૧. 'ધીઆ' તમારી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનીટી) વધારે છે અને તમને ચેપી રોગો થતા અટકાવે છે.
૨. ઉમ્મર લાયક સ્ત્રી-પુરૂષોને મોટી ઉંમરે ખાસ કરીને થતા રોગો જેવા કે કેન્સર, એથેરોસ્કલરોસીસ (લોહી લઈ જનારી નળીઓ સખત અને કડક થઈ જવી), જેને લીધે હાર્ટએટેક આવે અને ઓસ્ટીઓપોરોસીસ એટલે કે હાડકાં પોલાં થઈ જવાં વગેરે 'ધીઆ' ને કારણે થતાં અટકે છે.
૩. શરીરમાં કુલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે જેને લીધે હાર્ટએટેક આવતો અટકે છે.
૪. લીવરની કાર્યક્ષમતા વધારે છે.
૫. શરીરમાં સાકરના પ્રમાણનું નિયમન કરે છે, જેને લીધે મોટી ઉંમરે થતો ડાયાબીટીસ અને તેને લીધે થતા બધા જ કોમ્પ્લીકેશન થતા અટકે છે.
૬. જો તમે નિયમિત કસરત કરતા હો તો 'ધીઆ' તમારા શરીરની ચરબીનું સ્નાયુમાં રૂપાંતર કરે છે, જેથી તમારું શરીર 'શેપ' (સુડોળતા)માં આવે છે અને તમારૂં વજન પણ પ્રમાણસર રહે છે.
૭.આલ્ઝામેર (યાદશક્તિ જતી રહેવી) થતો અટકે છે.
૮. ક્રોનીક ફટીગ સીન્ડ્રોમ (સતત થાક લાગ્યા કરવો) જે મોટી ઉંમરના લોકોની મુખ્ય ફરિયાદ હોય છે તેવી પરિસ્થિતિ થતી અટકે છે.
૯.લ્યુપસ, એઇડઝ, હર્પીસ જેવા ભયાનક રોગો થતા અટકે છે.
૧૦. સ્ત્રીઓમાં મેનોપોઝ વખતે થતો દુખાવો અને માનસિક તનાવ, ડીપ્રેશન, ગરમી લાગવી વગેરે થતા અટકે છે.
૧૧. મોટી ઉંમરે થતો પાર્કિન્સન્સ ડીસીઝ (કંપવા) ધીઆના ઉપયોગથી થતો અટકે છે.
૧૨. તમારૂં આયુષ્ય ધીઆના ઉપયોગથી વધે છે.
આ 'ધીઆ' શું છે તે જાણી લો ઃ
તમારી કિડનીની ઉપર વાલના દાણા જેટલી 'સુપ્રારેનલ ગ્લેન્ડ' અથવા 'એડ્રેનીલ ગ્રંથીમાંથી 'ધીઆ' હોર્મોન નીકળે છે. આ 'ધીઆ' માંથી જ પુરૂષના ટેસ્ટીસ અને સ્ત્રીઓની ઓવરીમાંથી નીકળતા. 'ટેસ્ટોસ્ટરોન', 'ઇસ્ટ્રોજન' અને 'પ્રોજેસ્ટ્રોન' બને છે અને થોડો ભાગ 'કોર્ટીકોસ્ટરોન' બનાવવામાં વપરાય છે. જ્યારે પુરૂષના શુક્રાણુ અને સ્ત્રીના બીજના સંયોગથી ગર્ભ બને છે તેજ વખતથી 'ધીઆ'નું પ્રમાણ વધતું જાય છે અને તે ૨૫ વર્ષ સુધી વધતું જાય છે અને ત્યારથી ૭૫ વર્ષ સુધી ધીરે ધીરે ઘટતું જાય અને ફક્ત ૧૦ થી ૨૦ ટકા જેટલું જ બને છે. જેમ જેમ ધીઆ બનવાનું પ્રમાણ ઓછું થતું જાય તેમ તેમ શરીર જાુદા જાુદા રોગોનું ભોગ બનતું જાય છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગોથી નક્કી કર્યું છે કે જો કોઇપણ રીતે એડ્રેનલ ગ્રંથિમાંથી નીકળતા 'ધીઆ'ના પ્રમાણને ઘટવા ના દઈએ તો માનવી ઘણા વર્ષો સુધી પોતાનું આરોગ્ય સાચવી શકે અને કોઇપણ રોગો તેને પરેશાન કરે નહીં. કેલીફોર્નીઆ યુનિવર્સિટીના પ્રખ્યાત રીપ્રોડક્ટીવ એન્ડોક્રાઈનોલોજીસ્ટ ડૉ. સેમ્યુઅલ યેનના જણાવ્યા પ્રમાણે જો દવા તરીકે ધીઆનો ઉપયોગ કરવામાં આવે તો એજીંગ પ્રોસેસ(ઉંમર વધવાની ક્રિયા)ને ચોક્કસ ધીમો કરી શકાય. પ્રયોગમાં જેમણે ભાગ લીધો હતો અને જેમને ધીઆ દવા તરીકે આપવામાં આવેલ એવા ૪૦૦ સ્ત્રી પુરુષોમાંથી ૮૨ ટકા સ્ત્રીઓ અને ૬૭ ટકા પુરૂષોના કિસ્સામાં તેઓનો માનસિક તનાવ ઓછો થયો) તેમને ઊંઘના પ્રોબ્લેમ જતા રહ્યા અને તેમના વાણી, વર્તન અને વ્યવહાર યુવાન વ્યક્તિ જેવા થઈ ગયા. ટૂંકમાં જિંદગીના અંતિમ વર્ષોમાં પણ જુવાન રહેવા ધીઆનો ઉપયોગ કરો.
