|
જોખમી કચરો પેદા કરવામાં ભારતમાં ગુજરાત પ્રથમ ક્રમે |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
ગુરુવાર, 18 માર્ચ 2010 |
|
પર્યાવરણ મંત્રાલયની સમિતિનો અહેવાલ
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૮
દેશમાં કુલ ઉત્પાદિત ૬૨ લાખ ટન જોખમી કચરા માટે સાત રાજ્યો મુખ્યત્વે
જવાબદાર છે અને આ યાદીમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. આ પછી મહારાષ્ટ્ર અને
આંધ્રપ્રદેશ આવે છે. દેશના કુલ ૩૬,૦૦૦ ઉદ્યોગો જોખમી કચરાનું ઉત્પાદન કરે
છે. દેશમાં જોખમી કચરાના નિકાલ માટે ૧૪૧૬૪૫ સાઇટસ છે જેમાંથી ૮૮ સ્થળોને
અતિ ખરાબ રીતે પ્રદૂષિત સ્થળો તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હોવાનું એક
સરકારી અહેવાલ જણાવે છે.
દેશભરમાં ઉત્પન્ન થતાં ૬૨ લાખ ટન હાનિકારક કચરામાં ગુજરાતનો સૌથી વધુ ૨૯ ટકા હિસ્સો ઃ મહારાષ્ટ્ર બીજા અને આંધ્ર ત્રીજા નંબરે
તાજેતરમાં પ્રકાશિત એક સરકારી રીપોર્ટ અનુસાર દેશમાં પેદા થતા કુલ ૬૨ લાખ ટન જોખમી કરચામાં ૨૯ ટકાના ફાળા સાથે ગુજરાતનો ક્રમ પ્રથમ છે. આ પછી મહારાષ્ટ્ર (૨૫ ટકા), આંધ્રપ્રદેશ (૯ ટકા), છત્તીસગઢ (પાંચ ટકા) તથા રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ (દરેક ૪- ૪ ટકા) સાથે યાદીમાં છે. આમ કુલ જોખમી કચરાના ૮૦ ટકા આ સાત રાજ્યો વચ્ચે વહેંચાય છે.
દેશમાં ૩૬૦૦૦ ઉદ્યોગો ૬૨ લાખ ટન જેટલો જોખમી કચરો પેદા કરે છે તેમાંથી ૨૭ લાખ ટન (૪૪ ટકા) કચરો જમીન પુરાણના કામમાં આવે છે. બાળીને નાશ કરી શકાય તેવો જોખમી કચરો ૪ લાખ ટન (૭ ટકા તેમજ) રીસાયકલ કરી શકાય તેવા જોખમી કચરાનું પ્રમાણ ૩૧ લાખ ટન (૪૯ ટકા) હોવાનું રીપોર્ટ જણાવે છે. જો કે, અત્યારે માત્ર ૧૨ રાજ્યોમાં જ જોખમી કચરાના નિકાલની ૨૫ સામાન્ય સવલતો છે. અન્ય રાજ્યોમાં ૩૫ નોટિફાઇડ સાઇટ્સ વિકાસના વિવિધ તબક્કાઓમાં છે.
પર્યાવરણ મંત્રાલયના અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓની બનેલી પેનલ દ્વારા તૈયાર રીપોર્ટમાં જણાવાયું છે કે, ''આ તફાવત પૂરો કરવાને ઉચ્ચ પ્રાથમિકતા પ્રવૃત્તિ ગણાવી શકાય. રાજ્ય સરકારોએ કેન્દ્રીય સબસીડીની સાથોસાથ નાણાંકીય ટેકો પૂરો પાડવાની ઉદ્દીપન ભૂમિકા ભજવવી જોઈએ.'' ભૂતકાળમાં જોખમી કચરાના આડેધડ અને અવૈજ્ઞાાનિક નિકાલના પરિણામે દેશની કેટલીક જગ્યાઓ પર્યાવરણની દ્રષ્ટિએ ગંભીરપણે નીચલી કક્ષાએ પહોંચી હોવાનું રીપોર્ટમાં જણાવાયું હતું.
૧૪ રાજ્યો અને કેન્દ્રશાસિત વિસ્તારોમાં ૧૪૧ હેઝાર્ડસ વેસ્ટ ડમ્પ સાઇટસને ઓળખી કઢાઈ છે, જેમાંથી ૮૮ જગ્યાને અતિ ગંભીર પ્રદૂષિત સ્થળ તરીકે ઓળખાઈ છે. કેન્દ્ર સરકારે ઓગસ્ટ મહિના સુધી આ ૮૮ પ્રદુષિત સ્થળોએ વધુ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. આ સમયગાળા સુધીમાં પર્યાવરણીય ગુણવત્તા સુધારવા માટે નીતિ ઘડવામાં આવશે. પેનલનાં સભ્યોએ ''પ્રદૂષણ કરનાર દંડ ભોગવે'' તેવા વજન સાથે ઉપાયકારી રણનીતિ પર ભાર મૂક્યો છે. જે અનુસાર પ્રદુષણ ફેલાવનારાએ દંડ ભરવા ઉપરાંત, પ્રદુષણની સફાઈનો ખર્ચ પણ ભોગવવાનો રહેશે. વારંવાર પ્રદુષણ ફેલાવનારા ઉદ્યોગોને બ્લેકલિસ્ટ કરાશે. જ્યાં પ્રદૂષણ કરનારાઓ શોધી નહિ શકાય ત્યાં રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડસ દ્વારા પ્રદુષણ નિવારણ માટે સમર્પિત ભંડોળ ઉભું કરવાની જરૃર રહેશે.
નેશનલ ઇન્વેન્ટરી ઓફ હેઝાર્ડસ વેસ્ટ જનરેટિંગ ઇન્ડસ્ટ્રીઝ અનુસાર જોખમી કચરાના નિકાલની સવલતોની કુલ ક્ષમતા વાર્ષિક ૧૫ લાખ ટન છે. જમીન પુરાણને યોગ્ય જોખમી કચરા માટે ખાધ વાર્ષિક ૧૨ લાખ ટન હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.
|