Last Updated:19 ડિસેમ્બર 2011

રાંધણગેસ, કેરોસીનના ભાવમાં વધારા અંગે ટૂંકમાં જ નિર્ણય છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
શનિવાર, 20 માર્ચ 2010
(પીટીઆઇ)    ચેન્નાઇ, તા. ૨૦
રાંધણગેસ અને કેરોસીનના ભાવમાં વધારાની ભલામણ કરનાર કિરિટ પરીખ સમિતિના અહેવાલ બાબતે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલય ટુંક સમયમાં જ નિર્ણય લેશે.
બન્ને પ્રોડકટ્સના ભાવમાં તીવ્ર વધારાની ભલામણ કરતી કિરિટ પરીખ સમિતિની ભલામણો  પર ચાલતી વિચારણા

પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલયના સચિવ એસ. સુદર્શને જણાવ્યું હતું કે સમિતિના અહેવાલનો અમલ ભવિષ્ય માટે કરવાનો છે આથી અમે ૨૦૧૦-૧૧ માટે અને આગળ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને સ્રોતોની ફાળવણી અગાઉ ચોક્કસપણે તેના વિશે નિર્ણય લઇશું. મંત્રાલય તેની ચકાસણીના આખરી તબક્કામાં  છે. અમે કેબિનેટ  સમક્ષ તેની  રજૂઆત કરી છે.

પેટ્રોલિયમ સચિવે મત આપ્યો હતો કે અહેવાલનો અમલ આગામી નાણાકીય વર્ષથી પ્રસ્તુત ગણાશે. પરીખ સમિતિએ રાંધણગેસના બાટલાદીઠ રૃા. ૧૦૦ અને કેરોસીનમાં લીટરદીઠ રૃા. ૬ના ભાવવાધારાની ભલામણ કરી છે. ફ્યુઅલ ભાવવધારા વિશે તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રુડની કિંમતોમાં અસ્થિરતાનો અર્થ એ થાય છે કે ઘણી વખત ફ્યુઅલના ભાવનિર્ધારણમાં  કેટલાક સખત નિર્ણયો લેવાની જરૃર પડે છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓની સંયુક્ત અન્ડર રીકવરી વર્તમાન નાણા વર્ષ માટે રૃા. ૪૫,૦૦૦ કરોડ હોવાનો તેમણે નિર્દેશ આપ્યો હતો. સરકાર ગરીબોને રક્ષણ આપવા માટે ખાસ કરીને કેટલાક વર્ગોમાં રાંધણગેસ અને કેરોસીનના કિસ્સામાં ચોક્કસ યોજના આપી શકે છે. ''પરંતુ કોઇ ગ્રાહક એમ માની ન શકે કે આંતરરાષ્ટ્રીય કિંમતોની અસ્થિરતાની અસરથી તેને સદાકાળ રક્ષણ આપી શકાય અને આવી નીતિ લાંબા ગાળે ચાલી પણ ન શકે,'' તેમ  પેટ્રોલિયમ સચિવે  જણાવ્યું હતું.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી