|
ભારતના બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 21 માર્ચ 2010 |
(પીટીઆઇ) ભુવનેશ્વર, તા. ૨૧
ભારત મેનુવરેબલ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ ધરાવતો પ્રથમ દેશ બનેલ છે. રવિવારે
ઓરિસ્સાના તટથી દૂર બંગાળના ઉપસાગરમાં યુધ્ધ જહાજ પરથી ૨૯૦ કિ.મી. રેન્જના
બ્રહ્મોસ મિસાઈલની વર્ટિકલ લોન્ચ આવૃત્તિનું સફળ પરીક્ષણ કરાયું હતું.
આવું મેનુવરેબલ મિસાઈલ ધરાવનાર ભારત વિશ્વમાં પ્રથમ અને એકમાત્ર રાષ્ટ્ર બન્યું
બ્રહ્મોસ એરોસ્પેસના વડા એ. શિવથાનુ પિલ્લાઇએ નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે આજના પરીક્ષણ પછી ભારત પોતાના શસ્ત્રભંડારમાં મેનુવરેબલ સુપરસોનિક ક્રુઝ ધરાવનારું પ્રથમ અને એક માત્ર રાષ્ટ્ર બન્યું છે. અલગ અલગ સંદેશાઓમાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ અને સંરક્ષણ પ્રધાન એન્ટોનીએ બ્રહ્મોસના વિજ્ઞાાનીઓ અને નૌકાદળને સફળ પરીક્ષણ માટે અભિનંદન પાઠવ્યા હતા. પિલ્લાઇએ જણાવ્યું હતું કે આ મિસાઈલના સોફટવેરને સુધારાયું હતું અને આજના પરીક્ષણે લક્ષ્યાંકને વીંધતા પહેલા સુપરસોનિક ગતિએ ચડઉતર અથવા તો ગતિમાં વધારા અને ઘટાડાની ચાલ સફળપણે પૂરવાર કરી હતી.
બ્રહ્મોસના અધિકારીઓએ જણાવ્યું હતું કે પરીક્ષણ દરમિયાન મિસાઇલે દરિયામાં મુક્તપણે તરતા જહાજને જળસપાટીની ઉપર જ વીંધી નાખ્યું હતું અને તેનો પૂર્ણ વિનાશ સર્જ્યો હતો. આ પરીક્ષણ નૌકાદળમાં પ્રવેશપરીક્ષણો અગાઉનું હતું. નૌકાજહાજોને વર્ટિકલ લોન્ચ મિસાઇલોથી સજ્જ કરવાની હિલચાલ છે. ભારતીય નૌકાદળના તલવાર વર્ગના ત્રણ યુધ્ધજહાજો રશિયામાં નિર્માણ હેઠળ છે, જેમાં વર્ટિકલ લોન્ચર ફિટ કરાયા છે. અન્ય ઘણા યુધ્ધજહાજોને પણ આવા લોન્ચરથી સજ્જ કરવામાં આવશે. નૌકાદળે અગાઉ ત્રાંસા-ઢળતી સપાટીના લોન્ચરો આઈએનએસ રાજપૂત પર ગોઠવી બ્રહ્મોસ મિસાઇલોના પરીક્ષણો કર્યા હતા. ભારતીય નૌકાદળમાં શિવાલિક વર્ગની ફ્રીગેટ્સને બ્રહ્મોસ મિસાઈલ્સથી સજ્જ કરાયેલી છે.
|