Last Updated:19 December 2011

DLF રાજધાની દિલ્હીમાં રૃ.૪ કરોડના વૈભવી ફ્લેટ બાંધશે છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
રવિવાર, 21 માર્ચ 2010
(પીટીઆઇ)        નવી દિલ્હી, તા.૨૧
લક્ઝરી પ્રોપર્ટીના ક્ષેત્રમાં સ્પર્ધાને વધુ તેજ બનાવતા દેશની સૌથી મોટી રિયલ્ટી કંપની ડીએલએફે આજે રાજધાની દિલ્હીના હાર્દસમા વિસ્તારમાં રૃ.૪ કરોડની કિંમતના ૧૫૦ વૈભવી એપાર્ટમેન્ટની ઓફર રજૂ કરી હતી. આ એપાર્ટમેન્ટની કિંમત રૃ.૧૧,૦૦૦ પ્રતિ ચોરસ ફૂટ છે.
એપાર્ટમેન્ટનો પ્રતિ ચોરસ ફૂટ ભાવ રૃ.૧૧,૦૦૦ ઃ પ્રોજેક્ટ માટે ૨૦૦૭માં રૃ.૧,૬૭૫ કરોડમાં જમીન ખરીદવામાં આવી હતી

સેન્ટ્રલ દિલ્હીના મોતી નગર વિસ્તાર નજીક આવેલા શિવાજી માર્ગ પર ડીએલએફે કેપિટલ ગ્રીન્સ નામે લક્ઝુરિયસ હાઉસિંગ પ્રોજેક્ટ રજૂ કર્યો છે. આ સ્કીમમાં રૃ.૧૧,૦૦૦ પ્રતિ ચો.ફૂટના ભાવે ૧૫૦ એપાર્ટમેન્ટ ઓફર કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૭માં ડીએલએફે આ પ્રોજેક્ટ માટે રૃ.૧,૬૭૫ કરોડમાં જમીન ખરીદી હતી.
ડીએલએફના ગુ્રપ એક્ઝીક્યુટિવ ડિરેક્ટર રાજીવ તલવારે જણાવ્યું હતું કે લક્ઝરી રહેણાંક મકાનોની માગમાં અત્યંત વધારો થયો છે, તેથી જો અમે સ્પર્ધાત્મક ભાવે સારી પ્રોડક્ટ ઓફર કરીશું તો તે ચોક્કસપણે વેચાશે. તેમણે જણાવ્યું હતું કે આ ફ્લેટની કિંમત અત્યંત ઊંચી માનવામાં આવે છે તેમછતાં અન્ય લક્ઝરી પ્રોજેક્ટની સરખામણીએ આ ભાવ અત્યંત વાજબી છે.

દિલ્હીના અન્ય એક અગ્રણી ડેવલપર પાશ્વનાથે રાજધાનીમાં બે લક્ઝરી પ્રોજેક્ટ ઓફર કર્યા છે, જેમાં એક પશ્ચિમ દિલ્હીના સુભાષનગરમાં છે, તો બીજો ઉત્તર દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં છે. આ સ્કીમમાં અનુક્રમે રૃ.૭,૫૦૦ અને રૃ.૧૦,૦૦૦ પ્રતિ ચો.ફૂટના ભાવે એપાર્ટમેન્ટ ઓફર કરવામા આવ્યા છે.
અન્ય એક ડેવલપર એમ્માર એમજીએફે કોમનવેલ્થ ગેમ્સની સાઇટ નજીક આવેલા પ્રોજેક્ટમાં ૧૨,૭૦૦ પ્રતિ ચોરસ ફૂટના ભાવે એપાર્ટમેન્ટ ઓફર કર્યા છે. તલવારે જણાવ્યું હતું કે ડીએલએફના ત્રીજા ફેઝમાં ૪ બેડરૃમ-હોલ-કિચનના ફ્લેટ ઓફર કરવામાં આવશે જેનો ભાવ રૃ.૩,૦૦૦ ચોરસફૂટ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે અત્યાર સુધીમાં ૭૦ એપાર્ટમેન્ટ માટે બુકિંગ થઇ ગયું છે, તમામ ફ્લેટ વેચાય નહિ ત્યાં સુધી બુકિંગ ચાલુ રહેશે. કંપનીએ ગત વર્ષે પહેલા અને બીજા ફેઝની સ્કીમ ઓફર કરી હતી,જેમાં અનુક્રમેે ૧,૪૦૦ અને ૧,૨૫૦ યુનિટ વેચાયા હતા.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી