|
ત્રાસવાદને સમર્થન નહિ આપવા બ્રિટન પાક. પર દબાણ લાવશે |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
ગુરુવાર, 29 જુલાઇ 2010 |
|
(પી.ટી.આઈ.) નવી દિલ્હી,
ત્રાસવાદને વાજબી ઠરાવવા કોઈ જ કારણ પુરતું ન હોવાના ભારતના વલણને સમર્થન
આપતા બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરોને આજે જણાવ્યું હતું કે ભારતમાં
ત્રાસવાદને ઘટાડવા અને નાબૂદ કરવાની જરૃરિયાત અંગે પાકિસ્તાન સાથે નિખાલસ,
સ્પષ્ટ અને ખુલ્લા દિલથી જણાવાશે. પાકિસ્તાને અફઘાનિસ્તાન, ભારત અને લંડનની
શેરીઓમાં ત્રાસવાદને ઘટાડવા વધુ પગલાં લેવાની જરૃર હોવાનું બ્રિટને સ્પષ્ટ
કર્યું હતું.
ભારત જેવા દેશોમાં આતંકવાદની નિકાસને બદલે પાક. તોઈબાનો મુકાબલો કરે ઃ કેમરોન
વડાપ્રધાન મનમોહનસિંહ સાથે મંત્રણાઓ પછી સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા મુલાકાતી બ્રિટિશ વડાપ્રદાન કેમરોને જણાવ્યું હતું કે લશ્કર-એ-તોઈબા તેમજ અફઘાન અથવા પાકિસ્તાન તાલિબાન સાથે લડવા અને પાકિસ્તાન સાથે કામ કરવા માગીએ છીએ. પાકિસ્તાન સરકારે પગલાં લીધાં છે અને અફઘાનિસ્તાન, ભારત અને લંડનની શેરીઓમાં ત્રાસવાદને ઘટાડવા તેણે વધુ પગલાં ભરવાની જરૃર છે.
પાકિસ્તાન ત્રાસવાદની નિકાસ અને ખાસ કરીને ભારતમાં ન કરે તે માટે આંતરરાષ્ટ્રીય સમુદાય સું કરશે તે પ્રશ્નનો ઉત્તર કેમરોને આપી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ત્રાસવાદ ઘટાડાય તે જોવા પાકિસ્તાનને પગલાં લેવાનું પ્રોત્સાહન આપવું જોઈએ. પાકિસ્તાન સાથે સ્પષ્ટ, નિખાલસ અને ખુલ્લા દિલે વાત કરવાની જરૃર હોવાનું હું માનું છું. આગામી સપ્તાહે હું પાકિસ્તાનના પ્રમુખ સાથે આ ચર્ચા કરીશ. વડાપ્રધાન મનમોહનસિંહે પાકિસ્તાને પોતાની ભૂમિનો ઉપયોગ ભારત સામે ત્રાસવાદ ફેલાવવા નહિ થવા દેવાની આપેલી ખાતરીનું પાલન કરવું જોઈએ તેમ સ્પષ્ટપણે કહ્યું હતું. પાકિસ્તાને તેની પૂર્વ અને પશ્ચિમ સરહદોએ ત્રાસવાદનો સામનો કરવામાં ગંભીર બનવું જોઈએ.
|