Last Updated:19 ડિસેમ્બર 2011

આજે આઈપીએલની નવી બે ટીમોની જાહેરાત થશે છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
શનિવાર, 20 માર્ચ 2010
આઇપીએલમાં પ્રવેશવા અમદાવાદ અને નાગપુર ફેવરીટ

ચેન્નઇ, તા.૨૦
આઇપીએલમાં આવતા વર્ષથી જોડાનારી બે નવી ટીમોની જાહેરાત આવતીકાલે કરવામાં આવશે. નવી બે ટીમો માટે કુલ પાંચ દાવેદારો મેદાનમાં છે. હવે આવતીકાલે સવારે આઇપીએલની નવી બે ફ્રેન્ચાઇઝીઓ માટે હરાજી થશે. વર્ષ ૨૦૧૧થી આઇપીએલમાં સામેલ થવા માટે અમદાવાદ અને નાગપુરને હોટફેવરીટ મનાય છે. જો કે તે અંગે આખરી નિર્ણય આવતીકાલે થશે.
ટીમની બેઝ પ્રાઇઝ રૃા. ૧૨૫૦ કરોડ છે ઃ બે ટીમો માટે પાંચ દાવેદાર

નવી ફ્રેન્ચાઇઝીઓ માટેની બેઝ પ્રાઇઝ રૃપિયા ૧૨૫૦ કરોડ નક્કી કરવામાં આવી છે. સૂત્રો જણાવે છે કે ટીમ ખરીદવાની હરાજીમાં ઉતારવા માટેની પૂર્વ લાયકાતરૃપે જમા કરાવવાનો રૃપિયા ૪૬ કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવવાનો હોય છે. નવી ટીમો ખરીદવા માટે અદાણી ગૃપ, વિડિયોકોન, સહારા ઇન્ડિયા તેમજ સંયુક્તપણે સાયરસ પૂનાવાલા અને અજય શિરકેએ દાવેદારી નોંધાવી હોવાનું મનાય છે.

અગાઉ આઇપીએલની નવી ટીમો માટેની હરાજી ૭મી માર્ચના રોજ થવાની હતી. જો ક આઇપીએલની આકરી શરતોના કારણે તે પ્રક્રિયાને જ રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ નવેસરથી ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. બીસીસીઆઇએ આશરે ૧૨ શહેરો માટે બીડીંગ પ્રક્રિયા શરૃ કરી હતી. આઇપીએલમાં હાલ આઠ ટીમો સામેલ છે, જે આવતા વર્ષથી ૧૦ની થઇ શકે.

નવી ટીમોના સંભવિત દાવેદારો
૧.    અદાણી ગુ્રપ
૨.    વિડિયોકોન
૩.    સહારા ઇન્ડિયા
૪.    સાયરસ પુનાવાલા અને અજય શિરકે
૫.     જયપ્રકાશ ગુ્રપ
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી