|
બજેટ પછી સિમેન્ટના ભાવમાં થેલીએ રૃા. ૧૦ થી ૧૨નો વધારો |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 21 માર્ચ 2010 |
(પીટીઆઈ) મુંબઈ, તા. ૨૧
દેશભરમાં સિમેન્ટની કિંમતોમાં પ્રતિ થેલીએ રૃા. ૧૦ થી ૧૨નો વધારો કરાયો
છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ઉંચો એક્સાઈઝ ડયૂટીનો ૧૨, નૂરભાડામાં વધારો
અને રેલવેમાં ડબાની અછતના કારણે સિમેન્ટ કિંમતો પર વિપરિત અસર પડી છે.
એક્સાઈઝમાં વધારો તેમજ પેટ્રોલ-ડિઝલના ભાવ વધતાં મોંઘું પરિવહન જેવાં કારણો જવાબદાર
દેશના ઉદ્યોગ જગતના જાણીતા નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે બજેટ પછી સિમેન્ટ કંપનીઓએ થેલીની કિંમતોમાં વિસ્તાર પ્રમાણે રૃા. ૧૦ થી ૧૨નો વધારો કર્યો છે. જેમાં સિમેન્ટ ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો મુખ્ય કારણ છે. આ ઉપરાંત કેન્દ્રીય બજેટમાં સિમેન્ટ પરની એક્સાઈઝ ડયૂટીમાં વધારો થતાં સિમેન્ટની થેલીની કિંમતોમાં રૃા. ૩ જેટલો વધારો થયો છે. જેના પગલે હવે સિમેન્ટની કિંમત રૃા. ૧૯૦ કરતાં વધી ગઈ છે.
ફેબુ્રઆરી મહિના દરમિયાન સિમેન્ટના ભાવો ઉંચા રહ્યા હતા. દેશના મોટાભાગના વિસ્તારોમાં મજબૂત માગ અને ટ્રાન્સપોર્ટમાં પડતી મુશ્કેલીના કારણે ભાવો ઉંચકાયા હતા. દેશના ઉત્તરભાગમાં સિમેન્ટની કિંમતોમાં ૬ ટકાનો વધારો થયો છે. જ્યારે દક્ષિણ ભાગમાં કિંમતોનો દર નીચો છે. દેશના મધ્ય અને પશ્ચિમ ભાગમાં સિમેન્ટના વેચાણમાં અનુક્રમે ૧૩.૯ અને ૮.૫ ટકાનો વધારો જણાતો હતો., જ્યારે ઉત્પાદનમાં મુકાયેલા કાપના કારણે દક્ષિણ ભાગમાં સિમેન્ટનું વેચાણ ઘટયું હતું.
ઉલ્લેખનીય છે કે ભારતીય સિમેન્ટ કંપનીઓએ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં પુષ્કળ પ્રમાણમાં સિમેન્ટનું વેચાણ કર્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાના વિકાસ માટે બજેટમાં અપાયેલી મદદ અને વિવિધ માળખાકીય કાર્યક્રમોની ફાળવણીના પગલે ભાગ યથાવત્ રહેશે તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે.
|