Last Updated:19 ડિસેમ્બર 2011

વંધ્યાએ સંતાન પ્રાપ્તિ માટે 5 બાળકોનો બલિ ચડાવ્યો છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
ગુરુવાર, 18 માર્ચ 2010

મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાની ઘટના

 (પી.ટી.આઇ.)   ઔરંગાબાદ, તા. ૧૮
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના એક ગામમાં પાંચ બાળકોની બલિ ચડાવવાના નામે થયેલી હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે સંદર્ભે ત્રણ મહિલાઓ સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરી છે.

તાંત્રિકે ૧૧ બાળકોની બલિ ચડાવવાની સલાહ આપતાં ચાર મહિનામાં ૪થી ૧૨ વર્ષના પાંચ બાળકોને નિશાન બનાવ્યા

પોલીસના જણાવ્યા પ્રમાણે આ બાળકોની ઉંમર ૪થી ૧૨ વર્ષની હતી અને તેઓ હિંગોલી જિલ્લાન દિગ્રાસ ગામના રહેવાસી હતા. આ પાંચેય છોકરાઓની ડીસેમ્બર- ૨૦૦૯થી માર્ચ- ૨૦૧૦ દરમિયાનના સમયગાળા દરમિયાન હત્યા કરવામાં આવી છે. પોલીસ અધિકારી એમ. એ. સૈફના જણાવ્યા પ્રમાણે હત્યાની આ ઘટના તાજેતરમાં જ પ્રકાશમાં આવી છે જેની સંદર્ભે પોલીસે ૬ વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જેમાંથી ગઈકાલે ચારની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ પરશુરામ દળવી, કલાવતી, મોકલે અને તેના પતિ કુંડલીક મોકલે, આશા દળવી, વંદના મોકલે અને તેના પતિ વિઠ્ઠલ મોકલે તરીકે થઈ છે. તેમને ૨૨ માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. સૈફે જણાવ્યું હતું કે, આ ગામના એક તાંત્રિકના ઇશારે વંદનાએ આ મહિનાની શરૃઆતમાં ૧૬ બાળકોનો બલિ ચડાવવાનો પ્રયત્ન કરતા સમગ્ર ઘટનાક્રમ પ્રકાશમાં આવ્યો છે. આ તાંત્રિક હાલ ભાગેડું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વંદનાને કોઈ સંતાન ન હોવાથી તે માતા બનવાની ઇચ્છા પૂરી કરવા ૧૧ બાળકોનો બલિ ચઢાવવાની હતી. પોલીસને શોધખોળ દરમિયાન રાખ, હથિયારો અને કેટલીક ઝેરી સામગ્રી પણ મળી આવી છે. વધ કરાયેલા બાળકોને આ ઝેરી વનસ્પતિ ખવડાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે હાલ પોલીસ આ વનસ્પતિ અંગે માહિતી મેળવવા કેટલાક વનસ્પતિ નિષ્ણાતોની મદદ લઈ રહી છે દરમિયાન બાળકોના વિસેરા વધુ તપાસ માટે મુંબઈ મોકલાય તેવી શક્યતા છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી