Last Updated:19 ડિસેમ્બર 2011

વિશ્વના સૌથી તીખાં મરચાં ભૂત જોલોકિયામાંથી ગ્રેનેડ બનાવાયો છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
ગુરુવાર, 18 માર્ચ 2010
(પીટીઆઇ)    તેઝપુર, તા.૧૮
સૌથી વધુ તીખાશ ધરાવતા આસામના ભૂત જોલોકીયા મરચાંના પાવડરમાંથી બનેલો 'મીર્ચી બોમ્બ'હવે વિસ્ફોટ માટે તૈયાર છે! ત્રાસવાદીઓ સાથેની અથડામણ દરમિયાન સુરક્ષા દળો માટે આ મરચાથી ઠસોઠસ હેન્ડગ્રેનેડ અસરકારક હથિયાર પુરવાર થશે. આસામના ભૂતજોલોકીયા મરચાંને વિશ્વના સૌથી તીખાં તમતમતાં મરચાં તરીકે ગિનેસ વર્લ્ડ રેકોર્ડે માન્યતા આપેલી છે.
આસામમાં પાકતા આ મરચાં એટલા તીખાં છે કે ગ્રેનેડ ફૂટતાં જ બળતરાને કારણે છૂપાયેલો ત્રાસવાદી પણ બહાર આવી જશે

ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન)ના પ્રવકત્તાએ જણાવ્યું હતું કે ઉત્તર આસામના તેઝપુરમાં સંરક્ષણ વિજ્ઞાાનીઓએ ભૂત જોલોકીયામાંથી બનેલા હેન્ડગ્રેનેડનું સફળ પરિક્ષણ કર્યું હતું. ડીઆરડીઓના વરિષ્ઠ વિજ્ઞાાની આર.બી.શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મરચાના પાવડરમાંથી બનેલો હેન્ડગ્રેનેડ બિન-ઝેરી હથિયાર છ. ત્રાસવાદીઓને છુપા સ્થાનેથી બહાર કાઢવામાં આ હેન્ડગ્રેનેડ ઉપયોગી પુરવાર થશે. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે હેન્ડગ્રેનડ વિસ્ફોટને કારણે શરીર પર અસહ્ય બળતરા થવા માંડશે જેથી ત્રાસવાદીઓને નાછૂટકે બહાર નીકળવાની ફરજ પડશે.

ડીઆરડીઓના વિજ્ઞાાનીઓએ આ હેન્ડગ્રેનેડમાં વિશ્વના સૌથી તીખા તમતમતા ગણાતા ભૂત જોલોકીયા મરચાનો પાવડર ભર્યો છે.
મૂળ ચીનના ભૂત જોલોકીયા મરચાનું વતન આસામ છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડે પણ તેને વિશ્વના સૌથી તીખા મરચા તરીકેની માન્યતા આપેલી છે. ભૂત જોલોકીયા પછીના ક્રમે મેક્સિકોના રેડ સવીના મરચાને સૌથી તીખા માનવામાં આવે છે.

શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભૂત જોલોકીયાની મદદથી હેન્ડગ્રેનેડ જેવી અન્ય ચીજો બનાવવાની પણ યોજના છે. તેમણે જણાવ્યું હતું કે રમખાણો દરમિયાન કે ત્રાસવાદી હુમલાની ઘટનાઓ વખતે સુરક્ષા દળો દ્વારા ઉુપયોગમાં લઇ શકાય એવા હેતુસર આ પ્રકારના હથિયારોની રચના કરવાની યોજના છે. ભૂત જોલોકીયામાંથી બનેલા બિન-જીવલેણ હેન્ડગ્રેનેડ શત્રુને ગંભીર ઇજા પહોંચાડયા વિના હથિયારો મૂકી શરણે આવવા મજબુર કરશે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી