Last Updated:19 ડિસેમ્બર 2011

ફરિયાદનો ૧૪ દિવસમાં નિકાલ ન કરનાર વીમા કંપનીને દંડ થશે છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 29 જુલાઇ 2010
વીમા ધારકો દ્વારા કરવામાં આવેલી

(પીટીઆઇ)    નવી દિલ્હી,
વીમા ક્ષેત્રનું નિયમન કરતી કેન્દ્રીય સંસ્થા ઇરડાએ આજે વીમા કંપનીઓને ગ્રાહકોની ફરિયાદનો વધુમાં વધુ ૧૪ દિવસમાં નિકાલ કરવા નહિ તો પેનલ્ટી ભરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. પોલિસીધારકોના હિત માટેનો આ નિયમ ૧લી ઓગસ્ટથી લાગુ થશે.

ફરિયાદોના નિકાલ માટેની ઇરડાની નવી માર્ગરેખા ૧લી ઓગસ્ટી લાગુ થશે ઃ વીમા કંપનીઓએ લેખિતમાં જાણ કરવી પડશે

વીમાધારકોની ફરિયાદો માટેની માર્ગરેખામાં ઇરડાએ જણાવ્યું છે કે ફરિયાદ મળ્યા બાદ વીમા કંપની કામકાજના ત્રણ દિવસમાં લેખિત જવાબ પાઠવી શકે છે, પણ જો ત્રણ દિવસમાં ફરિયાદનો નિકાલ થયો ન હોય તો વીમા કંપનીએ ફરિયાદ મળ્યાના બે અઠવાડિયામાં ફરિયાદનો નિકાલ કર્યા અંગે લેખિતમાં જણાવવાનું રહેશે. ઇરડાએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા તથા સમયમર્યાદાનો ભંગ કરવા બદલ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા વીમા કંપનીને પેનલ્ટી ફટકારવામાં આવશે. વધુમાં ઇરડાએ જણાવ્યું હતું કે વીમા કંપનીએ ત્રણ દિવસમાં જે-તે ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે તથા આ અંગેની લેખિતમાં જાણ કરવી પડશે. ફરિયાદના નિકાલ અંગે ગ્રાહકને મોકલવામાં આવતા પત્રમાં નામ, અધિકારીનો હોદ્દો, ફરિયાદના નિકાલની વિગતો, આ માટેની પ્રક્રિયા તથા લેવામાં આવેલા સમય જેવી વિગતો જોડવાની રહેશે.

ઇરડાએ જણાવ્યું હતું કે જો વીમા ધારક ફરિયાદના ઉકેલથી સંતૃષ્ઠ ન હોય તો તેઓ આગળ શું કાર્યવાહી કરી શકે છે એ અંગેની જાણકારી વીમા કંપનીએ આપવાની રહેશે. વીમા કંપની બે સપ્તાહમાં ફરિયાદને નામંજૂર કરતો પત્ર પાઠવવાનો રહેશે તથા આ અંગે ઇરડાને પણ જાણ કરવી પડશે. આ સાથે નિયમન સંસ્થાએ ફરિયાદની વ્યાખ્યા અંગે પણ સ્પષ્ટતા કરી છે, માર્ગરેખામાં જણાવાયું છે કે ફરિયાદમાં સામાન્ય પૂછપરછ તથા વિનંતીનો સમાવેશ થશે નહિ. વધુમાં જણાવવામાં આવ્યું છે કે દરેક વીમા કંપનીએ બોર્ડ દ્વારા માન્યતાપ્રાપ્ત ફરિયાદ નિકાલ નીતિ નક્કી કરવાની રહેશે તથા આ નીતિ ઇરડામાં પણ ફાઇલ કરવાની રહેશે. ઇરડાએ જણાવ્યું હતું કે દરેક વીમા કંપનીએ ફરિયાદોના નિકાલ માટે અલગ અધિકારીની નિમણૂક કરવી પડશે, આ અધિકારી સીઇઓ કક્ષાનો હશે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી