|
કિંગ ફિશરના બેંગ્લોરથી ઉપડેલા વિમાનમાંથી દેશી બોમ્બ મળ્યો |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 21 માર્ચ 2010 |
(પી.ટી.આઇ.) તિરૃવનંતપુરમ, તા. ૨૧
બેંગ્લોરથી ઉડેલા કિંગફિશર પ્લેનના કાર્ગોમાં ગનપાવડર ધરાવતો 'ક્રુડ બોમ્બ
જેવો પદાર્થ' મળી આવતા સલામતીની ચિંતા વધી ગઈ હતી. વિમાનમાં ૩૧ પ્રવાસી-
કર્મચારી હતા. વિમાનને અલગ લઈ જવાયું હતું અને બોમ્બ ડીફ્યુઝલ સ્કવોડે આ
પદાર્થને ડીફ્યુઝ કર્યો હતો.
વિમાનના કાર્ગો વિભાગમાંથી અખબારના કાગળમાં લપેટેલો ક્રિકેટ બોલ જેટલા બોમ્બને પગલે સુરક્ષા અંગે ગંભીર ચિંતા
બેંગ્લોરથી સવારે ૬.૨૫ કલાકે ઉપડેલું વિમાન સવારના આઠ કલાકે તિરૃવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું હતું. વિમાનમાં ૨૭ પ્રવાસી અને ચાર કર્મચારી હતા. પ્રવાસીઓ ઉતરી ગયા પછી રાબેતા સલામતી ચેકિંગ દરમિયાન માલસામાનના કાર્ગોમાંથી બિનવારસી પેકેજ મળી આવ્યું હતું. ક્રિકેટના બોલના કદનો પદાર્થ છાપામાં વીંટાળેલો મળતા સત્તાવાળાઓને તત્કાળ જાણ કરાઈ હતી, તેમ કિંગફિશર એરલાઇન્સના નિવેદને જણાવ્યું હતું.
વિમાનને આઇસોલેશન બેમાં લઈ જવાયું હતું. દેશી બનાવટના બોમ્બ જેવા પદાર્થને અલગ ખસેડાયો હતો અને બોમ્બ ડિસ્પોઝેબલ સ્કવોડ પદાર્થને પાણીમાં નાંખી ડીફ્યુઝ કર્યો હતો. પદાર્થની પ્રાથમિક તપાસમાં ગનપાવડરની હાજરી જણાઈ હતી. ચોક્કસ રાસાયણિક સંયોજન ફોરેન્સિક તપાસ પછી જાણવા મળશે તેમ પોલીસે જણાવ્યું હતું.
સ્પેશિયલ સેક્રેટરી (ઇન્ટર્નલ સિક્યુરિટી) યુ. કે. બંસલે આ બાબતને ગંભીર સલામતી ખામી ગણાવતા જણાવ્યું હતું કે, માલસામાનની ગોઠવણી સમયે અથવા તિરૃવનંતપુરમમાં સામાન ખાલી કરાવતી વેળાએ આ પદાર્થ મૂકાયો હોવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે, તેમાં કોઈ ડીટોનેટર નથી, ટાઇમિંગ સાધન નથી. આથી 'બોમ્બ' આપમેળે ફૂટી શકે તેમ ન હતું. સુરક્ષા એજન્સીઓ દ્વારા એરપોર્ટ પર હાજર કર્મચારીઓની પૂછપરછ કરાઈ હતી.
બેંગલુરૃ ઇન્ટરનેશનલ એરપોર્ટના સલામતી અધિકારીઓએ સલામતી ક્ષતિ બદલ કિંગફિશર એરલાઇન્સને જવાબદાર ઠેરવતા જણાવ્યું હતું કે, માલસામાન ભંડકિયામાં રખાતી આઇટમોની ચકાસણીની જવાબદારી સંબંધિત એરલાઇન્સની હોય છે. વિમાન કંપનીના નિવેદનમાં બેંગ્લોર ખાતે તેના સ્ટાફ દ્વારા કરાયેલી સલામતી ચકાસણીનો કોઈ ઉલ્લેખ કરાયો નથી.
કેરળના કાયદાપ્રધાન એમ. વિજયકુમારે જણાવ્યું હતું કે, ''આ બાબત ઘણી ગંભીર છે. કેરળની પોલીસે કેસ નોંધ્યો છે અને ગંભીરપણે તપાસ ચાલી રહી છે.'' સલામતી એજન્સીઓએ સ્થાનિક પોલીસની મદદથી વિમાનની સંપૂર્ણ ચકાસણી કરી હતી.
|