|
આઇપીએલની નવી ટીમોમાં અમદાવાદનો સમાવેશ ન થતાં ચાહકો નિરાશ થયા |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 21 માર્ચ 2010 |
|
હવે આઇપીએલમાં નવી ટીમો માટે સ્થાન નથી ઃ લલીત મોદી
અમદાવાદ,રવિવાર
આઇપીએલમાં પ્રવેશવા માટે છેક છેલ્લી ઘડી સુધીની ભારે ઇંતેજારી બાદ
અમદાવાદને હાઇ પ્રોફાઇલ ટ્વેન્ટી-૨૦ લીગમાં સ્થાન ન મળતા સ્થાનિક ચાહકો
નિરાશ થયા હતા. આવતા વર્ષથી આઇપીએલમાં જોડાનારી બે ટીમોમાં અમદાવાદને
સ્થાન મળશે જ તેવો વિશ્વાસ ધરાવતા ચાહકોને ટેન્ડરના પરિણાંમ જાહેર થતાં
ત્યારે આચકો લાગ્યો હતો. આઇપીએલે ૧૭૦૨ કરોડ રૃપિયામાં પૂણેને અને ૧૫૩૩
કરોડ રૃપિયામાં કોચીને આગામી ટુર્નામેન્ટમાં સ્થાન આપવાની જાહેરાત કરી હતી.
કોચીએ છેલ્લી ઘડીએ એન્ટ્રી મારતાં અમદાવાદને ફટકો પડયો ઃ અમદાવાદ અને કોચીની બોલીમાં આશરે ૮૪ કરોડ રુપિયાનો તફાવત હતો
હ્વહ્વર્ખ્તજ્યારે અમદાવાદને ૮૪ કરોડ રૃપિયાના તફાવતને કારણે આઇપીએલમાં પ્રવેશ મળી શક્યો નહતો. બે ટીમો માટેના પાંચ બીડરોમાં બીજા ક્રમની મોટી બોલી ખુબ જ ઓછા જાણીતા એવા કોન્સોર્ટિયમ રેન્દેવુએ લગાવી હતી. રેન્દેવુએ કોચીની ટીમ ખરીદવા માટે રૃપિયા ૧૫૩૩ કરોડ ચુકવવાની તૈયારી બતાવી હતી. જ્યારે અમદાવાદ માટે અદાણી જુથે આશરે ૧૪૪૯ કરોડ રૃપિયાની બોલી લગાવી હતી. અમદાવાદને આઇપીએલની ટીમ ન મળતાં સ્થાનિક ચાહકોથી માંડીને મોટાભાગે ક્રિકેટરોમાં પણ હતાશા જોવા મળતી હતી. છેલ્લા કેટલાક સમયથી આઇપીએલમાં નવી બે ટીમો સમાવવાની પ્રક્રિયા શરૃ થઇ ત્યારથી જ અમદાવાદને ટીમ મેળવવા માટે સૌથી પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવતુ હતુ. અમદાવાદને જો આઇપીએલ ટીમ મળે તો ગુજરાતના ખેલાડીઓને પણ શ્રેષ્ઠ કક્ષાનું પ્લેટફોર્મ મળશે તેમ મનાતુ હતુ. ગુજરાતના ભૂતપૂર્વ ક્રિકેટરો, અમ્પાયર્સથી માંડીને ક્રિકેટ સાથે સકળાયેલા તમામને ફાયદા
ે થાય તેવી શક્યતા હતી. જો કે બીડીગ પ્રક્રિયાના પરિણાંમો આવતા જ ગુજરાતના ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો હતો. આગામી સમયમાં પણ અમદાવાદની ટીમને આઇપીએલમાં સ્થાન મળશે તેવી શક્યતા પણ હવે લગભગ સમાપ્ત થઇ ગઇ છે. કારણ કે નવી ટીમો ઉમેરવામાં આવતા આઇપીએલની કુલ ટીમો ૧૦ થઇ ગઇ છે. અત્યાર સુધી આઠ ટીમોને ઘરઆંગણે અને હરિફ ટીમના મેદાન પર મેચ રમાડવામાં આવતી હતી અને દોઢ મહિનો ચાલતી આખી ટુર્નામેન્ટમા કુલ ૬૦ મેચો યોજાતી હતી. જ્યારે હવે ૧૦ ટીમોના કારણે મેચોની સંખ્યા ૯૪ પર પહોંચી જશે. આ કારણે ટુર્નામેન્ટને લંબાવવી પડશે તે લગભગ નિશ્ચિત લાગી રહ્યુ છે.આઇપીએલ કમિશનર લલીત મોદીએ સ્પષ્ટ કરી દીધુ છે કે, હવે અમારી પાસે ૧૦ ટીમો થઇ ગઇ છે અને અમે નજીકના ભવિષ્યમાં નવી ટીમો ઉમેરવાના નથી. હાલના તબક્કે આ ૧૦ ટીમો માટે આઇપીએલનો કાર્યક્રમ ગોઠવવો અમારા માટે મુશ્કેલરૃપ છે. લલીત મોદીની જાહેરાત બાદ હવે આવનારા વર્ષોમાં પણ અમદાવાદની ટીમ આઇપીએલમા સ્થાન મેળવે તેન શક્યતા નહીવત થઇ ગઇ છે.
અમદાવાદને ટીમ ન મળતાં નારાજ થયેલા કેટલાક ચાહકોએ નવી ટેન્ડર પ્રક્રિયા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આઇપીએલે જ્યારે પહેલી વખત ટેન્ડર બહાર પાડયા ત્યારે આકરી નાણાંકિય શરતોને કારણે માત્ર ત્રણ જ ટેન્ડર આવ્યા હતા. કેટલાક ચાહકો માને છે કે જો ત્યારે જ ટેન્ડર ખોલવામાં આવ્યા હોત તો કદાચ અમદાવાદને આઇપીએલમાં ટીમ મળી ગઇ હોત. અલબત્ત, તે સમયે બોર્ડના અધિકારીઓના વિરોધના કારણે આઇપીએલને બીડીંગ પ્રક્રિયા જ રદ્દ કરવી પડી હતી અને તેમણે નવેસરથી ટેન્ડર મંગાવ્યા હતા.
|