Last Updated:19 ડિસેમ્બર 2011

અમેરિકામાં ૩.૪ કરોડ ડોલરના ગોટાળામાં NRI મહિલા દોષિત છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 29 જુલાઇ 2010
(પી.ટી.આઈ.)    વોશિંગ્ટન,
ભારતીય મૂળની અમેરિકન મહિલાએ તેની કંપની સાથે ૩.૪ કરોડ અમેરિકી ડોલરની છેતરપિંડી કરી હોવાની વાત કબુલી લેતા હવે તેને ૨૦ વર્ષ સુધીની જેલ થવાની શક્યતા છે. આ મહિલાએ કંપનીના બેંક ખાતાનો ઉપયોગ કરીને પોતાના અંગત ખર્ચની ચુકવણી કરી હતી. હાલ સુજાતાને જામીન પર મુક્ત કરવામાં આવી છે.

ઘરેણાંની ખરીદી સહિતના અંગત મોજશોખ માટે કંપનીનાં નાણાં ઉડાવ્યા ઃ ૨૦ વર્ષની જેલની સજા થવાની શક્યતા

૪૬ વર્ષીય ભારતીય અમેરિકન મહિલા સુજાતા સચદેવ કોસ કોર્પોરેશનમાં ફાઈનાન્સની ભૂતપૂર્વ ઉપપ્રમુખ છે એ તેણે છેતરપીંડી અંગે પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપો સ્વીકારી લીધા છે. તેના પર વર્ષની શરૃઆતમાં  આરોપો ઘડવામાં આવ્યા હતા. વિસ્કોનસ્નિ ખાતેની મિલ્વાન્કી અદાલતમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સચદેવના વકિલ માઈક હાર્ટે જણાવ્યું હતું કે સચદેવને તેમની આ છેતરપીંડીના કારણે તેમની કંપની, કંપનીના શેરહોલ્ડર, તેમના સહકર્મચારીઓ, મિત્રો અને ખાસ કરીને પોતાના પતિ અને બાળકોને થયેલા નુકસાનનું ભાન થયું છે. અદાલતની બહાર સુજાતના નિવેદન અંગે હાર્ટે જણાવ્યું હતું કે કંપનીને નુકસાનની ભરપાઈ કરવા બને તેટલી વધુ ચીજવસ્તુઓ પાછી મેળવવાની કામગીરીમાં સુજાતાએ તપાસકારોને પૂરો સહકાર આપ્યો હતો.

સુજાતાના વકીલે જણાવ્યું હતું કે તેમના અસિલે તેમના આ કૃત્યની સમગ્ર જવાબદારી સ્વીકારી છે અને તેમને યોગ્ય તેમજ નિષ્પક્ષ ન્યાયની આશા છે. તેમના પરના આરોપો સાબિત થસે તો તેમને પાંચથી ૨૦ વર્ષનીા કારાવાસની સજા થઈ શકે છે. જો કે હાલ સુજાતાને જામીન પર મુક્ત કરવામાં આવી છે. અદાલત સુજાતાને સજા અંગેનો નિર્ણય ઓક્ટોબર ૨૨ના રોજ યોજનારી સુનાવણી દરમિયાન કરશે. તહોમતનામામાં જણાવ્યા પ્રમાણે સુજાતાએ તેમના કપડા, પર્સ, ઘરેણા, ઓટોમોબાઈલ્સની વસ્તુઓ સહિતની અંગત વપરાશની વસ્તુઓ ગેરકાયદે કંપનીના બેંક ખાતામાંથી નાણાની ઉચાપત દ્વારા ખરીદી હતી. સચદેવે આવી રીતે મેળવેલા કંપનીના નાણાથી હોટલના બિલ, વિમાન ટિકિટનો ખર્ચ તેમજ પોતાના અને અન્ય લોકોના ખર્ચા પણ ચૂકવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુજાતાએ કંપનીના ચોપડામાં હિસાબોની ખોટી વિગતો નોંધીને તેને કાયદેસરના વ્યવહારમાં ખપાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ કામ માટે તેણે કંપનીના અન્ય કર્મચારીઓને પણ પ્રેર્યા હોવાનું જાણવા મળ્યું છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી