Last Updated:19 ડિસેમ્બર 2011

લંડનમાં છેતરપિંડી કરનારા NRI દંપતીની આત્મહત્યા છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
ગુરુવાર, 18 માર્ચ 2010
(પીટીઆઇ)    લંડન, તા.૧૮
બ્રિટનમાં ભારતીય મૂળના દંપતિએ છેતરપીંડીના કેસમાં દોષિત ઠેરવાય એ પહેલા જ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. એચએસબીસી બેન્કમાં ક્લાર્ક તરીકે કામ કરતા બિન્દી ધનજીએ ૧,૨૦,૦૦૦ પાઉન્ડની ઉચાપત કરી હતી, આ અંગે તેમની સામે કેસ ચાલી રહ્યો હતો, અગાઉ ઉચાપત કરી હોવાનું સ્વીકારનાર મહિલાએ કોર્ટ દોષિત ઠેરવે એ અગાઉ પતિ સાથે ફૂટ બ્રીજ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી.
HSBCમાં કામ કરતી મહિલાએ ૧.૨૦ લાખ પાઉન્ડની ઉચાપત કરી કોર્ટના ચુકાદા પહેલાં ફૂટ બ્રીજ પર લટકીને આપઘાત કર્યો

એનઆરઆઇ દંપતિનો મૃતદેહ લંડન ખાતેના તેમના નિવાસસ્થાન નજીકના એક ફૂટબ્રિજ પરથી મળી આવ્યો હતો. મંગળવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન બિન્દી અને કિશોર તેમના વકીલોને મળ્યા હતા, પણ સુનાવણી શરૃ થાય એ અગાઉ તેઓ બને જતા રહ્યા હતા. આ અંગે તેમના વકીલ રીચર્ડ પેરીએ જણાવ્યું હતુ કે 'તેઓ (બિન્દી) અત્યંત ભયભીત જણાતા હતા, તથા કેસના પરિણામને લઇને સખત તનાવમાં હતા.'

જજ એન્થની પીટ્સે બાદમાં બિન્દીની ધરપકડ માટે વોરન્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે 'તેઓ (આરોપી) પહેલી ફ્લાઇટ પકડીને નાસી છૂટયા હોય એમ લાગતું નથી, પણ તેમની ગેરહાજરી માટે કોઇ કારણ નથી, આજે સવારે તેઓ અહિ હતા અને હવે નથી એ સ્થિતિ અત્યંત અસામાન્ય છે.'
અગાઉ મે ૨૦૦૯માં બિન્દીએ ગ્રાહકના નાણાં ચોર્યા હોવાનું સ્વીકાર્યું હતું પણ દાવો કર્યો હતો કે એક વ્યક્તિએ તેમને નાણાં સોંપી દેવા ધમકી આપી હતી.

ધનજીએ જણાવ્યું હતું કે તેણે એક પેન્શનરના ખાતાને નિશાન બનાવ્યું હતું, કારણ કે તેઓ નિયમિત ખાતાને તપાસતા ન હતા. લંડન પોલીસે જણાવ્યું હતું કે બિન્દીએ તેમના પદનો દુરુપયોગ કરીને બે વયોવૃદ્ધ મહિલાઓના ખાતામાંથી નાણાં ચોર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ભારતીય દંપતિનો મૃતદેહ ફૂટબ્રિજ પર લટકી રહ્યો હતો.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી