમાં આજે ૨૫૦થી ૩૦૦ કિલોના કામકાજો થયા હતા અને બજાર ભાવો છેલ્લે રૃ.૨૮૮૦૦થી ૨૮૮૨૫ તથા કેશમાં રૃ.૨૮૬૦૦થી ૨૮૬૫૦ રહ્યા હતા. ડોલરના ભાવો રૃ.૪૬.૫૩ વાળા રૃ.૪૬.૬૦ રહ્યા પછી છેલ્લે ઘટી રૃ.૪૬.૪૦ રહ્યા હતા.
|