|
જર્મન કંપની સિમેન્સ આઇટી ક્ષેત્રમાં ૪,૨૦૦ની છટણી કરશે |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 21 માર્ચ 2010 |
(પીટીઆઇ) ફ્રેન્કફર્ટ, તા.૨૧
જર્મનીના અગ્રણી ઔદ્યોગિક સમૂહ સિમેન્સ એજીએ આજે દુનિયાભરમાં ફેલાયેલા
તેના આઇટી બિઝનેસમાં વર્ષ ૨૦૧૧ સુધીમાં ૪,૨૦૦ કર્મચારીઓની છટણી કરવાનો
નિર્ણય કર્યો છ. દુનિયાભરમાં કંપનીના આઇટી એકમમાં ૩૫,૦૦૦ કર્મચારીઓ છે.
કંપનીની નવરચના માટે લેવાયો નિર્ણય ઃ ભારતમાં સિમેન્સ ગુ્રપના ૧૭,૦૦૦ કર્મચારીઓ
આજે જાહેર કરેલા નિવેદનમાં જર્મન કંપનીએ જણાવ્યું હતું કે સિમેન્ટ આઇટી સોલ્યુશન્સ એન્ડ સર્વિસીસ (એસઆઇએસ)માં ૨૦૧૧ સુધીમાં ૪,૨૦૦ કર્મચારીઓને રૃખસદ આપવામાં આવશે. દુનિયાભરમાં કંપનીના આઇટી બિઝનેસમાં અંદાજે ૩૫,૦૦૦ કર્માચારીઓ છે. ભારતમાં પણ સિમેન્સની નોંધપાત્ર ઉપસ્થિતિ છે, ભારતમાં કંપનીના ૧૭,૦૦૦થી વધારે કર્મચારીઓ છે.
કંપની ૪,૨૦૦માંથી જર્મનીમાં ૨,૦૦૦ કર્મચારીઓને છૂટાં કરશે. સિમેન્સે જણાવ્યું હતું કે પુર્નરચનાની યોજનાના ભાગરૃપ કર્મચારીઓની છટણીનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે કંપનીએ તેના આઇટી એકમને અલગ કંપની તરીકે સ્થાપવાની પણ યોજના બનાવી છે.
કર્મચારીઓની છટણી અંગે જણાવતા કંપનીએ કહ્યું હતું કે છૂટા કરાયેલા કર્મચારીઓની સામાજીક સુરક્ષા અંગે કંપની સ્વૈચ્છિક રીતે શક્ય તમામ પગલાં લશે. નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ખર્ચમાં ઘટાડો કરવા માટે પરસ્પર સમજૂતી દ્વારા કર્મચારીઓ સાથેના કરાર રદ કરવાના, તથા હંગામી કરારને રિન્યુ નહિ કરવા જેવા પગલાં લેવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે આ માટે કર્મચારીઓના પ્રતિનિધિઓ સાથે જરૃરી વાટાઘાટો ટૂંક સમયમાં શરૃ કરી દેવામાં આવશે.
વધુમાં સિમેન્સે જણાવ્યું હતું કે ૨૦૧૨ સુધીમાં તે એસઆઇએસમાં ૫૦ કરોડ યુરોનું રોકાણ કરશે. સિમેન્સ સમુહના દુનિયાભરમાં ૪,૦૦,૦૦૦ કર્મચારીઓ છે. ઊર્જા, આરોગ્ય તથા નાણાંકીય ક્ષેત્રે કંપનીનો મોટાપાયે ફેલાવો છે.
|