|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 21 માર્ચ 2010 |
|
અફઘાનિસ્તાનમાં બોમ્બ ધડાકામાં ૧૨નાં મોત
(પીટીઆઇ) મજારે શરીફ, તા. ૨૧
અફઘાનિસ્તાનના પ્રમુખે આજે આશા વ્યક્ત કરી હતી કે આગામી નેશનલ
કોન્ફરન્સમાં ત્રાસવાદીઓ સાથે શાંતિ સ્થપાશે. આ નિવેદન બાદ પણ
અફઘાનિસ્તાનમાં થયેલા ત્રાસવાદી વિસ્ફોટમાં ૧૨ નાગરિકોના મોત થયાં હતાં.
અફઘાનિસ્તાનના નવા વર્ષની ઉજવણી મજારે શરીફના ઉત્સવ સમયે પ્રમુખે શાંતિ
સ્થપાવાની આશા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે અફઘાન સરકાર પ્રજાજનો
માટે શાંતિપૂર્વકના જીવન માટે પ્રયાસો કરશે. ભગવાન સાથ આપશે તો લોકોના
સહયોગથી શાંતિ અને સ્થિરતા સ્થપાશે. પ્રમુખના આ નિવેદનથી છેલ્લા નવ વર્ષથી
ચાલી રહેલી તાલિબાન સાથેની શાંતિમંત્રણા સફળ થાય તેવી શક્યતા છે.
રાજ્યસભામાં ઐય્યરની નિમણૂંક સામે વાંધો
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૧
લોકસભાની ચૂંટણીમાં પરાજીત થયેલા મણિશંકર ઐયર અને રામ દયાલ મૂંડાની રાજ્યસભામાં નિમણૂક સામે વાંધો ઉઠાવીને ભાજપે કહ્યું હતું કે કોંગ્રેસે જવાહરલાલ નેહરૃની નીતિની અવગણના કરી છે. ૧૯૫૩માં જવાહરલાલ નેહરૃએ સંસદમાં કહ્યું હતું કે રાજ્યસભામાં રાજકીય નહીં પરંતુ સાહિત્યકારો અને કલાકારોની નિમણુક થવી જોઇએ તેમ ભાજપના પ્રવકતા રાજીવ પ્રતાપ રૃડીએ જણાવ્યું હતું.
રાજકીય પક્ષના સક્રીય કાર્યકરોને રાજ્યસભામાં નિમણુક આપીને કોંગ્રેસે નહેરૃના દ્રષ્ટિકોણની અવગણના કરી છે. ઐયર અને મુંડા ૨૦૦૯માં લોકસભાની ચૂંટણીમાં પરાજીત થયેલા છે.
ગોપાલ સ્વામી ઐયંગરે પણ ૧૯૪૭માં જણાવ્યું હતું કે રાજ્યસભામાં રાજકીય પક્ષોના કાર્યકરો નહીં પરંતુ કલા, સાહિત્ય અને સંસ્કૃતિને લક્ષ્યમાં રાખી ચર્ચા કરી શકે તેવા સભ્યોની નિમણૂંક થવી જોઇે.
આતંકવાદ મુદ્દે ભારત બ્રિટન વચ્ચે સહયોગ
(પીટીઆઇ) લંડન, તા. ૨૧
ગૃહમંત્રી પી. ચિદમ્બરમ આવતી કાલે બ્રિટનના ગૃહમંત્રી અને ગુપ્તચર તંત્ર સાથે મુલાકાત કરશે અને ભારત અને બ્રિટન વચ્ચે આતંકવાદ મુદ્દે સહયોગ સંમતિ થશે. ચિદમ્બરમ આજે ત્રણ દિવસની બ્રિટન મુલાકાતે આવ્યા હતાં. તેઓ બ્રિટના ગૃહમંત્રી એલન જ્હોન્સન સાથે ત્રાસવાદ મુદ્દે વધુ તીવ્ર સહયોગ અંગે વાતચીત કરશે.
નેશનલ ઈન્ટેલીજન્સ ગ્રીડની સ્થાપના કરીને માહિતીની આપલે દ્વારા બ્રિટન અને ભારતમાં ત્રાસવાદ ડામવાના મુદ્દે વિવિધ કક્ષાએ વાટાઘાટો થશે. ગૃહમંત્રી બ્રિટનના વિદેશમંત્રી ડેવિડ મિલિબેન્ડને પણ મળશે તેમજ ગુપ્તચર તંત્રના વડા જનરલ જોનાથન ઈવાન્સની પણ મુલાકાત લેશે.
ભાજપના નેતાનું આગમન ગોળીબારથી વધાવાયું
(પી.ટી.આઇ.) મોરેના, તા. ૨૧
મધ્યપ્રદેશના મોરેના ખાતે ભાજપના નવા નિમાયેલા મહામંત્રી અને સાંસદ નરેન્દ્રિસંહ તોમરના આગમનની ખુશીમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં તોમરનું સ્વાગત ગોળીબારથી કરવા જતા એક સ્થાનિક ભાજપી નેતાને ગંભીર ઇજા પહોંચી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે તોમર મોરેના પાસેનાગામ સાંભમાં પહેલીવાર આવ્યા હતા અને સ્થાનિક કાર્યકરોને તેમને ગોળીબારથી સલામી આપવાનું નક્કી કર્યું હતું. જો કે, એક ગોળી ભાજપના સ્થાનિક એકમના ઉપપ્રમુખ સુભાષ શર્માને પગમાં વાગતા તે ગંભીર રીતે ઘવાયા હતા.
શર્માને તાત્કાલીક દવાખાને ખસેડાયા હોવાનું કહી સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ ઘટના સંદર્ભમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
૩૫ હજાર મેગાવોટ પરમાણુ વીજળીનો અંદાજ
(પીટીઆઇ) મુંબઇ, તા.૨૧
અણુ ઊર્જા પંચના ઉચ્ચ અધિકારીએ અંદાજ વ્યક્ત કર્યો હતો કે વર્ષ ૨૦૨૦ સુધીમાં ભારતની વીજ ઉત્પાદન ક્ષમતા ૩૫,૦૦૦ મેગાવોટ થઇ જશે. આ સાથે તેમણે અણુ વીજ ઉત્પાદન ક્ષેત્રે ખાનગી કંપનીઓની ભાગીદારીની જરૃરિયાત જણાવી હતી.
અણુ ઊર્જા પંચના ચેરમેન અને ભાભા અણુ સંશોધન કેન્દ્રના ડિરેક્ટર એસ.બેનરજીએ જણાવ્યું હતું કે ૨૦૨૦ સુધીમાં ભારતની વીજ ઉત્પાદન ક્ષમતા વધીને ૩૫,૦૦૦ થઇ જશે, જો કે ત્યારે વીજળીની માગ પણ વધીને ૩,૫૦,૦૦૦થી ૪,૦૦,૦૦૦ મેગાવોટ થઇ જશે. મુંબઇમાં જાદવપુર યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા બેનરજીએ જણાવ્યું હતું કે ૨૦૨૦ સુધીમાં કુલ વીજ ઉત્પાદનમાં અણુ ઊર્જાનો હિસ્સો માત્ર ૧૦ ટકા કરતા પણ ઓછો રહેશે.
બેનરજીએ જણાવ્યું હતુ કે ભારતના પરમાણુ વીજ ઉત્પાદન કાર્યક્રમમાં ખાનગી ક્ષેત્રની પણ જરૃર પડશે. તેમણે જણાવ્યું હતું કે અણુ ઊર્જા ક્ષેત્રે માત્ર સરકાર તમામ પ્રવૃત્તિ કરશે એ માન્યતા ખોટી છે, આ માટે ઉદ્યોગોની પણ જરૃર પડશે.
કતાર ૪૦ લાખ ટન LNG પૂરો પાડશે
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૧
કતાર આજે ભારતને ૪૦ લાખ ટન વધારાનો પ્રવાહી કુદરતી ગેસ પૂરો પાડવા સંમંત થયું હતું. ભારતની વધતી જતી માંગ પૂરી કરવા આ પુરવઠો ૨૦૧૪ સુધીમાં પૂરો પાડવામાં આવશે.
વિશ્વના સૌથી વધુ એલએનજી નિકાસ કરનારા કતારના ઊર્જામંત્રી અબ્દુલ્લા અલ અટીયાહે જણાવ્યું હતું કે, કતાર ભારતને આગામી વર્ષે ૧૦ લાખ ટન ગેસ આપશે અને ૨૦૧૪ સુધીમાં ૪૦ લાખ ટન પુરવઠો પુરો કરશે.
ભારતને તેઓ અગ્રીમતા આપે છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, ભારતની માગણી તેમણે હંમેશા સ્વીકારી હતી. પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવરા સાથે એક કલાકની બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે, ભારતને હજી વધુ ગેસ આપવાની વાટાઘાટો ચાલુ છે.
|