|
ઈરાનની પરમાણુ સુવિધા ઉડાવી દેવાની તૈયારી કરતું અમેરિકા |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
ગુરુવાર, 18 માર્ચ 2010 |
(પીટીઆઇ) લંડન, તા. ૧૮
ઈરાનની અણુસવલતો પર સંભવિત હુમલાની તૈયારી યુનાઇટેડ સ્ટેટસ દ્વારા ઝડપી
બનાવાઇ હોવાનું માધ્યમોના અહેવાલોએ જણાવ્યું છે. હિન્દ મહાસાગરમાં આવેલા
બ્રિટિશ ટાપુ ડીએગો ગાર્શિયાસ્થિત તેના હવાઇથાણા ખાતે યુએસ '૩૮૭'
બંકર-બસ્ટર બોમ્બ સેંકડોની સંખ્યામાં મોકલી રહ્યું છે. ઈરાનની મુખ્ય
અણુસવલતો ભૂગર્ભમાં છે અને આ પ્રકારના બોમ્બ તેને તોડવામાં વધુ અસરકારક
ગણાય છે.
હુમલા માટે બોમ્બર વિમાનો સજ્જ ઃ હિન્દ મહાસાગરના બેઝ પર સેંકડો બંકર બસ્ટર બોમ્બ મોકલવામાં આવ્યા
યુએસ સરકારે જાન્યુઆરી મહિનામાં કેલિફોર્નિયાના કોન્કોર્ડથી ૧૦ શસ્ત્રસરંજામ કન્ટેનરો ડીએગો ગાર્શિયા મોકલવાનો કોન્ટ્રાક્ટ સુપીરિઅર મેરીટાઇમ સર્વિસીઝ સાથે કરેલ છે. શિપમેન્ટમાં ૧૯૫ સ્માર્ટ ગાઇડેડ બ્લુ- ૧૧૦ બોમ્બસ અને ૧૯૨ બ્લુ- ૧૧૭ ૨૦૦૦ પાઉન્ડસના બોમ્બસનો સમાવેશ થાય છે.
ઈરાન અણુશસ્ત્રો હાંસલ ન કરે તે બાબત પ્રમુખ બરાક ઓબામા માટે પ્રાધાન્યતા યાદીમાં છે. ઈરાન સરકાર તેની પ્રજાના લોકશાહી અને માનવ અધિકારોના ઉપયોગને અટકાવે છે તેમ કહી ઓબામાએ ઉમેર્યું હતું કે ''અમે આક્રમક પ્રતિબંધો તરફ જઇ રહ્યા છીએ. અમે કોઇ વિકલ્પ છોડયા નથી અને અમે દબાણ વધારતા જ જઇશું. જો ઈરાન અણુશસ્ત્ર હાંસલ કરશે તો સમગ્ર મધ્યપૂર્વમાં અણુશસ્ત્રદોડ થવાની શક્યતા છે અને તેનાથી આપણા રાષ્ટ્રીય સલામતી હિતોને પણ ગંભીર નુકસાન પહોંચશે.''
ઈઝરાયેલ સાથે સંબંધો અંગે ઓબામાએ કહ્યું હતું કે બન્ને દેશો વચ્ચે મતભેદ છતાં યુએસ અને ઈઝરાયલ અતિ ગાઢ મિત્રો છે. ઈઝરાયલની સલામતી યુએસ માટે વિશેષ પવિત્ર છે અને બન્ને સહિયારા હિતો ધરાવે છે, તેમ પણ ઓબામાએ કહ્યું હતું. યુએસ અને ઈઝરાયલે અગાઉ ઘણી વખત ઈરાનની આણ્વિક મહત્ત્વાકાંક્ષાઓ રોકવા લશ્કરી કાર્યવાહીને તેઓ નકારતા ન હોવાનું જણાવ્યું છે.
યુએસ નેવી દ્વારા શિપમેન્ટના કોન્ટ્રાક્ટની વિગતો ઈન્ટરનેશનલ ટેન્ડરની વેબસાઇટ પર રખાઇ છે. યુનિવર્સિટી ઓફ લંડન ખાતે સેન્ટર ફોર ઈન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ડિપ્લોમસીના નિયામક ડાન પ્લેશે જણાવ્યું હતું કે, ''તેઓ ઈરાનના સંપૂર્ણ વિનાશ માટે આગળ વધી રહ્યા છે. યુએસ બોમ્બર્સ ગણતરીના કલાકોમાં ઈરાનમાં ૧૦,૦૦૦ લક્ષ્યાંકો પર તૂટી પડી તેના વિનાશ માટે આજે તૈયાર છે.''
|