Last Updated:19 ડિસેમ્બર 2011

તેંડુલકરનું ધરખમ ફોર્મ જારી ઃ ટેસ્ટ કારકિર્દીની પાંચમી બેવડી સદી ફટકારી છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 29 જુલાઇ 2010
તેંડુલકરે બ્રેડમેનના ૧૫૦થી વધુ રનની ઇનિંગનો (૧૮) રેકોર્ડ તોડયો

કોલંબો,
તેંડુલકરે આજે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટના ચોથા દિવસે તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી બેવડી સદી ફટકારી હતી. હજુ તેને સૌથી વધુ બેવડી સદી ફટકારનાર બેટસમેન તરીકે તો લાંબી મજલ કાપવાની છે જે કદાચ તે મેળવી ના શકે કેમ કે સૌથી વધુ બેવડી સદીમાં ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં તે સંયુકતપણે પાંચમાં ક્રમે છે. બ્રેડમેને ૧૨, લારાએ ૯, હેમન્ડ, સંગાકરાએ ૭-૭, સેહવાગ, અટાપટ્ટુ, જયવર્દને, મિયાદાદે ૬-૬ અને દ્રવિડ, પોન્ટીંગ, તેંડુલકરે ૫-૫ બેવડી સદી ફટકારી છે. પણ તેંડુલકરે આજે ૧૫૦ રનનો સ્કોર પાર કર્યો ત્યારે તેણે બ્રેડમેનના ૧૮ વખત ૧૫૦ કે વધુ રનની ઇનિંગના રેકોર્ડને તોડયો હતો. તેણે લારાએ ૧૯ વખત મેળવેલા આ સીમાચિહનની બરાબરી કરી હતી.

બ્રેડમનની સૌથી વધુ ૧૨ અને લારાની ૯ બેવડી સદી છે ઃ ભારતનો રેકોર્ડ સેહવાગ (૬) ધરાવે છે

તેંડુલકરની બેવડી સદીની રસપ્રદ બાબત એ છે કે ૧૯૮૯માં તેણે ટેસ્ટની કારકિર્દીનો પ્રારંભ કર્યો તે પછી છેક એક દાયકા પછી એટલે કે ૨૯ ઓકટોબર ૧૯૯૯માં તેણે ન્યુઝીલેન્ડ સામે અમદાવાદમાં સૌ પ્રથમ બેવડી સદી ફટકારી હતી. એટલે કે તેની પાંચેય બેવડી સદી તેણે છેલ્લા દાયકામાં ફટકારી છે.

તેની બેવડી સદીઓમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૨૪૮ અણનમ છે જે તેણે બાંગ્લાદેશ સામે ૨૦૦૪માં ઢાકા ખાતે નોંધાવ્યો છે. તેણે આ પછી છ વર્ષ બાદ શ્રીલંકા  સામે બેવડી સદી ફટકારી છે. તેંડુલકર કરતા વર્તમાન ક્રિકેટ રમતા ત્રણ બેટ્સમેનો સંગકારા (૭), જયવર્દને અને સેહવાગ ૬-૬ બેવડી સદી સાથે આગળ છે. ગઇકાલે તેંડુલકર ૧૦૮ અને રૈના ૬૬ રને રમતમાં હતા. તેંડુલકર છેક ટી પછીની ત્રીજી ઓવરમાં આઉટ થયો હતો. તેની ફીટનેસ અને જીજીવિષાની પ્રતિતિ કરાવતા તે ૫૧૬ મિનિટ ક્રીઝ પર ઉભો રહ્યો હતો અને ૩૪૭ બોલ રમ્યો હતો. ૨૦૩ રનની ઇનિંગમાં ૨૩ ચોગ્ગા અને એક છગ્ગો તેણે ફટકાર્યો હતો.

તેંડુલકરની ઇનિંગ

રન

૨૦૩

મિનિટ

૫૧૬

બોલ

૩૪૭

ચોગ્ગા

૨૩

છગ્ગા

 

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી