Last Updated:19 ડિસેમ્બર 2011

બ્રિટને અપેક્ષિત આવકની મર્યાદા વધારીને ૨૫ હજાર પાઉન્ડ કરી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
ગુરુવાર, 18 માર્ચ 2010
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.૧૮
બ્રિટને આજે કુશળ અને ઉચ્ચ કુશળતા ધરાવનાઓ માટે ઇમિગ્રેશનના નિયમોમાં ફેરફારો કર્યા હતા, જે મુજબ ટાયર-૧ અને ટાયર-૨ સહિતની વિવિધ શ્રેણીમાં વિઝા મેળવવા માટે અપેક્ષિત આવકની મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ સાથે બેચલર ડિગ્રી ધરાવનારાઓ માટેના પોઇન્ટ્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
ટાયર-ટૂમાં આ મર્યાદા ૨૦ હજાર પાઉન્ડ રહેશે ઃ ઇમિગ્રેશન નિયમોમાં કરાયેલા સુધારાનો ૬ એપ્રિલથી અમલ

આગામી ૬ઠ્ઠી એપ્રિલથી લાગુ થનારા નવા નિયમ પ્રમાણે ટાયર-૧ હેઠળના વિઝામાં અરજદારની અગાઉની લઘુત્તમ અપેક્ષિત આવકમર્યાદા ૨૦,૦૦૦ પાઉન્ડથી વધારીને ૨૫,૦૦૦ પાઉન્ડ કરવામાં આવી છે. જ્યારે ટાયર-૨ હેઠળ લઘુત્તમ અપેક્ષિત આવકમર્યાદા ૧૭,૦૦૦ પાઉન્ડથી વધારીને ૨૦,૦૦૦ પાઉન્ડ કરવામાં આવી છે, જ્યારે મહત્તમ આવકમર્યાદા ૨૪,૦૦૦ પાઉન્ડથી વધારીને ૩૨,૦૦૦ પાઉન્ડ કરવામાં આવી છે.

બ્રિટનમાં ટાયર-૧ અને ટાયર-૨ હેઠળ વિઝા મેળવનારા કુશળ અને ઉચ્ચ કુશળ સ્થળાંતરિતોમાં ભારતીયોનું પ્રમાણ વધારો હોય છે. ટાયર-૨ હેઠળ વિઝા મેળવવા માટે વિશ્વભરમાંથી દિલ્હીમાં સૌથી વધુ અરજીઓ કરવામાં આવે છે. આ સાથે બ્રિટન સરકારે ટાયર-૧ શ્રેણીના વિઝાના નિયમોમાં ફેરફાર કરવાની માઇગ્રેશન એડવાઇઝરી કમિટિ (એમએસી)ની ભલામણ સ્વીકારી હતી.

બ્રિટિશ ઇમિગ્રેશન વિભાગે ઊંચી અપેક્ષિત આવકના મર્યાદાઓમાં ફેરફારની સાથે બેચલર ડિગ્રી ધરાવનારાઓ માટેના પોઇન્ટ્સમાં પણ ફેરફાર કર્યો છે. ઇમિગ્રેશન વિભાગે નિવેદનમાં જણાવ્યું હતું ક ઓછામાં ઓછી ૧.૫૦ લાખ પાઉન્ડની આવક ધરાવતા હોય પણ ઔપચારિક ડિગ્રી ન હોય તો પણ અરજદાર ટાયર-૧ હેઠળ વિઝા મેળવવા અરજી કરી શકે છે. માસ્ટર ડિગ્રી માટેના પોઇન્ટ પણ ૧૦થી વધારીને ૧૫ કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બ્રિટન સરકારે બે વર્ષ અગાઉ પોઇન્ટ આધારિત પદ્ધતિ લાગુ કરી હતી.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી