Last Updated:19 December 2011

અંકુશ રેખા પર થતાં વેપારમાંથી કાશ્મીરમાં ત્રાસવાદીઓને ફંડિંગ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
રવિવાર, 21 માર્ચ 2010
જમ્મુ, તા. ૨૧
કાશ્મીર અંકુશ હરોળની આરપારના વેપાર સાથે સંકળાયેલા કેટલાક લોકો કાશ્મીર ખીણમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે લશ્કર-એ-તોઇબાના ત્રાસવાદીઓને હવાલાના નાણા પૂરા પાડવામાં સંડોવાયેલા છે. પાંચ લોકોની ધરપકડના પગલે આ માહિતી બહાર આવી હતી.
જમ્મુ-કાશ્મીર અને પાક. અંકુશિત કાશ્મીરના કેટલાક વેપારીઓ લશ્કર-એ-તોઇબાને હવાલા મારફતે નાણાં ચુકવી રહ્યાં છે

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી મોકલાયેલા માલસામાનના વેચાણમાંથી મેળવાયેલા નાણા ત્રાસવાદી સંગઠ્ઠન તોઇબાના ત્રાસવાદીઓ અને અન્ય લોકો વચ્ચે ખીણમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ આચરવા વહેંચવાના એક કિસ્સામાં પાંચ લોકોની ધરપકડ પછી આ બાબતની જાણકારી મળી હોવાનો પોલીસે દાવો કર્યો હતો. ''જમ્મુ અને કાશ્મીર તથા પીઓકે વચ્ચે અંકુશ હરોળની પારના વેપારમા સંકળાયેલા કેટલાક લોકો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને ત્રાસવાદમાં સંડોવાયેલા ત્રાસવાદીઓને હવાલાના નાણાની મદદ કરે છે.'' તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.

ચોથી ઓકટોબર, ૨૦૦૯ના દિવસે શ્રીનગરના સદર પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે તોઇબાનો સક્રિય ત્રાસવાદી મુસ્તાક અહેમદ લોને તેના સાથીઓ પાકિસ્તાની ત્રાસવાદી કમાન્ડર ફરકાન અને ૧૮ વર્ષથી પીઓકેમાં રહેતા સ્થાનિક ત્રાસવાદી મહેમૂદ અહેમદે દારની મદદથી જમ્મુના પુરખુ વિસ્તારની સરતાજ ટ્રેડર્સ પેઢી મારફત વેપારી આઇટમો અને અનાજ પીઓકે મોકલતો હતો. આ ચીજવસ્તુઓના વેચાણમાંથી મળેલી રૃ. ૧૩.૮૫ લાખની રકમ તો તોઇબાના ત્રાસવાદીઓ અને તેમના સહાયકોને ખીણમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ ફેલાવવા વહેંચાઇ હતી.
સરતાજ ટ્રેડર્સના માલિક, પંજાબની બે વ્યક્તિ અને બે ત્રાસવાદી સહિત પાંચની ધરપકડ કરાઇ હતી અને તપાસ શરૃ થઇ હતી, તેમ પોલીસે જણાવ્યું હતું. સરહદ પારના આ વેપાર પર સુરક્ષા એજન્સીઓએ નજર રાખી હતી. પૂંચમાં ક્રોસિંગ પોઇન્ટ પર પ્રવાસીઓની અંગ જડતી દરમિયાન તેમજ કેટલાક ટ્રક ડ્રાઇવરોની કરાયેલી તપાસમાં સીમકાર્ડસ પણ મળી આવ્યા હતા.
બારામુલ્લા અને પૂંચ જિલ્લામાં સલામાબાદ અને ચકન-દા-બાગ અંકુશરેખા ક્રોસ પોઇન્ટ પરથી રૃ. ૨૭૨.૧૩ કરોડની ચીજવસ્તુઓનો વેપાર થયો હતો. જમ્મુ- કાશ્મીર અને પીઓકે વચ્ચે ૨૧ ઓકટોબર, ૨૦૦૮થી વેપારને પરવાનગી અપાઇ હતી. આ સમયગાળામાં પીઓકેમાંથી રૃ. ૧૬૦.૨૧ કરોડનો માલસામાન ખરીદાયો હતો, જ્યારે જમ્મુ- કાશ્મીરમાંથી રૃ. ૧૧૧.૯૨ કરોડનો માલસામાન મોકલાયો હતો.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી