|
(પી.ટી.આઈ.) વોશિંગ્ટન,
વિશ્વની વસતિ ૨૦૨૫ સુધીમાં ૮ અબજની સંખ્યાએ પહોંચી જશે અને ૨૦૫૦ સુધીમાં
૯.૪ અબજે પહોંચસે. જો કે, ભારતની વસ્તી ૨૦૫૦ સુધીમાં મંદગતિએ વધીને ૧.૭
અબજની થશે, તેમ યુએસના નિષ્ણાતોએ જણાવ્યું છે. ચીન ૧.૩ અબજ અને ભારત ૧.૨
અબપજ સાથે પ્રથમ અને દ્વિતિય સ્થાને છે અને ૨૦૫૦માં પણ આ સ્થાન જાળવશે. હાલ
વિશ્વની વસતિ ૬.૮ અબજની છે.
સમગ્ર વિશ્વની વસતી હાલના ૬.૮ અબજથી વધીને આગામી ૪૦ વર્ષમાં ૯.૪ અબજે થવાની ગણતરી
યુએસ પોપ્યુલેશન રેફરન્સ બ્યુરોના જણાવ્યા મુજબ આફ્રિકાની વસતિ ખુબ ઝડપથી વધશે અને ૨૦૫૦ સુધીમાં બમણી થઈને ૨.૧ અબજ થશે. એશિયાની વસતિ હાલ ૪.૨ અબજની છે અને ૨૦૫૦ સુધીમાં ૧.૩ અબજનો વધારો થઈને ૫.૫ અબજ થશે. જો કે વૃદ્ધિનો આધાર મુખ્યત્વે ચીન અને ભારતમાં વસતિ સંબંધિત ફેરફાર પર રહેશે. યુરોપ સૌપ્રથમ એવો પ્રદેશ બનશે, જ્યાં નીચા જન્મદરના કારણે લાંબાગાળે વસતિમાં ઘટાડો નોંધાશે, પહેલા પૂર્વ યુરોપ અને પછી રશિયામાં આ સ્થિતિ સર્ઝાશે તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
અત્યારે ૭૩.૮૦ કરોડ યુરોપીઅનો છે અને ૨૦૫૦ સુધીમાં ઘટીને વસતિ માત્ર ૭૦.૨ કરોડની રહેશે. રશિયાની વર્તમાન વસતિ ૧૪.૨ કરોડની છે. જે ૨૦૫૦ સુધીમાં ઘટીને ૧૧.૭ કરોડ થવાની ધારણા છે. યુએસએની વર્તમાન વસતિ ૩૧.૦૦ કરોડની છે, જે ૨૦૫૦માં વધીને ૩૯.૯ કરોડ અથવા વસાહતીઓના કારણે ૪૫.૮ કરોડની પણ થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે ૨૦૫૦ સુધીમાં યુએસ 'ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીઝ'નો એકમાત્ર દેશ હશે, જેનો સમાવેશ વસતિના પ્રથમ ૧૦ ક્રમમાં થશે. અત્યારે વસતિના અગ્રક્રમે ચીન, ભારત, યુએસએ, ઈન્ડોનેશિયા (૨૩.૫ કરોડ), બ્રાઝિલ (૧૯.૩ કરોડ), પાકિસ્તાન ૧૮.૫ કરોડ), બાંગ્લાદેશ ૧૬.૪ કરોડ), નાઈજિરિયા (૧૫.૮ કરોડ), રશિયા (૧૪.૨ કરોડ) અને જાપાન (૧૨.૭ કરોડ)ની વસતિ સાથે છે. અમેરિકન નિષ્ણાતોની આગાહી છે કે ૨૦૫૦ સુધીમાં પ્રથમ આઠ દેશો પોતાનું સ્થાન જાળવી રાખશે, જોકે તેમના ક્રમમાં બદલાવ આવી શકે છે. આમ છતાં છેલ્લાં બે સ્થાનોએ ઈથિયોપીઆ અને ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો આવી જશે અને રશિયા અને જાપાનની બાદબાકી થઈ જશે.
|