ધીઆના ઉપયોગથી રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધે છે ?
સામાન્ય સંજોગોમાં શરીરમાં કોઈ ચેપીરોગના વાયરસ કે બેકટેરીઆ પ્રવેશ કરે ત્યારે તેને 'ઇમ્યુન સેલ્સ' ઓળખીને નાશ કરે છે. આ 'ઇમ્યુન સેલ્સ'ની બેકટેરીઆ કે વાયરસ ઓળખવાની ક્રિયાનો આધાર 'ધીઆ'ના પ્રમાણ ઉપર હોય છે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ ધીઆનું પ્રમાણ ઓછું થાય અને ઇમ્યુન સેલ્સની શક્તિ ઓછી થાય. દવા તરીકે જો ધીઆ નિયમિત લેવામાં આવે તો તમારી ઇમ્યુનીટી લાંબો વખત સુધી સચવાઈ રહે એટલે કે ધીઆના ઉપયોગથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
ધીઆના ઉપયોગથી કેન્સર કેવી રીતે મટે ?
ન્યૂયોર્કના જાણીતા ડૉક્ટર ડેન્સે કેન્સરના છ દર્દી ઉપર 'ધીઆ' આપવાનો પ્રયોગ શરૂ કર્યો. આનાથી શરીરમાં કેન્સર થતાં અટકી ગયા. આમાં ખાસ કરીને સ્ત્રીઓના સ્તનના કેન્સર, પુરૂષોના પ્રોસ્ટેટના કેન્સરમાં ફક્ત ૪૦ મી. ગ્રામનો ડોઝ આપવાથી પ્રોસ્ટેટના કેન્સરમાં રાહત થઈ હતી.
ધીઆ હાર્ટએટેકમાં કેવી રીતે મદદ કરે ?
પહેલાં જણાવ્યું તેમ હાર્ટએટેક માટે જવાબદાર ખોરાકમાં લીધેલ કોલેસ્ટ્રોલ ગણાય છે અને બીજાુ કારણ લોહીની નળીઓ સખત થવાથી તેમાં ફરતું લોહી ધીમે ફરે છે. કોલેસ્ટ્રોલને કારણે હૃદયને લોહી આપનારી નળીઓમાં જ્યારે ક્લોટ થાય ત્યારે હાર્ટએકેટ આવે. સંશોધકોના મત પ્રમાણે જે લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા તેમના શરીરમાં ધીઆનું પ્રમાણ ઓછું થએલું હતું. આ જ ઉંમરના તંદુરસ્ત લોકોના શરીરમાં 'ધીઆ'નું પ્રમાણ યોગ્ય હતું. આનો અર્થએ કે જેઓના હૃદયની નળીઓમાં કલોટ થયા હોય તેમને 'ધીઆ' દવા મારફત આપવાથી કલોટ ઓગળી જાય અને હાર્ટએટેક આવે નહીં. આ ઉપરાંત 'ધીઆ' આપવાથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય, જેથી કલોટ થવાનો પ્રોસેસ ઓછા પ્રમાણમાં થાય.
આલ્ઝામેર ડીસીઝ (યાદશક્તિ જતી રહેવી)માં ધીઆ મદદ કેવી રીતે કરે ?
આખા શરીરનાં બધાં જ અંગો કરતાં મગજના કોષોમાં ધીઆનું પ્રમાણ કુદરતી રીતે પાંચથી છ ગણું વધારે હોય છે. ઉંમર વધે તેમ યાદશક્તિ ઓછી થઈ જવાનાં મુખ્યકારણોમાંનું એક સંશોધકોના મતે ધીઆનું ઓછું થઈ જતું પ્રમાણ છે. જે લોકોની યાદશક્તિ એકદમ ઓછી થઈ ગઈ હોય તેમના મગજમાં ધીઆનું પ્રમાણ (લેવલ) ૫૦ ટકાથી પણ ઓછું થઈ ગયું હોય છે. ૫૭ થી ૧૦૪ વર્ષનાં ૬૧ સ્ત્રી-પુરુષોની યાદશક્તિની તપાસ કરતાં ઉપરની વાત જાણવા મળી હતી. આ જ લોકોને ધીઆ આપવાથી તેમની યાદશક્તિમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો.
ધીઆને લીધે હાડકાં પોલાં થતાં (ઓસ્ટીઓપોરોસીસ) અટકે ?
સ્ત્રીઓમાં મેનોપોઝ આવે ત્યારે ઇસ્ટ્રોજન નીકળતો બંધ થઈ જાય. આ વખતે સ્ત્રીઓ કેલ્શ્યમ લેતી હોય છતાં તેમના હાડકાં પોલાં થવા માંડે. સંશોધકોએ શોધી કાઢ્યું કે આ સ્ત્રીઓના શરીરમાં ધીઆનું પ્રમાણ પણ એકદમ ઓછું થઈ ગયું હતું. આ જ સ્ત્રીઓને ધીઆ દવા તરીકે આપવાથી તેમના શરીરમાં ઇસ્ટ્રોજન ઉત્ન્ન થયું અને તેથી કેલ્શ્યમ હાડકાં ઉપર જામવાની ક્રિયા થઈ અને ઓસ્ટીઓ પોરોસીસનું પ્રમાણ ઓછું થયું.
ધીઆ ડાયાબીટીસમાં કેવી રીતે મદદ કરે ?
સંશોધકોના મતે મોટી ઉંમરે થતો ટાઈપ-ટુ ડાયાબીટીસ પણ તે વખતે શરીરમાં ધીઆનું પ્રમાણ ઓછું થઈ જવાથી થાય છે. સામાન્ય રીતે મોટી ઉંમરે ઇન્સ્યુલીન રેઝીઝટન્સ થાય. આ વખતે ૯૦ ટકા લોકોને ડાયાબીટીસ થાય ૧૦ ટકા લોકોમાં ઇન્સ્યુલીન ઓછું નીકળે. જ્યારે ઈન્સ્યુલીન વધારે નીકળે ત્યારે ધીઆનું પ્રમાણ ઓછું થઈ જાય. આ બધા ફેરફારોમાં પણ ધીઆ આપવાથી ડાયાબીટીસ કાબુમાં આવે.
ધીઆથી વજન ઓછું થાય ? સ્નાયુનો જથ્થો ઓછો થાય ?
જેમ ઉંમર થાય તેમ શરીરમાં સ્નાયુનો જથ્થો ઓછો થાય અને ચરબી વધે. આને કારણે મોટી ઉંમરે વ્યક્તિ જાડી (ઓબેસ) થાય અને શરીર ઉપર ચરબી દેખાય. સંશોધકોએ શોધી કાઢ્યું કે જો ધીઆનું પ્રમાણ ઓછું થાય તો આ બન્ને પરિસ્થિતિ ઉભી થાય. આ વખતે એન્ડોક્રાઈનોલોજીસ્ટની સલાહ લઈને ધીઆ લેવામાં આવે તો શરીરમાં ચરબી ઓછી થાય, સ્નાયુનો જથ્થો વધે અને સાથે કસરત હોય તો ઘરડા થવાનો પ્રોસેસ ધીમો પડે.
ધીઆથી માનસિક તનાવ ઓછો થાય ?
જો માનસિક તનાવ વધારે હોય તો માનવીના શરીરમાં ધીઆનું પ્રમાણ ઓછું થઈ જાય. સ્ટ્રેસ ઓછો કરવા મેડીટેશન કરો ત્યારે પ્રમાણ ઓછું ના થાય. આની સાથે સાથે ધીઆ સપ્લીમેન્ટ તરીકે લો તો માનસિક તનાવ ઓછો થઈ જશે.
ધીઆથી ઉંમર વધવાની ક્રિયા (એજીંગપ્રોસેસ) અટકે
માણસ ઘરડો થાય ત્યારે વાળ ધોળા થાય, કાને ઓછું સંભળાય. આંખે ઓછું દેખાય, ચાલ ઢીલી પડે, પાચનશક્તિ ઢીલી પડે, થોડું ચાલવામાં શ્વાસ ચઢી જાય. વૈજ્ઞાનિકો આનુંકારણ ધીઆનું ઓછું પ્રમાણ માને છે. તમે કસરત કરો તો હૃદય, રક્તવાહિની અને ફેફસાની કાર્યક્ષમતા વધશે, ધીઆનું પ્રમાણ વધશે અને સ્વાભાવિક રીતે તમારી ઉંમર વધવાની ક્રિયા ધીમી પડશે.
છેલ્લે એટલું જ કે ધીઆનું પ્રમાણ ઓછું ના થાય તેટલું ધ્યાન રાખશો તો લાંબું જીવશો અને આનંદમાં રહેશો.