|
સોનિયા- રાહુલના મોં ફાટ વખાણ કરતા અમરસિંહ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 21 માર્ચ 2010 |
(પી.ટી.આઇ.) ગાઝિયાબાદ, તા. ૨૧
સમાજવાદી પક્ષમાંથી હકાલપટ્ટી કરાયેલા નેતા અમરસિંહે કોંગ્રેસ તરફ ચોક્કસ
સંકેતો પાઠવતા સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીની પ્રશંસા કરી
હતી અનેે કહ્યું હતું કે, તેઓના મનમાં દેશનો વિકાસ અગ્રસ્થાન ધરાવે છે.
મુલાયમસિંહે સમાજવાદી પક્ષને પરિવારનો પક્ષ બનાવી દીધો હોવાનો આક્ષેપ
અહીં ગઢમુક્તેશ્વર ખાતે સભાને સંબોધતા અમરસિંહે કોંગ્રેસના પ્રમુખ અને અમેઠીના સાંસદ તરફ અગાઉ કરેલી ખોટી ટીકાઓ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે ગઈકાલની સાંજે જણાવ્યું હતું કે, ''હું પક્ષના વિચારથી બંધાયેલો હતો તેથી આમ કર્યું હતું. પરંતુ હવે હું કહી શકું છું કે સોનિયા વિશ્વની એકમાત્ર મહિલા છે જેમણે દેશની એકતાના હેતુસર વડાપ્રધાન પદનું બલિદાન આપ્યું હતું.''તેમણે રાહુલ ગાધીને દેશના રાજકારણને નવી દિશા આપનાર ગણાવી ગરીબોના ઘરમાં તેમની સાથે રહેવા બદલ કોંગ્રેસના મહામંત્રીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેઓ સમાનતામાં માને છે તે આનાથી દેખાઈ આવે છે.
અમરસિંહે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશના પશ્ચિમ જિલ્લાઓમાંથી ''હરિત પ્રદેશ''ની રચનાના મુદ્દે લડતમાં તેઓ રાલોદના નેતા અજિતસિંહને ટેકો આપશે. અગાઉ, માર્ચ મહિનાના અંત સુધી નવો પક્ષ સ્થાપવાનું કહેનારા અમરસિંહે તેનો ઉલ્લેખ પણ કર્યો નહતો. તેમણે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ઉત્તરપ્રદેશ સરકારની આલોચના પણ કરી હતી.
સમાજવાદી પક્ષના સુપ્રીમો મુલાયમસિંહ યાદવ સામે આકરાં પ્રહારો ચાલુ રાખતા તેમણ પક્ષને 'ફેમિલી પાર્ટી' બનાવવાનો આક્ષેપ કર્યો હતો તથા મુલાયમ અને તેમના પરિવારજનોને પરાસ્ત કરવા તમામ પ્રયાસો કરવાની પ્રતિજ્ઞાા લીધી હતી. આ સભાનું આયોજન અમરસિંહની હકાલપટ્ટી પછી સમાજવાદી પક્ષ છોડનારા સ્થાનિક ધારાસભ્ય મદન ચૌહાન દ્વારા કરાયું હતું.
|