Last Updated:19 ડિસેમ્બર 2011

ત્રાસવાદી હેડલીની પૂછપરછ માટે અમેરિકાએ મંજૂરી આપી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
શનિવાર, 20 માર્ચ 2010
મુંબઈ હુમલાના કાવતરામાં સંડોવાયેલા

(પી.ટી.આઈ.)    નવીદ લ્હિી, તા. ૨૦
અમેરિકાએ ભારતને ખાતરી આપતા જણાવ્યું હતું કે તે મુંબઈ હુમલામાં સંડોવાયેલા ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીની પૂછપરછ કરી શકશે. અમેરિકાની આ હૈયાધારણાને પગલે ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ને હેડલી માટે પ્રશ્નોત્તરીની યાદી તૈયાર કરવા કહ્યું છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમને પ્રશ્નોત્તરી તૈયાર કરવા ચિદમ્બરમની સૂચના ઃ ભવિષ્યમાં હેડલીના પ્રત્યાર્પણ અંગે વિચારણા થશે

ચિદમ્બરમે જણાવ્યું હતું કે હેડલીએ લશ્કર-એ-તોઇબાના સભ્યો સાથે મળીને કાવતરું ઘડયું હોવાનું અને આતંકવાદી સંગઠનની શિબિરોમાં હાજરી આપી હોવાનું સ્વીકાર્યું છે. નવી દિલ્હી ખાતે પત્રકારો સાથે વાત કરતા અમેરિકાના નાયબ વિદેશ પ્રધાન રોબર્ટ બ્લેકે જણાવ્યું હતું કે હેડલીનું ભારતને પ્રત્યાર્પણ કરાશે નહીં પણ સાથે ભારતની તેની પૂછપરછ કરી શકશે તેવી શકયાત તેમણે નકારી નથી.

દરમિયાન અમેરિકી એટર્ની જનરલ અને ન્યાય વિભાગના વડા એરિક હોલ્ડરે ગઇ કાલે સાંજે ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ સાથે વાત કરી હતી. અને હેડલીના કેસને લગતી કેટલીક ચિંતાઓ અંગે સ્પષ્ટતા કરી હતી. ગૃહપ્રધાને જણાવ્યું હતું કે ભારત એક ચોક્કસ ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત હેડલીની પૂછપરછ કરી શકશે. તેમણે એનઆઇએ અને અન્ય સંસ્થાઓને આ કેસ સંદર્ભે તાત્કાલિક દસ્તાવેજો તૈયાર કરવાના નિર્દેશો આપ્યા છે.
બ્લેકે ભારત ઉપરાંત પાકિસ્તાન અને ડેન્માર્કને પણ આ કેસ સંદર્ભે હેડલીના પ્રત્યાર્પણની શકયતા નકારી કાઢી હતી. જો કે તેમણે કહ્યું હતું કે હેડલી પર ભવિષ્યમાં બીજા આરોપો ઘડી શકાય છે પણ હાલના આરોપોનાં આધારે તેનું પ્રત્યાર્પણ કરવું શકય નથી.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી