|
પાક. પ્રમુખ ઝરદારીની સત્તામાં ઘરખમ કાપનો તખ્તો તૈયાર |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 21 માર્ચ 2010 |
(પી.ટી.આઇ.) ઇસ્લામાબાદ, તા. ૨૧
પાકિસ્તાનમાં કટોકટી લાદવાના અને ન્યાયાધીશોની નિમણૂક કરવા સહિતની
પ્રમુખની અમર્યાદ સત્તા પર પાકિસ્તાનના બંધારણમાં થનારા સુધારામાં
નોંધપાત્ર કાપ મૂકાય તેવી શક્યતા છે. પાકિસ્તાની પ્રમુખ આસિફઅલી ઝરદારીએ
તેમની મોટા ભાગની સત્તા પાછી આપી દેવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે
બંધારણમાં થનારો સુધારો પર ઝરદારી માટે પડયા પર પાટા જેવો હશે.
કટોકટી લાદવાની, જજોની નિમણૂકની તેમજ સંસદનું વિસર્જન કરવા સહિતની સંખ્યાબંધ સત્તા આંચકી લેતું બિલ રજૂ થશે
અખબારી અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે બંધારણમાં સૂચિત સુધારો કરવા અંગેનો મુસદ્દો આ મહિનાના અંતમાં પાકિસ્તાની સંસદ સમક્ષ રજૂ કરાશે. આ સુધારામાં પાકિસ્તાની પ્રમુખની વર્તમાન નિરંકુશ સત્તાનો ઘણો ઘટાડો થવાના સંકેતો મળે છે. પ્રમુખની આ સત્તામાં ન્યાયાધીશો અને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક, દેશમાં કટોકટી લાદવી, રખેવાળ વહીવટીતંત્રની સ્થાપના અને સંઘીય સરકારની રચનાનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંધારણમાં સુધારો કરતા આ પ્રસ્તાવને અંતિમ સ્વરૃપ અપાઈ રહ્યું હતું જેમાં પ્રમુખની બે સત્તા- દેશની ત્રણેય સૈન્ય પાખના વડાની નિમણૂક અને બંધારણના પરિશિષ્ટ ૫૮ ૨ (બ) અંતર્ગત સંસદના વિસર્જન પર કાપ મૂકશે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઝરદારીએ દેશના પરમાણુ શસ્ત્રોનું નિયંત્રણ વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીને સોંપી દીધું હતું. ત્યારથી વિરોધ પક્ષે વધુ સત્તાઓ પાછી સોંપવાનું ઝરદારી પર દબાણ કરી રહ્યો છે.
પાકિસ્તાની બંધારણના પરિશિષ્ટ ૨૩૨માં સુધારો સુચવતા આ પેકેજ પ્રમાણે હવે સ્થાનિક વિધાનસભાઓ સાથે ચર્ચા કર્યા વગર દેશમાં મનસ્વી રીતે કટોકટી લાદી શકાશે નહીં. આ સુધારા પ્રમાણે કટોકટી લાદવા માટે વિધાનસભાઓએ ઠરાવ પસાર કરવાનો રહેશે.
આ પ્રસ્તાવમાં દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂક કરવાની સત્તા વડાપ્રધાન અને વિરોધ પક્ષના નેતાને આપવાનું પણ જણાવ્યું છે. ૬૬ જેટલા સત્રો બાદ બંધારણીય સુધારા સમિતિએ બંધારણમાં ૮૦ જેટલા સુધારા સુચવતા પેકેજનો મુસદ્દો તૈયાર કર્યો છે.
|