|
રેલવેની જાહેરાતમાં રાજધાની દિલ્હી પાકિસ્તાનમાં દર્શાવાઈ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
શનિવાર, 20 માર્ચ 2010 |
(પીટીઆઈ) કોલકાતા, તા. ૨૦
સરકારી વિભાગો દ્વારા
અપાતી જાહેરખબરોમાં છબરડો થવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. પૂર્વ
રેલવે દ્વારા પ્રસિદ્ધ કરાયેલી આવી જ એક જાહેરાતમાં મુકવામાં આવેલા
નકશામાં રાજધાની દિલ્હીને પાકિસ્તાનમાં અને કોલકાતાને બંગાળની ખાડીમાં
દર્શાવવામાં આવ્યું છે. આ જાહેરખબર રેલવે પ્રધાન મમતા બેનરજી દ્વારા
કોલકતાથી 'મહારાજા એક્સપ્રેસ'ને લીલી ઝંડી અપાવા અંગેના કાર્યક્રમની હતી.
રેલવે વિભાગ પ્રસિદ્ધ કરાયેલી આ જાહેરખબરમાં એક નાનું બોક્સ મુકવામાં આવ્યું છે અને તેમાં ટ્રેનનો કોલકાતાથી દિલ્હીનો રુટ વાયા ગયા, વારાણસી, બાંધવગઢ, ખજુરાહો, આગ્રા અને ગ્વાલિયરનો દર્શાવાયો છે.
જાહેરાતમાં આ ટુટ ભારતના નકશામાં બતાવાયો છે અને તેમાં જ છબરડો છે. કારણ કે નકશામાં કોલકાતાને બંગાળની ખાડીમાં અને દિલ્હીને પાકિસ્તાનમાં દર્શાવાયા છે. આ ઘટના અંગે પૂર્વ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સમિર ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ એક બહુ મોટી ભુલ છે અને વિભાગ તેના બદલ માફી માગે છે. આ ભૂલ કરનાર જાહેરાત એજન્સીને પણ રદ્દ કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ આ જાહેરાત કંપનીના માલિકે જણાવ્યું હતું કે આ ટુટ મુસાફરોના ફાયદા માટે અપાયો હતો એ તેનું ચિત્ર તૈયાર કરાવાયું હતું. એમાં કોઈ વિવાદ ઊભો કરવાનો અમારો હેતુ નહોતો.
ગોસ્વામીએ જણાવ્યું હતું કે પૂર્વ રેલવે દ્વારા મંજૂર કરાયેલી ડીઝાઈનમાં આવી કોઈ ભૂલ નહોતી. વિભાગે જાહેરખબર એજન્સીને યોગ્ય વિગતો જ પૂરી પાડી હતી.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ભારતમાં પ્રકાશિત થયેલી આવી જ એક જાહેરખબરમાં વડાપ્રધાન મનમોહનસિંહની સાથે ભૂલથી પાકિસ્તાનની વાયુદળના ભૂતપૂર્વ વડા તનબિર મહમૂદ અહમદનો ફોટ દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે એક દિવસ પહેલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પોલીસદળે પ્રસિદ્ધ કરેલી જાહેરાતમાં ભુલથી ભારતના પંજાબ રાજ્યના પોલીસ દળનો લોગો છાપવામાં આવ્યો હતો.
|