|
દિલ્હીમાં વિસ્ફોટનું બબ્બર ખાલસાનું કાવતરું પકડાયું |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
શનિવાર, 20 માર્ચ 2010 |
(પીટીઆઇ) નવી દિલ્હી/મોહાલી, તા. ૨૦
શીખ આતંકવાદી સંગઠ્ઠન બબ્બર ખાલસા આંતરરાષ્ટ્રીય નવી દિલ્હી અને હિમાચલ
પ્રદેશમાં બોમ્બ વિસ્ફોટો કરવાની યોજના પર પોલીસની સમયસૂચકતાએ પાણી ફેરવી
દીધું છે. પોલીસે આ જૂથના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી
પીસ્તોલ, દારૃગોળો અને રૃ. ૧ લાખની રોકડ મળી આવી છે.
ત્રણ ત્રાસવાદીની ધરપકડ ઃ દિલ્હી પછી હિમાચલ પ્રદેશમાં પણ બોમ્બ ધડાકા કરવાની યોજના હતી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોહાલી પોલીસે ધરપકડ કરેલી આ ત્રણ વ્યક્તિઓમાં પુરૃષોત્તમસિંહ ઉર્ફે બંટી, દલજિત સિંહ અને તલવિંદર સિંહનો સમાવેશ થાય છે જ્યારે હરિંદર સિંહ સહિત બે શકમંદો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. લુધિયાણામાં ૨૦૦૭માં શકમંદો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. લુધિયાણામાં ૨૦૦૭માં એક સિનેમાઘરમાં થયેલા વિસ્ફોટના કેસમાં હરવિંદર વોન્ટેડ છે.
પોલીસે હરમિંદર અંગે માહિતી આવનારને રૃ. પાંચ લાખના ઇનામની જાહેરાત કરી છે. હરિંદર હજુ ગયા મહિને જ ભારતમાં પાછો ફર્યા હતો. અને તે ૨૦૦૭ના લુધિયાણા વિસ્ફોટ પછીથી નાસતો ફરે છ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હરિંદરે તેનો બેઝ ગ્રીસમાં બનાવ્યો હતો અને ત્યાંથી જ તે ભારતમાં નવી દિલ્હી અને હિમાચલ પ્રદેશના નૈના દેવી ખાતે વિસ્ફોટો કરવા આવ્યો હતો. આ ઉપરાંત ભાગવામાં સફળ રહેલા નિર્મલસિંહના માથે પણ પોલીસે રૃ. પાંચ લાખનું ઇનામ જાહેર કર્યું છે.
તલવિંદર દિલ્હીનો જ્યારે દલજિત પંજાબનો રહેવાસી છે. આ ત્રણેય સામે ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવ કાયદા તેમજ બોમ્બ અને વિસ્ફોટકોના કાયદા અંતર્ગત કેસ દાખલ કરાયો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બબ્બર ખાલસા આંતરરાષ્ટ્રીય સંગઠ્ઠનને તેના આતંકવાદીઓ પરમજિંતસિંહ અને પુરૃષોત્તમ ગોલ્ડીના આદેશ પ્રમાણે પ્રવૃત્તિઓ કરે છે. તેમને પાકિસ્તાન સ્થિત કેટલાક આતંકવાદીઓની પણ મદદ મળી રહે છે.
|