|
કેપિટેશન ફી લેનાર પર ફોજદારી થશે |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
ગુરુવાર, 18 માર્ચ 2010 |
|
મેડિકલ અને એન્જિનિયરિંગમાં ગેરરીતિઓ અટકાવવા સરકાર સક્રિય
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૮
ટેકનિકલ
અને મેડિકલ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં કેપિટેશન ફી સહિતની
ગેરરીતિઓ અટકાવવા સહિત શિક્ષણ ક્ષેત્રમાં સુધારાઓ લાવવા માટેના ચાર વિધેયક
આવતી કાલે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ મૂકાવાની શક્યતા છે. બિલની જોગવાઈઓ
અનુસાર કેપિટેશન ફી લેવી અથવા ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પૂરું પાડવાના વચનના
પાલનની શિક્ષણ સંસ્થાઓની નિષ્ફળતાના કારણોસર સંસ્થાના દોષિત વહીવટકારોને
ત્રણ વર્ષ સુધીને કેદ અથવા સંસ્થાને રૃા. ૫૦ લાખ સુધી દંડ થઈ શકે છે. આને
ફોજદારી અપરાધ ગણવામાં આવશે. વિધેયકોને પ્રધાનકીય જૂથની બહાલી મળી ગઈ છે.
કેબિનેટ સમક્ષ આજે રજૂ થનારા બિલમાં ગુણવત્તાસભર શિક્ષણનું વચન નહિ પાળવા બદલ ત્રણ વર્ષની કેદ અથવા રૃા. ૫૦ લાખ સુધીના દંડની જોગવાઈ
માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા ચાર વિધેયક આવતીકાલે કેબિનેટ સમક્ષ રજૂ કરાશે. પ્રોહિબીશન ઓફ અનફેર પ્રેકિટસીસ ઇન ટેકનિકલ મેડિકલ ઇન્સ્ટીટયુશન્સ એન્ડ યુનિવર્સિટીઝ બિલમાં સંસ્થાઓમાં લેવાતી કેપિટેશન ફી સહિતની ગેરવાજબી રીતરસમો અટકાવવાનો મુદ્દો છે. બિલની જોગવાઈઓ અનુસાર કેપિટેશન ફી લેવી અથવા ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પૂરું પાડવાના વચનના પાલનની શિક્ષણ સંસ્થાઓની નિષ્ફળતાના કારણોસર સંસ્થાના દોષિત વહીવટકારોને ત્રણ વર્ષ સુધીને કેદ અથવા સંસ્થાને રૃા. ૫૦ લાખ સુધી દંડ થઈ શકે છે.
આ બિલમાં ગુનાના પ્રકારના આધારે તેની રસમોને દિવાની અથવા ફોજદારી અપરાધ ગણવામાં આવશે. જો કોઈ સંસ્થા તેના પ્રોસ્પેક્ટસમાં ચોક્કસ વચનો આપે, પરંતુ તેનું પાલન કરે નહિ અથવા વિદ્યાર્થીઓ પાસેથી કેપિટેશન ફી વસૂલ કરતી હોય તો તેને ફોજદારી ગુનો ગણવામાં આવશે. જો કે, માત્ર એક-બે વિદ્યાર્થી પાસે કેપિટેશન ફી લેવાના એકલદોકલ કિસ્સાને દિવાની ગુનો ગણાશે અને આવી સંસ્થાઓને દંડ ફટકારી શકાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ફોજદારી ગુનાઓ માટે કોર્ટમાં ખટલો ચલાવાશે, જ્યારે દિવાની ગુનાઓનો નિકાલ ટૂંક સમયમાં રચાનારી શૈક્ષણિક ટ્રિબ્યુનલો દ્વારા કરાશે.
એચઆરડી મંત્રાલયે એજ્યુકેશનલ ટ્રિબ્યુનલ બિલનો મુસદ્દો ઘડયો છે, જેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ અથવા કનડગત સહિત તમામ પ્રકારના વિવાદોની પતાવટ માટે ટ્રિબ્યુનલો સ્થાપવાની જોગવાઈ છે.
આ ઉપરાંત, મંત્રાલય એક્રિડિટેશન બિલ તથા આર્કિટેક્ટ્સ એક્ટમાં સુધારા માટેના બિલ પણ રજૂ કરાશે. એક્રેડિટેશન બિલમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની સંસ્થાને પ્રમાણિત કરવા માટે જોગવાઈ છે. આર્કિટેક્સ એક્ટમાં સુધારો સૂચવતા વિધેયકમાં કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર પાસેથી શૈક્ષણિક કામગીરી પાછી ખેંચી તેને માત્ર વ્યવસાય પર નિયંત્રણ રાખવા સુધી મર્યાદિત બનાવવામાં આવશે.
|